ઉનાળા માં મળતી કેરી માંથી આપણે અવનવી વાનગીઓ બનાવતા હોઇએ છે. જેમાં કાચી કેરી નો ઉપયોગ પણ બહોળા પ્રમાણ માં કરીએ છીએ. કાચી કેરી માંથી વિવિધ પ્રકાર ના અથાણાં , ચટણી , શરબત વગેરે બનવવા માં આવે છે. ઉનાળામાં તાપ વધુ હોય એટલે સુકવણી પણ અત્યારે જ કરીએ છીએ.
આજે આપણે આખું વર્ષ ઉપયોગમાં લેતા હોઇએ એવા આમચૂર પાવડર ની રેસિપી લઇ ને આવી છું. કેરી ની સીઝન પૂરી થાય એ પહેલા બનાવી ને રાખી લો. હવે આમચૂર બહાર થી ખરીદવાની જરૂર નહીં પડે. આમ’ એટલે કેરી અને ‘ચૂર’ એટલે ભુકો…
આમચૂર એ કાચી કેરી ની સુકવણી કરીને બનાવેલો ભુકો… જેનું આયુર્વેદ માં પણ ઘણું મહત્વ જણાવ્યું છે. સ્વાસ્થ્ય માટે ગુણકારી એવી કાચી કેરી નો ઉપયોગ આપણે બને એટલો આ સીઝન માં કરવો જોઈએ અને આખું વર્ષ આ આમચૂર પાવડર બનાવી ને ઉપયોગ કરી શકાય છે.
કાચી કેરી ખાવાના અગણિત ફાયદાઓ છે. કાચી કેરી માં વિટામિન A અને E આવેલું હોય છે. જે હોર્મોન્સ ના બેલેન્સ માં મદદરૂપ છે. કાચી કેરી અને મીઠું જોડે ખાવાથી શરીર માં પાણી નું પ્રમાણ પણ જળવાય રહે છે. સૌથી મોટો ફાયદો એ છે કે ઊંચા તાપમાને શરીરમાં થતા નુકસાન ને અટકાવે છે. એટલે જ કહેવાય છે કે ઉનાળા માં બને એટલો કાચી કેરી નો ઉપયોગ કરો. ખૂબ જ સરળ અને માત્ર 2 જ સામગ્રી થી બને છે આ આમચૂર પાવડર……..આમચૂર પાવડર બનાવવા જરૂરી સામગ્રી
- 2-3 નંગ દેશી કાચી કેરી( ખટાશ હોય એવી)
- 1/8 ચમચી મીઠું
સૌ પ્રથમ કડક અને કાચી હોય એવી દેશી ખાટી કેરી પસંદ કરો. આ કેરી ને ધોઈ ને સાફ કરી લો…….ત્યારબાદ છાલ ઉતારી ને લાંબી ચીરી કરો. મધ્યમ જાડાઈ ની ચીરી કરો કેમકે સુકાવાથી સાવ સંકોચાઈ જાય છે.
હવે આ કેરી ના લાંબા કરેલા કટકા ને એક સ્ટીલ ની થાળી માં લો. અને બહાર તાપ માં જઇ ને મીઠું મિક્સ કરી ને આખો દિવસ તાપ આવે એવી જગ્યા એ 2-3 દિવસ માટે આ કેરી ના કટકા ની સુકવણી કરો.
જ્યારે કેરી ના કટકા એકદમ સુકાય જાય અને ક્રિસ્પી બની જાય એટલે એક મિક્સર બાઉલ માં લઇ ને એકદમ ઝીણો પાવડર કેવો ભુકો ક્રશ કરી લો.
આ પાવડર ને એર ટાઈટ બોટલ માં ભરી ને આખું વર્ષ વિવિધ વાનગીઓમાં ઉપયોગ માં લો…પંજાબી વાનગીઓ , ફરસાણ , અને અનેક ચટણીઓ માં તમે આ આમચૂર ઉપયોગ માં લઇ શકો છો. કેરી જરા પણ પાકી ના હોવી જોઈએ. તે નુ ખાસ ધ્યાન રાખવુ
આખો દિવસ તાપ માં રાખવાથી આમચૂર વધુ સારું અને જલ્દી બને છે.
આ પણ વાંચો:
ક્રિસ્પી પફ ઘરે બનાવવા માટે ક્લિક કરો રેસીપી જાણો
આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવા ભરેલા મારચાનું અથાણું બનાવવાની રેસીપી
શુક્રવારની સ્પેશિયલ રેસીપી નોંધી લો
ખાવાની ખુબ મજા આવી જાય એવી રેસીપી
ઘરે લસણીયા ભૂંગળા બટાટા બનાવવાની રેસીપી નોંધી લો
બટેટા વડા, કોર્ન રોલ્સ, રાઈસ અપ્પે, પનીર ટીકી બનાવવાની સરળ રેસીપી
આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવો આમચૂર પાઉડર બનાવવાની રેસીપી