અેસીડીટી અને ગેસની સમસ્યાથી પરેશાન છો તો આ રહ્યા દાદીમાના 11 નુસખા

અેસીડીટીઃયે ક્યા હાલ બના રખ્ખા હે ભારે ખોરાક અને બેઠાડું જીવન ગેસ, આફરો અને અપચો જેવી તકલીફોને નોતરે છે. કસરત ન કરવી, પૌષ્ટિક ભોજન ન ખાવું અને ફાસ્ટફૂડના ચટાકાને કારણે આજકાલ મોટાભાગના લોકો ગેસથી સમસ્યાથી પરેશાન જોવા મળે છે. ગેસની તકલીફ પોતાની સાથે અનેક રોગોને નિમંત્રણ આપે છે. તેના કારણે અપચો થાય છે, માથુ દુખવા લાગે છે અને ખાટા ઓડકાર પણ આવે છે. પેટમાં દુખાવો પણ થાય છે. કોઇ કામમાં મન લાગતું નથી, એલોપથી દવાઓથી તેનું કાયમી નિદાન થઈ શકતું નથી.

જ્યારે ખાધા પછી ખાટા ઓડકાર આવે અને છાતીમાં બળતરા થાય ત્યારે પેટમાં ગેસ ભરાતો હોય છે. આવું ત્યારે થાય છે જ્યારે જઠરની અંદર રહેલું એસિડ અને ખોરાક જઠરમાંથી અન્નનળી તરફ ધકેલાય છે. જેમને વારંવાર આવી તકલીફ થતી હોય એમણે આ તકલીફમાંથી છુટકારો મેળવવા કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઇએ અને ઘરે જ તેનો દેશી ઈલાજ કરવો જોઇએ.

અનાનસના ટુકડા પર સાકર અને મરી ભભરાવીને ખાવાથી એસિડિટી મટે છે. • સફેદ કાંદાના રસમાં સાકર નાખીને પીવાથી એસિડિટી મટે છે. • સફેદ કાંદાને પીસી તેમાં સાકર અને દહીં મેળવીને ખાવાથી એસિડિટી મટે છે. • આમળાંનો રસ એક ચમચી, કાળી દ્રાક્ષ એક તોલો અને મધ અર્ધી ચમચી ભેગું કરી ખાવાથી એસિડિટી મટે છે.• એલચી, સાકર અને કોકમની ચટણી બનાવીને ખાવાથી એસિડિટી મટે છે. • કોળાના રસમાં સાકર નાખીને પીવાથી એસિડિટી મટે છે. સૂંઠ, ખડી સાકર અને આમળાંનું ચૂર્ણ લેવાથી એસિડિટી મટે છે. • અર્ધા લિટર પાણીમાં એક લીંબુનો રસ નાખી, અર્ધી ચમચી સાકર નાખી, બપોરના જમવાના અર્ધા કલાક પહેલાં લેવાથી એસિડિટી મટે છે.

ધાણા જીરાનું ચૂર્ણ ખાંડ સાથે લેવાથી એસિડિટી મટે છે. જમ્યા પછી છાતીમાં બળતરા થતી હોય તો તે પણ મટે છે. લીમડાનાં પાન અને આમળાંનો ઉકાળો બનાવી પીવાથી એસિડિટી મટે છે. ધાણા અને સૂંઠનું ચૂર્ણ પાણી સાથે લેવાથી એસિડિટી મટે છે. તુલસીનાં પાનને દહીં કે છાશ સાથે લેવાથી એસિડિટી મટે છે. આમળાંનું ચૂર્ણ રોજ સવારે અને રાત્રે એક એક ચમચી લેવાથી એસિડિટી મટે છે.

અમારા આ લેખ તમને પસંદ આવે તો અન્ય વ્યક્તિ સાથે શેર કરોઅને આવાજ અવનવા આર્ટીકલ મેળવવા અમારા ફેસબુક પેઝ્ને જરૂર like કરજો . જો તમે તમારા કોઈ લેખ અમારી વેબસાઈટમાં મુકવા માંગતા હોય તો કમેન્ટ જરૂર કરજો.

આ પણ વાંચો અને શેર કરો

લેટેસ્ટ ન્યુઝ તમારા ફોન પર મેળવવા માટે અમારા ફેસબુક પેઝને લાઇક કરો

તમે અમને twitter અને telegram પર લાઇક અને follow કરી શકો છો

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles