એલ. આર. શાહ આયુર્વેદ હોસ્પિટલમાં વર્ષો જુના આંતરડામાં ચાંદાના રોગથી પિડાતા દર્દી ઓ એ આયુર્વેદ સારવારથી કાયમી રાહત મેળવી
વી. એમ.મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ સાથે સંલગ્ન એલ. આર. શાહ આયુર્વેદ હોસ્પિટલ ખાતે પેટના તમામ રોગોની આયુર્વેદ પથ્વીથી અનેક દર્દી ઓની સારવાર કરવામાં આવે છે, જેનાથી તેઓને કોઈ આડઅસર વગર વર્ષો જુની પેટની વ્યાધીઓથી છુટકારો મળે છે. તાજેતરમાં અલ્સરેટીવ કોલાઇટિસ એટલે કે
આંતરડાના ચાંદાની બિમારીથી વર્ષોથી પિડાતા દર્દીની વ્યાધીઓ અને તેની સારવાર અંગે વધુ માહિતી આપતા એલ. આર. શાહ આયુર્વેદ હોસ્પિટલના ડો. દેવાંગી ઓઝા જણાવે છે કે આયુર્વેદ વિજ્ઞાનમાં વ્યક્તિના સ્વાસ્થ્ય કે રોગનો આધાર અગ્નિ ને માનેલ છે. અગ્નિ એટલે કે જઠરાગ્નિ કે જેનો અર્થ સામાન્ય ભાષામાં પાચનશકિત. તે તેજ હશે તો અમુક રોગો થતાં નથી. પરંતુ જો પાચનશકિત મંદ પડે તો બધા રોગો થઈ શકે છે. અત્યારના સમયમાં લોકો સતત સંઘર્ષ સાથે જીવન વ્યતીત કરતા હોય છે. જેમાં માનસિક તણાવ અને ખોરાકની અનિયમિતતા સાથે ભળીને અમુક રોગો ખાસ કરીને પેટના રોગો લાગુ પડે છે.
જેમાંનો એક રોગ છે અલ્સરેટીવ કોલાઇટિસ એટલે કે આંતરડાના ચાંદા. તેમની પાસે સારવાર માટે આવેલ એક ૨૭ વર્ષના દર્દીના એક કેસ વિશે જણાવતા ડો. દેવાંગી એ જણાવ્યું કે તેણી વારંવાર મળ જવું, મળમાં લોહી પડવું, પેટમાં અતિશય દુખાવો થવો, જમ્યા પછી તરત જ મળપ્રવૃતિ અર્થે જવું, શરીરમાં નબળાઇ લાગવી, વજન ઘટવું, ઉંઘ ન આવવી, લગ્નને ૩ વર્ષ થવા છતાં બાળક ન થવું વગેરે વ્યાધીઓથી પિડાતા હતા. આ દર્દી અગાઉ એલોપથીની ટ્રીટમેન્ટ તેમજ એન્ડોસ્કપી વગેરે કરાવવા છતાં આ રોગ વારંવાર ઉથલો માર્યો હતો. આ દર્દીની સંપૂર્ણ તપાસ કરી તેમજ
અગાઉની લીધેલ ટ્રીટમેન્ટનો અભ્યાસ કરીને તેમને હોસ્પિલમાં દાખલ કરવામાં આવ્યા અને કડક પરેજી ની સાથે તેમને આભ્યાંતાર ઔષધો અને પંચકર્મ અંતર્ગત આવતી ચિકિત્સા પિચ્છાબસ્તિ તેમજ શિરોધારા આપવામાં આવી. આ રોગીના રોગનું મુળકારણ પોતાનો સ્ટાર્ટઅપ બિઝનેસ શરૂ કરવા માટેનો અત્યંત માનસિક તણાવ અને વધુ પડતાં જંકફૂડની આદત હતી આ ઉપરાંત સ્મોકિંગનું વ્યસન પણ થઈ ગયેલ હતું.
જેથી તે બંધ કરાવી, માનસિક તણાવ દૂર કરવા શિરોધારા કરવામાં આવી અને પિચ્છાબસ્તિ કે જે આંતરડામાં રહેલ વ્રણ (ચાંદા) ને રૂજાવીને પેટને લગતી તકલીફ ને દૂર કરે છે. તેવું પ્લાન કરીને સારવાર ચાલુ કરવામાં આવી. દર્દીએ ૧૪ દિવસની આ ટ્રીટમેન્ટ લીધી ત્યારબાદ તેઓ જે આ ૨ વર્ષની તકલીફથી પીડાતા હતા તેમાં લોહી પડતું બંધ થયું, વજન પણ ર કીલો વધ્યું. ઉંઘ આવવા લાગી અને શારીરિક માનસિક નબળાઈ માં ફાયદો થયેલ. ત્યારબાદ પણ રોગ જૂનો હોય ઓપીડી માંથી નિયમિત દવા ચાલુ રાખી હતી. જેથી તેમને ઘણો ફાયદો થયો હતો
મિત્રો તમને આ માહિતી સારી લાગે તો વધુમાં વધુ મિત્રો સાથે શેર કરજો અને જો કોઈ સજેસન હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર કમેન્ટ કરજો