વેજીટેબલ પૌઆ કટલેટ

વેજીટેબલ પૌઆ કટલેટ:
હાઇ ફે્ન્ડસ, તમે બધા કટલેટ તો બનાવતા જ હશો.આજે હું તમારા માટે કટલેટની હેલ્ધી અને સ્વાદિષ્ટ વેરાયટી લઈને આવી છુ જે નાના મોટા બધાને ગમશે.આને તમે બે્કફાસ્ટમાં કે ઈવનીંગ સ્નેક્સમાં પણ બનાવી શકો છો.તો નોંધી લો અત્યારે જ મારી આ રેસીપી અને બનાવો તમારા કિચનમાં.
સામગી્:


પૌઆ-૧ કપ, બાફેલા બટાકા- ૧ કપ, ગાજર- અડધો કપ(છીણેલુ), ફણસી-૧/૪ કપ, ડુંગડી-૧/૪ કપ, આદુ મરચાની પેસ્ટ- ૨ ટી સ્પૂન, કોથમીર-૧ ટેબલ સ્પૂન, પનીર- અડધો કપ, કોનૅ ફ્લોર-૧ ટેબલ સ્પૂન, મેંદો-૨ ટેબલ સ્પૂન, મરી પાઉડર-૧ટી સ્પૂન, લાલ મરચુ પાઉડર-૧ ટી સ્પૂન, ગરમ મસાલો-હાફ ટી સ્પૂન, મીઠુ-સ્વાદ મુજબ, ચાટ મસાલો-૧ટી સ્પૂન, લીંબુનો રસ-૧ ટેબલ સ્પૂન, બે્ડ ક્મ્સ- કોટીંગ માટે

રીત:
પૌઆને ધોઈને ૧૦ મિનિટ રાખી મૂકો.પેનમાં ૧ ટેબલ સ્પૂન જેટલુ તેલ ગરમ થાય એટલે ગાજર,ફણસી અને ડુંગડી સાંતડો.એક બાઉલમાં પૌઆ,બાફેલા બટાકા,સાંતડેલા વેજીટેબલ્સ,આદુ મરચાની પેસ્ટ,પનીર,મીઠુ,લાલ મરચુ,ગરમ મસાલો,ચાટ મસાલો,લીંબુનો રસ અને કોથમીર ઉમેરીને મિક્સ કરો.મિક્સ થઈ જાય એટલે રાઉન્ડ કે તમને ગમતો શેઇપ આપો.મેંદામાં કોનૅ ફ્લોર,મરી પાઉડર અને મીઠુ અને જરૂર મુજબ પાણી ઉમેરીને પેસ્ટ તૈયાર કરો.તૈયાર કરેલી કટલેટને મેંદાની પેસ્ટથી કોટ કરીને બે્ડ ક્મ્સમાં કોટ કરીને પેનમાં શેલો ફા્ય કે ડીપફા્ય કરી લો.
વેરીયેશન:
તમે બીજા વેજીટેબલ્સ જેમ કે લીલા વટાણા,કોબીજ ઉમેરી શકો છો.જો કટલેટ ના બને તો થોડો કોનૅ ફ્લોર ઉમેરી દો.કટલેટમાં ગી્ન અને સ્વીટ ચટણી,ડુંગડી,ટામેટા,સેવ મિક્સ કરીને ચાટ તૈયાર કરી શકો છો.

તો તૈયાર છે વેજ પૌઆ કટલેટ.સેવ અને કોથમીરથી ગાનૅીશ કરીને સવૅ કરો.આશા છે તમને મારી આ રેસીપી પસંદ આવશે.કમેન્ટ્સમાં જણાવજો કે આ રેસીપી કેવી લાગી જેથી બીજી રેસીપી શેયર કરી શકુ.

 

 

 

 

 

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles