શિયાળાની સીઝન શરુ થઇ ગઈ છે એટલે અડદિયા પણ ઘરે ઘરે બનાવવાનું શરુ થઇ ગયું છે ઘણી મહિલાને અડદિયા બનાવતા નથી આવડતી અહી તમને અડદિયા બનાવવા માટે પરફેક્ટ માપ, ચાસણી ચેક કરવાની ટીપ્સ અને અડદિયા બનાવવા માટે ધ્યાન રાખવા જેવી બાબત નું વર્ણન કરેલું છે આ વાંચી લેશો એટલે તમે પણ ઘરે અડદિયા બનાવતા શીખી જશો . અડદિયા શિયાળાની સિઝનમાં ખાવામાં આવે છે . adadiya recipe બનાવતી વખતે અનેક વસાણાં નો ઉપયોગ કરવામાં આવે છે જે ખુબ આરોગ્ય માટે સારા માનવામાં આવે છે, ઘણા લોકો અડદિયા માં ખંડની ચાસણી ઉમેરે છે ઘણા લોકો ગોળ માંથી adadiya recipe બનાવે છે જે ખુબ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય માટે સારા છે
અડદિયા બનાવવાની રીત | adadiya banavvani rit | adadiya recipe | recipe in gujarati
અહી તમને ગોળમાંથી અડદિયા બનાવવા માટેની રેસીપી આપેલી છે જે ડાયાબીટીસના દર્દી માટે હેલ્થ છે, ગોળમાંથી અડદિયા બનાવવાની રીત નીચે આપેલ છે . adadiya recipe in gujarati એ એક શિયાળમાં બનતી મીઠાઈ છે જે તમે મહેમાનને ભોજનમાં પીરસી શકો છો.
adadiya recipe માટે જરૂરી સામગ્રી
- 100 ગ્રામ ચણાનો કરકરો લોટ
- 250 gm અડદનો કરકરો લોટ
- 250 ગ્રામ ગોળ
- 300 ગ્રામ ઘી
- 20 ગ્રામ સૂંઠ
- 1 ટેબલસ્પૂન ખસખસ
- 20 ગ્રામ બત્રીસું
- 25 ગ્રામ કાજુ
- 1/3 કપ દૂધ
- 50 ગ્રામ ગુંદર
- 25 ગ્રામ બદામ
- 1 ટીસ્પૂન ઈલાયચી પાવડર
- 50 ગ્રામ કોપરાનું છીણ
- 1/2 ટીસ્પૂન જાયફળ પાવડર
અડદિયા બનાવવાની રીત : adadiya recipe
સૌપ્રથમ ચણાના લોટ અને અડદના લોટ માં એક ટીસ્પૂન ઘી અને ૨ ટીસ્પૂન દૂધ ઉમેરીને બરાબર હલાવી લેવું ત્યારબાદ તે મિશ્રણને 15 મિનિટ માટે રહેવા દો હવે થોડા મોટા કાણા વાળી ચારણી એટલે કે ઘઉંન ચાલવાનો ઝારો પણ ચાલે તેની મદદથી મિશ્રણ ચાળી લેવું. અડદીયા ના પરફેક્ટ ટેક્ષ્ચર માટે આ સ્ટેપ ખૂબ અગત્જયનું છે .હવે એક વાસણમાં સૂંઠ, બત્રીસું (જો પસંદ હોય તો ) અને ખસખસ ઉમેરી ભેગા કરી લેવા. હવે એક કડાઈમાં થોડું ઘી ઉમેરી એમાં કાપેલા કાજુ બદામ ઉમેરીને હલકા ગુલાબી રંગના શેકી લેવા.
હવે એ જ કડાઈમાં ઘીમાં થોડું ઘી ગરમ કરી ગુંદર શેકી લેવો. ગુંદર ઠંડો પડી જાય એટલે તેને અધકચરો જેવો વાટી લેવો. ત્યારબાદ થોડું ઘી ઉમેરીને ધીમા તાપે કોપરાને હલકા ગુલાબી રંગનું શેકી લેવું. આ બધી વસ્તુઓ ને વસાણા માં ભેગી કરી લેવી.
