અશ્વગંધા ચૂર્ણ : એક ગ્લાસ બકરીના દૂધમાં એટલું જ પાણી ઉમેરી , એક ચમચી અશ્વગંધાનું ચૂર્ણ અને સાકર નાખી પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળી સવાર – સાંજ લયના મુખ્ય ઔષધો સાથે પીવાથી જલદી ફાયદો થાય છે . જેમનું શરીર ખૂબ જ પાતળું – ફશ પડી ગયું હોય તથા વજન વધતું ન હોય તેઓ પણ આ ઉપચાર કરી શકે .
યોજના, સેવનવિધિ, ઉપયોગ….
કૃશતા, અશકિત, જાતીય દૌર્બલ્ય, કટિશૂળ, માનસરોગ વગેરે માટે શ્રેષ્ઠ
1.યોજના….કિરાણા ભંડારમાંથી, ગાંધીને ત્યાંથી કે વગડામાંથી સારાં –સાચાં અશ્વગંધાના મૂળ લાવી ખાંડવાં.
2.સેવનવિધિ…વસ્ત્રગાળ ચૂર્ણ કાચની બંધ બાટલીમાં રાખવું. ત્રણ મહિના પૂરતું જ તૈયાર કરવું આ ચૂર્ણ ૧ થી ૧૦ ગ્રામ સુધી દિવસમાં બે વખત દૂધમાં કે પાણીમાં લેવું.
અર્જુનચૂર્ણ પેઠે આ ચૂર્ણનો ‘અશ્વગંધા ક્ષીરપાક’ બનાવી શકાય, ઉપરાંત કોઈપણ વાનગીરૂપે પણ લઈ શકાય.
3.ઉપયોગ….• અશકિત – શારીરિક નબળાઈમાં ૧-૧ ચમચી દૂધમાં સવારે સાંજે લેતાં રહેવું
• જાતીય દૌર્બલ્ય – નપુંસક્તા, શીઘ્રપતન શિથિલતા, સ્વપ્નદોષ, વગેરે જાતીય તકલીફોમાં સવાર –સાંજે દૂધ સાથે કે પાણી સાથે ૧-૧ ચમચી લેવું • કટિશૂળ – એક ચમચી ચૂર્ણ સાથે સૂંઠનું કે અજમોદાદિનું ચૂર્ણ મેળવી સવારે –સાંજે પાણીમાં લેવું. • માનસરોગ – વાઈ, હિસ્ટીરિયા, બુધ્ધિમાદ્ય વગેરેમાં રોજ રાત્રે ૧ ચમચી ચૂર્ણ પાણીમાં આપવું. (૬) અનિંદ્રા – ગંઠોડાવાળા દૂધમાં રાત્રે ૧ ચમચી ચૂર્ણ લેવું. નોંધ – આ ચૂર્ણ લો.બી.પી., ચર્મરોગ, અને કૃમિ મટાડે છે. ઉપરાંત રસાયન અને નિર્દોષ હોવાથી કોઈપણ વ્યકિત વિવેકપૂર્વક તેનું સેવન કરી શકે છે. મેદવૃધ્ધિ અને હાઈ.બી.પી.વાળાએ કાયમ ન લેવું.