અજમાવી જુઓ આ ઘરગથ્થુ ટીપ્સ અને સૌંદર્ય ટીપ્સ અને તમારા મિત્રો સાથે પણ શેર કરો

મચ્છરના ત્રાસથી બચવા માટે ઘરે આ પ્રયોગ કરો મચ્છર ભાગી જશે અને તમારા સ્વાસ્થ્ય ને પણ નુકશાન નહિ થાય મચ્છરના ત્રાસથી બચવા ‘ગુડનાઈટ’ પેટાવતી વખતે ટીકડી ખલાસ થઈ ગઈ હોય તો મુંઝાશો નહીં. બે-ત્રણ લસણની કળી લઈ ગુડનાઈટ મશીનમાં મૂકી દો. અસરકારક પરિણામ આવશે.

ચાંદીના આભૂષણો વધારે સમય પડી રહવાથી કળા પડી જાય છે અને આ ચાંદીના આભૂષણો ને જાળવી રાખવા માટે ચાંદીના અલંકારો અથવા ચાંદીના વાસણને લોટના ડબ્બામાં મૂકવાથી કાળા પડતા નથી.

ઊનનાં કપડાં પરથી તેલના ડાઘ દૂર કરવા ડાઘ પર દહીં રગડી થોડી મિનિટ રહેવા દો પછી સાબુના પાણીથી ધોવું. આમ કરવાથી ઉનના કપડામાંથી તેલના ડાઘ આસાનીથી દુર થશે

થર્મોસ માંથી આવતી દુગંધ દુર કરવા માટે આટલું કરો હુંફાળા પાણીમાં લીંબુ નીચોવી અથવા વિનેગર નાંખી થર્મોસ ધોવાથી તેમાંથી ગંધ દૂર થશે.

ચાકુ કટાઈ ગયું હોય કે ચાકુ પરથી કાટના ડાઘ દુર કરવા માટે ચાકુ પરથી કાટના ડાઘ દૂર કરવા માટે તેના પર કાંદો ઘસી સ્વચ્છ મુલાયમ ભીના કપડાંથી લૂછી નાંખવું. આમ ચાકુ પરથી લાગેલ કાટના ડાઘ આસાનીથી દુર થશે

કટિંગ બોર્ડથી ડુંગળી લસણ કટિંગ કરો છો અને પછી બીજી શાકભાજી કરીંગ કરો એટલે તે શાકભાજીમાં લસણ ડુંગળીની વાસ બેસી જાય છે આમ કટિંગ બોર્ડ પરથી લસણ ડુંગળીની વાસ દુર કરવા માટે કટિંગ બોર્ડ પરથી કાંદા-લસણની ગંધ દૂર કરવા કટિંગ બોર્ડ પર અડધા લીંબુનું ફાડિયું ઘસી દેવું.

રૂને વાટને આ રીતે સળગાવશો તો લાંબો સમય સુધી દીવો બુઝાશે નહિ રૂની વાટને વિનેગરમાં પલાળી પ્રગટાવવાથી લાંબો સમય સુધી પ્રગટશે.

તમારી ત્વચાને નિખારવા માટે આટલું કરો ગાજરના બારીક ટુકડા કરી પાણીમાં ઉકાળી તેને છુંદી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવાથી ત્વચાનો રંગ નિખરશે.

તમારા વાળને ઝડપથી વધારવા માટે લીંબુના રસમાં આમળાનો પાવડર ભેળવી, વાળના મૂળમાં લગાડવાથી વાળ ઝડપથી વધશે.

નયણા કોઠે ૧૦૦ થી ૧૫૦ ગ્રામ ગાજરનો રસ બે અઠવાડિયા સુધી પીવાથી અજીર્ણની ફરિયાદ દૂર થાય છે.

ચહેરા પરથી જીદ્દી ખીલ દુર કરવા માટે ચહેરા પરના ખીલથી છૂટકારો મેળવવા ૨૦ ગ્રામ મલાઈમાં એક લીંબુ નિચોવી ચહેરા પર લગાડી હુંફાળા પાણીથી ધોઈ નાખવું.

તાજાં આંબળાનો રસ કાઢી બરાબર માત્રામાં મધ ભેળવી પીવાથી આંખની જ્યોતિ વધે છે. – આંખોમાંથી પાણી વહેતું હોય તો સ્વચ્છ રૂથી આંખોની પાંપણ પર સવાર-સાંજ ગોમૂત્ર લગાડવું.

રસોઈ બનાવતા દાઝી જવાઈ તો આટલું કરો દાઝી જવાય તો ગાજરને વાટી તેનો લેપ કરવો તો બળતરા શાંત થશે.

ફોટા વધ સમય રહેવાથી એકબીજા સાથે ચોટી જાય છે પરંતુ ફોટા પર ટેલકમ પાવડર લગાડી આલ્બમમાં ચોંટાડવા જેથી પ્લાસ્ટિક ફોટા પર ચોંટી ન જાય.

થર્મોસ માંથી આવતી દુગંધ દુર કરવા માટે | ચહેરા પરથી જીદ્દી ખીલ દુર કરવા માટે | તમારા વાળને ઝડપથી વધારવા માટે |ગુડનાઈટના ઉપયોગ વગર મચ્છરને ભગાડવા માટે | રૂની વાટને લાંબા સમય સુધી પ્રગટાવી રાખવા માટે

આ પણ વાંચો :

Leave a Comment