હવે એ જ કડાઈમાં ઘી ઉમેરીને ચણાનો લોટ ઉમેરવો અને ધીરા તાપે શેકાવા દેવો. લોટ જેમ જેમ શેકાતો જશે તેમ એકદમ હલકો અને ઢીલો થતો જશે. લોટ ગુલાબી રંગનો થાય અને સરસ સુગંધ આવવા માંડે ત્યાં સુધી શેકાવા દેવો. હવે શેકાયેલા લોટને બીજી બધી વસ્તુઓ સાથે ઉમેરીને મિક્સ કરી લેવું.
હવે કડાઈમાં ઘી ઉમેરી અડદનો લોટ ગુલાબી અને હલકો થાય ત્યાં સુધી શેકી લેવો. આ લોટને પણ બીજી વસ્તુઓ સાથે ઉમેરીને બરાબર હલાવી લેવું.
હવે થોડું ઘી મૂકીને એમાં ગોળ ઓગળે એટલી જ વાર ગરમ થવા દેવું. ગોળનું પ્રમાણ પસંદગી પ્રમાણે વધારે કે ઓછું રાખી શકાય. ત્યારબાદ એને બીજી બધી વસ્તુઓ સાથે ઉમેરીને હલાવી લેવું. હવે તેમાં ઈલાયચી અને જાયફળનો પાવડર ઉમેરીને બરાબર હલાવી લેવું.
હવે કડાઈમાં દૂધ ઉમેરી ગરમ થાય એટલે તૈયાર કરેલી બધી વસ્તુઓને ઉમેરી બે થી ત્રણ મિનિટ માટે ધીમા તાપે શેકાવા દેવું. ગેસ બંધ કરીને થોડું ઠંડુ થવા દેવું. ત્યારબાદ તેના અડદિયા બનાવી લેવા. આ જ વસ્તુને કોઈ ગ્રીસ કરેલી થાળી કે ટ્રે માં ઢાળીને ચોરસ કટકા પણ કરી શકાય.
adadiya recipe ને એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરીને રોજ ઉપયોગમાં લેવા.
અડદિયા બનાવવા માટે ધ્યાન રાખવા જેવી બાબત | adadiya recipe
adadiya recipe વખતે તમારે એ ખાસ બાબતનું ધ્યાન રાખવાનું છે અડદિયા બનાવવા માટે ખાસ ખાંડની ચાસણી સારી બને તે બાબતનું ધ્ખાંયાન રાખવાનું છે ખાંડની ચાસણી નરમાશ માટે સારી છે. જો અડદિયા બનાવતી વખતે ખાંડની ચાસણી અને લોટનું મિશ્રણ જો કઠણ જેવી થઈ જાય તો મિશ્રણમાં તેમાં થોડું ગરમ દૂધ રેડો અને બરાબર મિક્ષ કરી લો
ચાસણી ચેક કરવાની ટીપ્સ
ચાસણી એક તાર , બે તાર ત્રણ તાર એમ અલગ કરવામાં આવે છે . એક તારની ચાસણી એટલે જે ખંડ અને પાણીનું મિશ્રણ ગરમ કરવા મુકેલું હોય તે એક ચમચાની મદદથી લી હાથમાં લેવું અને અંગુઠો અને આંગળીની મદદથી ચેક કરવું જો એક તાર થાય તો એક તારની ચાસણી બની છે એવું માનવું અને જો બે તાર થાય તો બે તારની ચાસણી તૈયાર છે adadiya recipe ને એરટાઈટ
અડદિયા બનાવવા માટે પરફેક્ટ માપ
- ૫૦૦ ગ્રામ અડદનો કરકરો લોટ
- 600 ગ્રામ ઘી
- 400 ગ્રામ ખાંડ
- 1/2 કપ ગુંદર
- 1/2 કપ કાજુ બદામ કિસમિસ
- 2 ચમચી અડદિયા નો મસાલો
- 1 ચમચી જાવંત્રી પાઉડર
- 1/2 કપ દૂધ
આ હતી adadiya recipe એ પણ પરફેક્ટ માપ સાથે જે મહિલાને અડદિયા બનાવતા નહિ આવડતા હોય એ પણ આ રેસીપી જોઇને અડદિયા બનાવતા શીખી જશે . adadiya recipe જો તમને પસંદ આવે તો મિત્રો સાથે શેર કરજો બીજી અનેક recipe in english મેળવવા માટે worldnewshot પર ક્લિક કરો