અતિવિષની કળી : અતિવિષની કળી કંઈક ગરમ , તીક્ષ્ણ , અગ્નિદીપક , ગ્રાહીમળને બાંધનાર , ત્રિદોષશામક , આમાતિસાર , કફપિત્તજ્વર , ઉધરસ , વિષ , ઊલટી , તૃષા , કૃમિ , મસા , સળેખમ , અતિસાર અને સર્વ વ્યાધિહર ગણાય છે , અતિવિષ સર્વદોષહર , દીપનીય – પાચનીય અને સંગ્રાહક ઔષધ તરીકે સર્વોત્તમ છે . જે રોગમાં જઠરાગ્નિને પ્રદીપ્ત કરવાની , આહારને પચાવવાની તથા મળને બાધવાની ક્ષિા કરવાની હોય તથા પ્રકોપ પામેલા વાયુ , પિત્તાદિ દોષોને શાંત કરવાની જરૂર હોય તેમાં અતિવિષ સર્વોત્તમ છે . આ ઉપરાંત અતિવિષ લેખનીય – ચોટલા મળને ખોતરીને ઉખાડવાનો ગુણ પણ ધરાવે છે . અતિવિષની કળી ધોળી , કાળી અને પીળી એમ ત્રણ પ્રકારની મળે છે . પણ ઔષધમાં ધોળીનો જ ઉપયોગ થાય છે . કળી ભાંગીને સફેદ હોય તે જ લાવીને વાપરવી . પાચન અને સંગ્રાહી ઔષધની જરૂર હોય છે .
અતિસારમાં આ ત્રણે ગુણ છે અને તે આમનાશક પણ છે . આથી અતિસારમાં સુંઠ અને અતિવિષા બંનેનું ૫-૫ ગ્રામ ચૂર્ણ ૧ કિલો પાણીમાં નાખી મંદ તાપે ઉકાળવું . અડધું પાણી બળી જાય ત્યારે ગાળીને ઠંડુ પાડી લીંબુનો કે દાડમનો રસ ઉમેરી પી જવું . એનાથી આમનું પાચન થાય છે , જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે અને પાતળા જાડા બંધ થાય છે . કોઈ પણ પ્રકારના પાતળા ઝાડામાં આ ઉપચાર કરી શકાય . અતિવિષ દીપન , પાચન અને સંગ્રાહી છે . તેથી તે ઝાડાનું ઉત્તમ ઔષધ છે . તે આમનાશક હોવાથી આમાતિસાર માં સુંઠ અને અતિવિષા અડધી – અડધી ચમચી બે ગ્લાસ પાણીમાં અડધું પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળી , ગાળીને ઠંડુ પાડી એક ચમચી લીંબુનો રસ મેળવી સવાર – સાંજ પીવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત થઈ આમનો નાશ થાય છે , તેમ જે મળ ‘ બંધાઈ જવાથી અતિસાર મટે છે . રક્તાતિસાર અને પિત્તાતિસાર સિવાયના ઝાડામાં આ ઉપચારથી ફાયદો થાય છે, અતિવીશા એ નામ પ્રમાણે બિલકુલ ઝેરી નથી