10.8 C
New York
Saturday, December 21, 2024

5000 વર્ષ જૂની રામબાણ ઔષધી દવા વગર કરે છે અનેક રોગોનો નાશ

5000 વર્ષ જૂની રામબાણ ઔષધી છે. તેનુંવાનસ્પતિક નામ ધૃતકુમારી, કુવારપાઠુ છે. તેને સંજીવની છોડ પણ કહેવામાં આવે છે. તેની લગભગ 250 ઉપજાતિઓ છે જેમાંથી કેટલીક ગણતરીની જ ઔષધીય ગુણોથી યુક્ત હોય છે. તેની કેટલીક પ્રજાતીઓમાંથી એક છે જે સૌથી વધુ પ્રભાવશાળી છે, તે છે બાર્બાડેન્સીસ મિલર જેને અલોવેરા પણ કહેવામાં આવે છે.એલોવેરોને સૌથી શ્રેષ્ઠ એન્ટિબાયોટિક અને એન્ટિસેપ્ટિક માનવામાં આવે છે.

લોવેરામાં 18 ધાતુ, 15 એમિનો એસીડ અને 15 વિટામીન મોજુદ હોયછે. તે લોહીની ખામીને દૂર કરીને રોગ પ્રતિકારક ક્ષમતાને વધારે છે. એલોવેરાને જ્યૂસ ગર્ભાશયના રોગો અન પેટના વિકારોને દૂર કરે છે. ગરમી, ઠંડી અને વરસાદને કારણે નિકળતા ફોલ્લી-ફોડા ઉપર પણ તેનો રસ લગાવવાથી આરામ મળે છે. ગુલાબ જળમાં અલોવેરાનો રસ મેળવીને ચહેરા ઉપર લગાવવાથી ચહેરો ચમકી જાય છે.

શરીરમાં રહેલા હૃદય વિકાર, સાંધાના દુખાવો, ડાયાબિટીઝ, યુરીનરી પ્રોબ્લેમ્સ, શરીરમાં જમા ઝેરી પદાર્થ વગેરેનો નાશ કરવામાં મદદગાર થાય છે. એલોવેરા (કુંવાર પાઠું) એ ઘર આંગણે જ ઊગતી એક ઉત્તમ ઔષધિ છે. વાળનું સૌંદર્ય, ત્વચાની સંભાળ અને સ્વાસ્થ્યને લગતી કોઇપણ બાબતમાં એલોવેરા અક્સીર ઇલાજ છે. વાળ અને ત્વચાને સ્વસ્થ બનાવે છે: એલોવેરાના જ્યૂસના સેવનથી રફ સ્કીન પણ હેલ્દી બની જાય છે. તેના નિયમિત સેવનથી ત્વચામાં નિખાર આવી જાય છે. વાળ હેલ્દી અને શાઈની બની જાય છે. ખોડાની સમસ્યા પણ દૂર થઈ જાય છે.

આપણા શરીરના પર્યાપ્ત વિકાસ માટે 21 એમીનો એસિડની જરૂરિયાત હોય છે. તેમાંથી 18 એમીનો એસિડ માત્ર એલોવેરામાં મળે છે. એલોવેરામાંથી જ્યૂસમાં કેલ્શિયમ, સોડિયમ, આયરન, પોટેશિયમ, ક્રોમિયમ, મેગઝિન, તાંબુ અને જસ્તા વગેરે ખનિજ લવણ પ્રાપ્ત થાય છે.

નુકસાનકારક તત્વોને શરીરમાંથી બહાર કાઢે છે: પ્રદૂષણ, જંકફૂડ, અસુરક્ષિત લાઈફ સ્ટાઈલ, સ્મોકિંગ અને ડ્રિન્કીંગ વગેરેથી બોડીમાં નુકસાનદાયક તત્વો પેદા થાય છે. એલોવેરા જ્યૂસના નિયમિત સેવનથી શરીરના આ નુકસાનકારક તત્વો બહાર થઈ જાય છે અને શરીર સ્વસ્થ રહે છે.

એનિમિયામાં પણ છે અસરદાર: એલોવેરાનો જ્યૂસ લોહીની ઉણપને દૂર કરી દે છે. એલોવેરાના 6 થી 8 છોલેલા ટુકડા, 5-7 તુલસીના પાન અને 4-5 લીમડાના પાન લઈને ભેગા કરીને પીસી લો. આ મિશ્રણને ગરમ કરીને ઉકાળો બનાવીને પીવાથી એનિમિયા દૂર થાય છે.

વજન ઘટાડવામાં સહાય કરે છે: રોજ એક ગ્લાસ એલોવેરા જ્યૂસ પીવાથી વજન ઘટવા લાગે છે. તેના સેવનથી વારંવાર ભૂખ નથી લાગતી. સાથે જ પાચનતંત્ર પણ સ્વસ્થ રહે છે. એલોવેરાના જ્યૂસમાં અનેક પોષક તત્વો હોય છે, જે શરીરને નબળુ નથી થવા દેતા.

લાઈલાજ બીમારીઓમાં પણ રામબાણનું કામ કરે છે.: ગિલોય રસ 10-20 મિલિગ્રામ, એલોવેરાનો રસ 10-20 મિલિગ્રામ, ઘઉંના જુવારા, 10-20 મિલીગ્રામ, તુલસીના 7 પાન, લીમડાના 2 પાન, આ બધાનો જ્યૂસ બનાવીને સવાર-સાંજ લો. તે કેન્સર અને અન્ય લાઈલાજ બીમારીઓમાં દવાનું કામ કરે છે.

બ્લડ પ્રેશરના દર્દીઓ માટે લાભદાયક છે.: એલોવેરા જ્યૂસ બ્લડસર્ક્યુલેશનને ઠીક કરે છે. એટલા માટે તે બ્લડપ્રેશરના રોગીઓ માટે ખૂબ જ લાભદાયક રહે છે. દિલ સાથે સંબંધિત બીમારીઓને પણ તે દૂર કરે છે. એક ગ્લાસ ઠંડા નારીયેલ પાણીમાં બેથી ચાર ચમચી એલોવેરાનો રસ અથવા તો પલ્પ ભેળવીને પીવાથી શરીરને ઠંડક મળે છે. શરીરના નાના અને મોટા આંતરડાને પણ સાફ કરે છે. આનાથી શરીરને નવી ઊર્જા અને શક્તિ પ્રાપ્ત થાય છે. એલોવેરામાં શરીરને રોગાણુરહિત રાખવાના ગુણ પણ રહેલા છે. એલોવેરાના જ્યૂસનું સેવન આપણા શરીરની નાની-નોટી નસની સફાઇ કરે છે, તેમાં નવી શક્તિ તથા સ્ફૂર્તિ ભરે છે. એલોવેરા એક એવી ઔષધી છે જે દરેક ઉંમરના લોકો ઉપયોગ કરી શકે છે. એલોવેરા ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે. એલોવેરામાં વિટામિન એ,બી,સી,ડી અને કેટલીક જાતના મિનરલ્સ પણ ભરપૂર માત્રામાં હોય છે. જેથી જો રોગોથી બચવું હોય તો નિયિમિત એલોવેરા જ્યૂસ પીવું જોઈએ.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles