અખરોટ : અખરોટનો મગજ આકારનો ગર્ભ સ્વાદે મધુર , જરાક ખાટો , સ્નીગ્ધ , શીતળ , ભારે , કફ તથા વીર્યવર્ધક છે . તેનાથી વાયુ અને પીત્તના દોષો શાંત થાય છે . ખાસ કરીને યાદશક્તી વધારવા , મગજની નબળાઈ દુર કરવા , ચહેરાનો લકવો દુર કરવા તથા વાયુના સોજા મટાડવા અખરોટના ગર્ભ તથા અખરોટમાંથી બનાવેલા તેલનો ઉપયોગ કરવામાં આવે છે .
અખરોટ મધુર , સ્નીગ્ધ , શીતળ , ધાતુવર્ધક , રુચીકારક , કફ – પીત્તકારક , બળકારક , વજન વધારનાર , મળને બાંધનાર , ક્ષયમાં હીતકર , હૃદયરોગ , પાતળાપણું , રક્તદોષ અને વાતરક્તમાં હીતાવહ છે . એ શરીરની આંતરીક બળતરા મટાડે છે . અખરોટમાં બહુ ઓછા પ્રમાણમાં ચરબી હોય છે . એના નીયમીત સેવનથી આયુષ્યમાં પાંચથી દસ વર્ષનો વધારો થાય છે .
તે હૃદયને રક્ષણ આપે છે અને કોલેસ્ટરોલ ઘટાડે છે . અખરોટ ઉપરાંત કાજુ , બદામ , પીસ્તાં પણ પ્રોટીન અને વીટામીનથી ભરપુર હોય છે . અખરોટને સલાડમાં , દળીને નાસ્તામાં ખાઈ શકાય .
( ૧ ) અખરોટના તેલનું પોતું મળમાર્ગમાં મુકવાથી ફુલી ગયેલા હરસ શાંત થાય છે અને ચીરા – હીશર પણ મટે છે .
( ૨ ) અખરોટની કાંજી બનાવી લેપ કરવાથી સોજા મટે છે . અગત્સ્ય હરીતકી અવલેહ : ઉત્તમ પ્રકારનું આ ચાટણ એકથી બે ચમચી સવાર – સાંજ ખાલી પેટે લેવાથી ક્ષયરોગ , દમ , ઉધરસ , શરદી , એલર્જી જેવા કફના રોગો અને સંગ્રહાણી જેવા રોગોમાં લાભ થાય છે . આ ઔષધ ઉત્તમ રસાયણ પણ હોવાથી . ચામડીની કરચલીઓ પડવી , અકાળે વાળ સફેદ થવા , વાળ ખરવા વગેરે વીકૃતીઓમાં પણ હીતાવહ છે . એ બળ , વીર્યવર્ધક તથા શરીરના વર્ણને સુધારનાર છે . દુધ કે ઘી સાથે તેનું સેવન કરવાથી ઉત્તમ પ્રકારની પુષ્ટતા પ્રાપ્ત થાય છે . લગભગ દરેક ફાર્મસીમાં એ મળે છે .
અગથીયો અગથીયો મધ્યપ્રદેશ , બંગાળ , મુંબઈ અને ગંગા – જમનાની આસપાસના પ્રદેશોમાં ખાસ થાય છે .
વધુ પાણીવાળી જમીનમાં તેનાં ઝાડ પુષ્કળ ઝડપથી વધે છે અને ૧૫ થી ૩૦ ફુટ જેટલાં ઊંચાં થાય છે . એનાં વૃક્ષોનું આયુષ્ય સાતથી આઠ વર્ષનું જ હોય છે . એના પર ચંદ્રકળા જેવાં વળાંકયુક્ત સુંદર કુલ આવે છે . કુલનાં વડાં , ભજીયાં અને શાક થાય છે . એનાં પાંદડાંની પણ ભાજી થાય છે . અગથીયો ભુખ લગાડનાર , ઠંડ , ક્ષ , મધુર અને કડવો તેમ જ ત્રીદોષનાશક છે .
તે ઉધરસ , દમ , થાક , ગડગુમડ , સોજા અને કોઢ મટાડે છે . તેનાં કુલ જુની શરદી અને વાતરક્ત – ગાઉટ મટાડનાર છે . એની શીંગો બુદ્ધીવર્ધક , મૃતીવર્ધક તથા સ્વાદમાં મધુર હોય છે . એનાં પર્ણો અને ભાજી તીખી , કડવી , કૃમી , કફ , ખંજવાળ મટાડે છે . એનાં ફુલ કડવાં , તુરા , થોડાં શીતળ અને વાયુ કરનાર છે . અગથીયો સળેખમ અને રતાંધળાપણું દુર કરે છે .
( ૧ ) અગથીયાના પાનના ૨૦૦ ગ્રામ રસ વડે ૧૦૦ ગ્રામ ઘી સીદ્ધ કરી અડધીથી એક ચમચી ઘી દરરોજ રાત્રે દુધ સાથે લેવાથી રતાંધળાપણું અને આંખોની બીજી નબળાઈ મટે છે .
( ૨ ) માયગ્રેન – આધાશીશીમાં જે બાજુ માથું દુખતું હોય તેની બીજી બાજુના નાકમાં અગથીયાના પાનનો રસ ચાર – પાંચ ટીપાં પાડવાથી અથવા કુલોનો રસ પાડવાથી થોડી વારમાં જ દુખાવો મટી જશે . ( ૩ ) અગથીયાનાં પાંદડાંના રસનાં ટીપાં નાકમાં પાડવાથી સળેખમ , શરદી , શીર : શુળ અને ચોથીયો તાવ મટી જાય છે .
( ૪ ) કફના રોગોમાં અગથીયાના પાંદડાંનો રસ એકથી બે ચમચી જેટલો લઈ તેમાં એક ચમચી મધ મીશ્ર કરી સવાર – સાંજ પીવો . ( ૫ ) રાતા અગથીયાનો રસ સોજા ઉપર લગાડવાથી સોજા ઉતરી જાય છે . ( ૬ ) વાયુની વૃદ્ધીવાળું શરીર હોય તો રાતા અગથીયાના મુળની છાલ ચણાના બે દાણા જેટલી પાનના બીડામાં મુકી રોજ બપોરે જમ્યા પછી ખાવાથી વાયુનો પ્રકોપ શાંત થાય છે .