કફ, સોજો, હરસ, કબજીયાત, ચામડીના રોગ માટે વરદાન સમાન છે આ ઔષધિ

અરણી….અરણીનાં વૃક્ષ ૧૦થી ૧૨ ફુટ ઉંચાં થાય છે. એને અતી સુગંધીત ફુલ આવે છે. અરણી તીખી, મધુર, કડવી, તુરી, ગરમ અને અગ્નીદીપક-જઠરાગ્નીને પ્રદીપ્ત કરનારી છે. એ વાયુ, સળેખમ, કફ, સોજો, હરસ, આમવાત, મેદ, કબજીયાત અને પાંડુરોગનો નાશ કરે છે. તે જઠરાગ્ની પ્રદીપ્ત કરે છે અને આમ-ચીકાશનો નાશ કરે છે. અરણીનાં પાન મસળવાથી સહેજ ચીકાશવાળો લીલા રંગનો રસ નીકળે છે. આ રસ તમતમતો (તીખાશ પડતો) સહેજ ખારો અને કડવો હોય છે. અરણીની છાલ ધોળાશ પડતી ફીક્કી ભુખરા રંગની હોય છે. તેને કારતક-માગસરમાં ધોળાં સુંદર સુગંધીદાર ફુલો આવે છે. તેનાં ફળ નાનાં, લીસાં અને ચળકતાં હોય છે. ઔષધમાં અરણીનાં પાન અને મુળ વપરાય છે.

અરણીના પાનનો ઉકાળો શીતળા, ઓરી, વીસ્ફોટ, પરુવાળો પ્રમેહ, તાવ, જીર્ણ જ્વર વગેરે રોગોમાં ફાયદો કરે છે. એનાં મુળનો ઉકાળો લેવાથી લોહીમાં રહેલું ઝેર બળી જાય છે. આથી ઘણા ચામડીના રોગો મટે છે. અરણીનાં પાન હરસ, કબજીયાત, આમવાત, વીષ, મેદ અને ખાસ કરીને સ્ત્રીઓના શુળાદી યોનીરોગો મટાડે છે. સગર્ભાને રક્તસ્રાવ થાય કે ગર્ભપાત અટકાવવા અરણી વાપરી શકાય. પ્રસુતી પછી ગર્ભાશયનું સંકોચન કરાવવામાં અને ગર્ભાશયને મુળ સ્થીતીમાં લાવવા માટે એનો ઉપયોગ થઈ શકે. અરણી જ્વરઘ્ન, જંતુઘ્ન, અને પૌષ્ટીક છે. એ હરસ, ઉદરશુળ, મળાવરોધ, વીષપ્રકોપ અને ચરબીની વૃદ્ધી દુર કરનારી છે. આંખોના રોગો, શરદી અને ઝેરમાં તથા ઉબકા-ઉલટીમાં તેનું સેવન ખુબ હીતકારી છે….

અરણીનાં પાન વાટી તેનો લેપ કરવાથી સોજા મટે છે. • અરણીનાં મુળ પાણીમાં વાટી મોં પર લગાડતાં મુખ પરના કાળા ડાઘા મટે છે. (એને વ્યંગ કહે છે.) • અરણીનાં પાન લસોટી લેપ કરવાથી અંડકોષનો સોજો મટે છે.

સવાર-સાંજ અરણીના મુળના ચુર્ણ અથવા ઉકાળામાં ચણા જેટલું શીલાજીત નાખી પીવાથી મેદ ઓછો થાય છે. બકરીના તાજા દુધમાં અરણીનાં મુળ વાટી લેપ કરવાથી ચામડીના ઘણા નવાજુના રોગ મટી જાય છે.• ગડગુમડ કે ગાંઠ ઉપર અરણીના મુળને દુધમાં ઘસી લેપ કરવાથી ગાંઠ બેસી જાય છે, ઓગળી જાય છે. ન પાકતી ગાંઠ પર તેનાં મુળીયાનો લેપ કરવાથી ગાંઠ બેસી જાય છે. કમર જકડાઈ ગઈ હોય તો અરણી અને કરંજનો ઉકાળો પીવાથી મટે છે.

અરણીના પાનનો ઉકાળો શીતળા, ઓરી, વીસ્ફોટ, પરુવાળો પ્રમેહ, તાવ, જીર્ણજ્વર વગેરે રોગોમાં ફાયદો કરે છે. એનાં મુળનો ઉકાળો લેવાથી લોહીમાં રહેલું ઝેર બળી જાય છે. આથી ઘણા ચામડીના રોગો મટે છે. અરણીનાં પાન હરસ, કબજીયાત, આમવાત, વીષ, મેદ અને ખાસ કરીને સ્ત્રીઓના શુળાદી યોનીરોગો મટાડે છે. સગર્ભાને રક્તસ્રાવ થાય કે ગર્ભપાત અટકાવવા અરણી વાપરી શકાય. પ્રસુતી પછી ગર્ભાશયનું સંકોચન કરાવવામાં અને ગર્ભાશયને મુળ સ્થીતીમાં લાવવા માટે એનો ઉપયોગ થઈ શકે. અરણી જ્વરઘ્ન, જંતુઘ્ન, અને પૌષ્ટીક છે. એ હરસ, ઉદરશુળ, મળાવરોધ, વીષપ્રકોપ અને ચરબીની વૃદ્ધી દુર કરનારી છે. આંખોના રોગો, શરદી અને ઝેરમાં તથા ઉબકા-ઉલટીમાં તેનું સેવન ખુબ હીતકારી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles