પીઠનો દુખાવો દૂર કરશે શલભાસન કરો પગની ચરબી ઘટાડે છે અને શરીરને તદુરસ્ત રાખે છે જો તમે પીઠના દુખાવા , થાક અને વધતા વજનથી ચિંતિત છો તો શલભાસન કરવાથી ફાયદો થશે . શલભ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ ટીકડું કે ખડમાકડી થાય છે . શલભાસન સાયટીકા અને પીઠના નીચલા ભાગના દુખાવામાંથી રાહત આપે છે . તે પાચનમાં સુધારો કરે છે અને સ્નાયુઓને આકાર આપે છે . આ રીતે કરો આસન શલભાસન કરવા માટે પહેલા તમારે મકરસનની મુદ્રામાં આવવું પડશે . જમીન પર પેટના બળે સૂઈ જવું અને તમારા પગને એકબીજાથી દૂર રાખો તમારા માથાને તમારા હથેળી પર મૂકો . હવે , મકર આસનથી આગળ વધો , તમારા બંને પગને એક સાથે જોડી લો . હવે બંને હાથને શરીરની નજીક એવી રીતે રાખો કે બંને હથેળી આકાશ તરફ તરફ હોય અને તમારી દાઢી જમીન પર હોય . હવે ઊંડો શ્વાસ લેતા માત્ર તમારા હિપ્સની મદદથી તમારા પગને જમીનની તરફથી ઉપર કરો . તમારા ઘૂંટણને વાળ્યા વગર તમે તમારા પગને શક્ય હોય એટલા ઉંચા કરો તમારા પગને ઉપરની તરફ રાખવા માટે તમે તમારા હાથનો ઉપયોગ કરી શકો છો જેનાથી તમે તમારા શરીરને સ્થિર રાખી શકો . હવે સામાન્ય રીતે દ્વાલ સો અને છોડો અને ૧૦-૨૦ સેકન્ડ સુધી આરામદાયક રહો ૧૦-૨૦ સેકન્ડ સુધી આ આસનમાં રહ્યા બાદ ધીમે ધીમે શ્વાસ છોડતા તમારા પગને જમીન પર લાવો . હવે થોડા સમય સુધી મકરાસનમાં આવ્યા બાદ આરામ કરો .
જાણો શલભાસન કરવાથી થતા ફાયદા વિશે ૪ પીઠના દુખાવામાં રાહત આપશેઃ આ આસન સાયટીકા અને પીઠના નીચેના ભાગમાં થઈ રહેલા દુખાવામાંથી રાહત આપે છે . * સ્નાયુઓને આકાર આપશેઃ આ આસન હિપ્સ અને હિપ્સની આજુબાજુના સ્નાયુઓને આકાર આપે છે . વજન ઘટાડશેઃ શલભાસનને નિયમિતપણે કરવાથી સંઘની ચરબી ઘટે છે અને વજન પણ ઓછું થાય છે .. પાચનક્રિયામાં સુધારોઃ આ આસન પેટ માટે ફાયદાકારક છે અને પાચનમાં સુધારો કરે છે . જ થાક દૂર કરશેઃ શલભાસન તમારા માનસિક તણાવ અને થાકને પણ દૂર કરે છે .
આટલી બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે ગર્ભવતી મહિલાઓ , પેપ્ટિક અલ્સર , હર્નિયા , હાઈ બીપી , અને હદયના દર્દીઓએ આસન ન કરવું જોઈએ . – જો તમારી પીઠની નીચેના ભાગમાં દુખાવો થતો હોય તો આ આસન સાવધાનીથી કરવું જોઈએ .