દરેક ના ઘરમાં બાળક નાનું હોય ત્યારે આખું ઘર તેની સારસંભાળમાં લાગી જાય છે તેને સંભાળતા-સંભાળતા તો મા-બાપ બંને ને તેમજ ઘરના તમામ સભ્યને આભે તારા દેખાય જાય છે જો. બાળક ખૂબ નાજુક હોય છે અને તેને સહેજ પણ વાગે તો સહન કરી શકતું નથી.
બાળકને ઘાટી પડવી એટલે કે ગળુ પડવું : બાળકના માથામાં ખાડો પડે અને બાળક સુકાતું જાય
જો બાળકને ગળું પડે અને બાળક સુકાતું જ્યાં તોં આટલું જરૂર કરજો મોટી હરડે પાણીમાં ઘસવી, તજ નો ઘસારો કરવો. આ બંને મિક્સ કરી એક ચમચી ઘસારા માં ગોળ અથવા મધ નાખી અને પીવા આપવું સવારે ૯ વાગ્યે પાંચ દિવસ
અડધી ચમચી આદુનો રસ, મગની દાળ જેટલું સિંધાલુણ, આઇસક્રીમની ચમચી જેટલો ગોળ મિક્સ કરી અને ચટાડવું. સવારે ૧૧ વાગ્યે સાત દિવસ.
એરંડિયા ના પાન માં ઘી લગાડી બાળકના માથા ઉપર રાખવું એક કલાક દિવસમાં એક વખત. ત્રણ દિવસ. 🙏 વજ અને જાયફળ બંને નો બે ચપટી પાવડર દૂધમાં વાટી બાળકના માથા ઉપરના ભાગમાં જ્યાં ખાડો પડ્યો હોય ત્યાં લગાડવું ત્રણ દિવસ
મગના દાળ જેટલો લીંડીપીપર નો પાવડર માં મધ નાખી અને ચટાડવું. બાળક પાંચ કે તેથી મોટું હોવું જોઈએ. સવાર-સાંજ પાંચ દિવસ. જો બાળક પાંચ કરતા નાનો હોય તો. જો બાળક ફીડિંગ કરતું હોય તો બાળકની માતાએ અડધી ચમચી ત્રિફલા પાઉડર સવાર-સાંજ લેવો મધ ,ગોળ ,અથવા પાણી સાથે લઈ શકાય . સાત દિવસ
હળદરનો ગાંઠિયો પાણીમાં લસોટી , ગાયના દૂધ નું માખણ , કે મલાઈ સાથે બાળક ની પીઠ પર, કાનની પાછળ અને ડોક પર લગાડવું. રાત્રે લગાડી સવારે કાઢી નાખવું. ત્રણ દિવસ
જો બાળકને બેડ પર સુવાની ટેવ હોય તો ખાસ ધ્યાન રાખવું જોઈએ અને બાળક ઊંઘમાં બેડ પરથી પડી જાય તો શું કરવું જોઈએ બાળક બેડ પરથી પડી જાય ત્યારે તેને ક્યાં વાગ્યું છે તે પણ જાણી શકાતું નથી. જો તમારૂં બાળક પણ પથારીમાં આળોટીયા મારવાનું શીખી ગયું છે, તો તે વાતની જરૂરથી ધ્યાન હોવું જોઈએ કે, તે પલંગ પરથી પડી જાય તો શું કરવું….
પહેલા શું કરશો? ઘણી વખત બાળક પડવાના કારણે બેભાન થઈ જાય છે તો સૌ પ્રથમ તેને ઊઠાડવાનો પ્રયાસ કરો. જો બાળકને માથામા ગંભીર રીતે વાગ્યું હોય, જેમ કે લોહી વહી રહ્યો હોય કે પછી બેભાન થવાના લક્ષણો દેખાઈ રહ્યા હોય તો સૌથી પહેલા નજીકની હોસ્પિટલમાં લઈ જાઓ.
ગંભીર ઈજા ન થઈ હોય તો…જો બાળકને ઈજા નથી પહોંચી તો, તેને ધીમેથી ઉપાડો અને છાતીસરસો ચાંપી લો. બાળક પડવાથી ડરી જાય છે. જો બાળક 1 વર્ષ કરતા નાનું હોય તો ડોક્ટરને ફોન કરીને સલાહ લો
બાળક પડી જાય અને જો બાળક ઉલ્ટી કરે તો…જો તમારૂં બાળક ઉલ્ટી કરી રહ્યું છે, તો તેની ડોકને સીધી કરો અને તમારી તરફ ફેરવો. પડે અને માથામાં થઈ લોહી નીકળે તો હુફાળા રૂમાંથી તે દબાવીને સાફ કરો અને ડોક્ટર પાસે લઇ જાવ
બાળકને કેટલું વાગ્યું છે તે જાણવું મુશ્કેલ બની જતું હોય છે. જો પડ્યા બાદ આવા લક્ષણ દેખાય તો સમજી લેવું કે તાત્કાલિક હોસ્પિટલ જતું રહેવું જોઈએ જેમકે …– બેભાન થવું, ઉલ્ટી થવી, નાક અથવા કાનમાંથી લોહી નીકળવું– માથાના ભાગમાં વાગવું કે સોજો આવી જવો