અેકસાથે 15 રોગોનો ઉપચાર જરૂર વાંચો

દરરોજ પીવો આ મેજીકલ ડ્રીંક વરિયાળીમાં કેલ્શિયમ , સોડિયમ , આયર્ન અને પોટેશિયમ જેવાં પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. ઘણા લોકો ઉનાળામાં વરિયાળીનું શરબત પણ પીએ છે. વરિયાળીનું પાણી પીવાથી શરીર ઠંડું રહે છે અને પેટની સમસ્યાઓથી છુટકારો મળે છે. વરિયાળીનું પાણી બનાવવા માટે રાતે એક ગ્લાસમાં પાણી લઈ બે ચમચી વિરયાળી અને થોડી સાકર પલાળીને રાખી દો. સવારે આ પાણીને ગાળીને પી જાઓ.

વજન ઘટાડવા ઉપયોગી : – વરિયાળીમાં ફાઇબરનું પ્રમાણ ખૂબ વધુ હોય છે , જેથી વ્યક્તિને પેટ ભરેલું હોય તેવું લાગે છે . વરિયાળીમાં કેલરીનું પ્રમાણ નહીંવત્ હોય છે, જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે . વરિયાળી શરીરમાં ચરબીને એકઠી થવા દેતી નથી . પરિણામે સ્થૂળતાનું જોખમ પણ ઘટાડે છે . આ ઉપરાંત વરિયાળીનું પાણી પીવાના કારણે ઝેરી તત્વો પણ શરીરની બહાર નીકળી જાય છે. શરીરમાં ચયાપચનની પ્રક્રિયા ખૂબ સારી રીતે થાય છે. જે વજન ઓછું કરવામાં મદદરૂપ બને છે . કબજિયાત દૂર કરે : – વરિયાળીમાં ફાઇબરનું પ્રમાણ ખૂબ વધુ હોય છ , જેનાથી પાચન સારું થાય છે . કબજિયાતની સમસ્યા દૂર થાય છે. વરિયાળીનું પાણી નિયમિત પીવાથી ગેસ અને ઐિસિડટીની સમસ્યા પણ દૂર થાય છે, જે લોકો અપચા અને કબજિયાતથી પીડાતા હોય તેમણે વરિયાળીનું પાણી પીવું જોઈએ . તેનાથી પેટ સારી રીતે સાફ થઈ જાય છે અને લિવર સ્વસ્થ રહે છે.

મગની દાળના ફાયદાઓ : જમવામાં દરરોજ મગની દાળ ખાવાથી ચહેરાની કરચલી ઓછી થાય છે. અને ચહેરા પરના ડાઘને ઓછા કરે છે. આંખ નીચે થતાં ડાર્ક સર્કલમાં પણ ઘટાડો કરે છે. મગની દાળમાં પુષ્કળ પ્રમાણમાં કોપર પણ મળી આવે છે. તેના દૈનિક સેવનથી વાળ મજબૂત થાય છે . મગની દાળ અપચો પણ દૂર કરે છે , તેમાં ફાઇબર હોય છે, જે પાચનશક્તિને મજબૂત બનાવે છે. મગની દાળ ખાવાથી પણ બીપી કંટ્રોલ થાય છે. શરીરમાં કોલેસ્ટ્રોલ વધતાં મગની દાળનું સેવન કરવું લાભકારી હોય છે. તે શરીરમાંથી વધારાનું કોલેસ્ટ્રોલ દૂર કરવામાં મદદરૂપ છે. મગની દાળ આપણા શરીરમાં હાડકાઓને મજબૂત રાખે છે તથા કેલ્શિયમની ઊણપ દૂર કરીને હાડકાઓને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે

આદુવાળી ચા ના કાયદાઓ : ચા પીવાથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે તેમજ શરદી – કફ અને માથાના દુખાવામાં રાહત મળે છે. આદુવાળી ચામાં પુષ્કળ માત્રામાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે જેના કારણે શરીર સ્વસ્થ રહે છે . આદુવાળી ચામાં સ્ટ્રોંગ એરોમા અને હીલિંગ પ્રોપર્ટી હોવાથી તણાવમાંથી મુક્તિ મળે છે. એટલે જ જ્યારે તમને આળસ આવતી હોય કે ઊંઘ આવતી હોય અને તમે ચા પીવો તો તરોતાજા થઈ જાઓ છો. આયુર્વેદમાં કહેવાયું છે કે આદુવાળી ચા પીવાથી શરીરમાંથી વાત, પિત્ત અને કફ જેવા દોષો દૂર થઈ જાય છે અને અનેક રોગો સામે રક્ષણ મળે છે .

કાળી દ્રાક્ષના ફાયદા : – કાળી દ્રાક્ષનું સેવન કોલેસ્ટરોલ નિયંત્રિત કરે છે. કાળી દ્રાક્ષમાં સાયટોકેમિકલ્સ હોય છે જે હાર્ટના સ્વાથ્યની સંભાળ રાખે છે. કાળી દ્રાક્ષનો ઉપયોગ યાદશક્તિમાં વધારો કરશે. જો તમે તમારી યાદગાસને મજબૂત બનાવવા માંગતા હોય તો પછી તમારા ડાયટમાં કાળી દ્રાક્ષનું સેવન કરો. વધતા વજનથી પરેશાન છો તો પછી કાળી દ્રાક્ષ ખાઓ. તેમાં એન્ટી ઓક્સીડન્ટ શામેલ છે જે શરીરમાંથી ખરાબ ઝેરને બહાર કાઢવામાં મદદ કરી શકે છે. – જો વાળમાં ખોળો હોય અથવા તો વાળ સફેદ છે અથવા તો વાળ ખરતા હોય, તો કાળી દ્રાક્ષનું સેવન કરો. કાળી દ્રાક્ષમાં વિટામિન ઇ હોય છે, જે વાળના સ્વાથ્ય માટે સારું છે.

આવીજ બીજી માહિતી માટે લાઇક અને શેર જરૂર કરજો .

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles