ખંજવાળ, ખસ, શરદી, ઉધરસ માટે ફાયદાકારક છે વનસ્પતિ આંકડો

આંકડો : આકડો ગરમ છે તેથી કફ અને વાયુના રોગોમાં બહુ સારું કામ આપે છે . પરંતુ એ ઝેરી છે , તેથી તેનો સાવચેતીથી ઉપયોગ કરવો જોઈએ .

( ૧ ) નાનાં પતાસામાં કાણું પાડી તેમાં આંકડાના દૂધનાં બે – ચાર ટીપાં નાખી રાખી મૂકવાં . જ્યારે શ્વાસના રોગીને એકદમ દમનો હુમલો થાય ત્યારે આ પતાસું ખાઈ જવાથી કફ ઢીલો થઈ બહાર નીકળી જશે અને શ્વાસનો હુમલો હળવો પડશે .

( ૨ ) તલ કે સરસવના તેલમાં આંકડાનાં મોટાં , પાકાં , ભરાવદાર પાન એક એક નાખી તળવાં . પાન સાવ બળી જાય એટલે તેને કાઢી બીજું પાન તળવું . આ રીતે તૈયાર કરેલું તેલ શીશીમાં ભરી લેવું , વાના દરેક જાતના દુ : ખાવામાં આ તેલની માલિશ કરવાથી ફાયદો થાય છે .

( ૩ ) પેટમાં દુ : ખતું હોય તો આંકડાના પાકા પાનને ગરમ કરી પેટ ઉપર બાંધવાથી પેટનો દુઃખાવો મટે છે

( ૪ ) આંકડો એક રસાયન આંયધ છે . જેનાથી શરીરની સાતેય ધાતુઓનું પોષણ થાય તેને રસાયન કહે . એનાથી યકૃત – ની ક્યિા સુધરે છે . વાયુ , પિત્ત અને કફ ત્રણે દોષોમાં આંકડાથી લાભ થાય છે .

( ૫ ) ખુજલી – ખંજવાળમાં આંકડાના પાનના રસમાં હળદર મેળવી લગાડવાથી તે મટે છે . ‘

( 6 ) ખસનો ફોલ્લો ફોડી આંકડાનું દૂધ લાગડવાથી ખસ જલદી મટે છે .

( ૭ ) હળદરના ચૂર્ણમાં આંકડાનું દૂધ અથવા ગૌમૂત્ર મેળવી લેપ કરવાથી અથવા પેસ્ટ બનાવી શરીરે ઘસવાથી ખંજવાળ – ખૂજલી તરતો જ મટી જાય છે . |

( ૮ ) મોઢા પર કે શરીરના કોઈપણ ભાગ પર કાળાશ હોય તો આંકડાના દૂધનાં થોડાં ટીપાં ગૌમૂત્રમાં મેળવી ઘસવાથી થોડા જ દિવસોમાં રાંવાળપ અને સુંદરતા આવે છે .

( ૯ ) કફ કેમે કરી છૂટો પડતો . ન હોય અને કબજિયાત રહેતી હોય તો આંકડાના દૂધનાં ચારથી પાંચ ટીપાં પતાસામાં પાડી રોજ એક પતાસું સવાર – સાંજ ખાવાથી ખૂબ જ રાહત થાય છે .

ઈસપગોલ : બહુમૂત્રતામાં સાદા પાણી સાથે કાયમ સવાર બપોર સાંજ ૧ – ૧ ચમચો ઈસ૫ગોલ ફાકવું .

આ જીવનમાં જે કાંઈ પ્રાપ્ત કરવા જેવું છે તેનો ઉદભવ હૃદયમાં થાય છે , મગજમાં નહિ . ‘ – સુઝેન – એ – ઝીન .

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles