મોઢા માં પાણી આવી જાય એવા સ્ટ્રીટ ફૂડ બનાવવાની રેસીપી જાણો

0
4259

દરેક લોકોને ઘરે બનાવેલ ફાસ્ટ ફૂડ ઓછું ભાવતું હોય છે જો બજારમાંથી લય આવવામાં આવે તો વધુ પસંદ આવે છે તો આજે આપણે બજારમાં મળતા મોઢા માં પાણી આવી જાય એવા સ્ટ્રીટ ફૂડ બનાવવાની રીસીપી શીખીશું સૌ પ્રથમ સમોસા બનાવવાની રીત જાણીશું:

સમોસા બનાવવા માટે જરૂરી સામગ્રી: samosa recipe | samosa bnavvani rit |samosa recipe in gujarati

  • 250 ગ્રામ બટાકા(બાફી ઝીણા સમારેલા)
  • 1/2 કપ ડુંગળી (ઝીણી સમારેલી)
  • 1/2 કપ વટાણા (બોઈલ)
  • 1/4 કપ કેપ્સીકમ (ઝીણું સમારેલું)
  • 1/4 કપ રેડ બેલપેપર (સમારેલું)
  • મીઠું પ્રમાણસર
  • 1/4 ચમચી ગરમ મસાલો
  • 1/4 ચમચી ચાટ મસાલો
  • પડ માટે:
  • 1 1/2 કપ મૈદા
  • 3 ચમચી ઘી
  • મીઠું પ્રમાણસર
  • તળવા માટે તેલ

મોસા બનાવવા માટેની રીત: સૌપ્રથમ બટાકા માં બધું મિક્સ કરી પોટેટો મેશર થી મેશ કરો જ્યાં સુધી બધું એકરસ ન થઈ જાય.મૈદા માં મીઠું અને ઘી ઉમેરી હુંફાળા પાણી થી લોટ બાંધી લુવા કરી લંબગોળ રોટી બનાવી વ્ચ્ચે થી કટ્ટ કરી કોન શેઈપ બનાવી પુરણ ભરી બંધ કરી કાંગરી બનાવી છે. કઢાઈ માં તેલ ગરમ કરી પહેલા ફાસ્ટ પછી મિડીયમ તાપે સમોસા ગોલ્ડન બ્રાઉન કલર નાં તળી લેવાં.  કેચઅપ સાથે ગરમાગરમ સર્વ કરો.

પાવભાજી બનાવવા માટે જરૂરી સામગ્રી : pavbhaji recipe | pavbhaji bnavvani rit | pavbhaji recipe in gujarati

  • ૧ કપ ફલાવર
  • ૧ કપ કોબી
  • ૧ કપ રીંગણાં
  • ૧ કપ બટેકા
  • ૧ કપ લીલાં વટાણા
  • ૨ નગ ડુંગળી સમારેલી
  • ૧ નગ ટામેટું સમારેલું
  • ૧/૨ ચમચી આદું અને મરચાં ની પેસ્ટ
  • ૧ નગ લસણ ની ચટણી
  • ૨ ચમચી લાલ મરચું પાઉડર
  • ૧/૨ ધાણા જીરું પાઉડર
  • ૧/૨ ચમચી હળદર પાઉડર
  • ૧/૨ ચમચી પાવ ભાજી મસાલો
  • લીંબુ સ્વાદ અનુસાર
  • ૩ ચમચી તેલ
  • ૨ ચમચી ઘી
  • બટર
  • સેકેલાં પાઉં
  • કોથમીર
  • ડુંગળી અને ટામેટાં નું સલાડ
  • અડદ ના પાપડ

પાવભાજી બનાવવા માટેની રીત:  પેહલા એક કુકર માં બધા શાકભાજીને બાફી લો, હવે એક કડાઈમાં તેલ અને ઘી ગરમ કરવા મૂકો પછી તેમાં હિંગ નાખી ને તેમાં ડુંગળી, ઉમેરો ને તેને બરાબર સોત્રી લો, પછી તેમાં ટામેટાં ઉમેરી ને પણ સોત્રિ લો, હવે તેમાં બાફેલા શાકભાજી ઉમેરો, પછી બધા મસાલા ઉમેરી દો ને તેને ૫ મિનીટ સુધી રહેવા દો તેલ નીકળે એટલે તેની ઉપર લસણ ની ચટણી નો વધાર રેડી દો તેને ઢાંકી ને ૨ મિનીટ સુધી રહેવા દો,  હવે તેને એક ડીશ માં કાઢી ને ઉપર થી કોથમીર અને બટર થી ગાર્નિશ કરી સર્વ કરો, તેને મેં પાઉ, પાપડ, ડુંગળી અને ટામેટાં ના સલાડ સાથે સર્વ કરો.

નામ સંભાળીને મોમાં પાણી આવી જાય એવી વર્લ્ડ ફેમસ પાણીપુરી ઘરે બનાવતા શીક્ગીશું પાણીપુરી બનાવવા જરૂરી સામગ્રી: panipuri recipe | pani puri nu pani bnavvani rit | pani puri pani | panipuri masalo
| panipuri recipe in gujarati

૧ પેકેટ પૂરી , સ્ટફિંગ બનાવવા માટે , ૨ બાફેલા બટાકા , ૧/૨ કપ બાફેલા કાળા ચણા , મીઠું સ્વાદાનુસાર , ૧ ટી સ્પૂન લાલ મરચું , ૧/૨ ટી સ્પૂન પાણીપુરી નો મસાલો , ફુદીના ની તીખું પાણી બનાવવા , ૧/૨ કપ કોથમીર , ૧/૨ કપ ફુદીનો , ૩-૪ તીખા લીલા મરચાં , ૧/૨ ટી સ્પૂન સંચળ પાઉડર , ૧/૨ ટી સ્પૂન મીઠું , ૧ નંગ લીંબુ નો રસ , ૧ ટી સ્પૂન પાણીપુરી નો મસાલો , ચપટી હિંગ , ગળ્યું પાણી બનાવવા માટે , ૧/૨ કપ બાફેલી આંબલી નો પલ્પ , ૧/૨ કપ ખજૂર , ૧/૨ કપ ગોળ , ૪ ટી સ્પૂન ખાંડ , ૧/૪ ટી સ્પૂન સંચળ પાઉડર , ૧/૪ ટી સ્પૂન લાલ મરચું , ૧/૨ ટી સ્પૂન ધાણાજીરુ , ચપટી હિંગ , સર્વ કરવા માટે ,નાયલોન સેવ

પાણીપુરી બનાવવા માટેની રીત: સૌ પ્રથમ બટાકા અને ચણા બાફી લો.ત્યાર બાદ એક બાઉલ માં બાફેલા ચણા અને છાલ કાઢી ને બટાકા અને ચણા લો.તેમાં મીઠું,લાલ મરચું અને પાણીપુરી નો મસાલો ઉમેરી ને બધું મિક્સ કરી લો.એટલે પૂરી મા ભરવા માટે નો મસાલો તૈયાર. હવે ફુદીના નું પાણી બનાવવા માટે એક મિક્સર જારમાં કોથમીર,ફુદીનો,લીલા મરચાં,મીઠું,સંચળ પાઉડર,પાણીપુરી નો મસાલો,લીંબુ નો રસ અને હિંગ નાખી ને થોડું પાણી નાખી ને ક્રશ કરી એક પેસ્ટ બનાવી લો.હવે આ પેસ્ટ ને એક બાઉલ લઈ ને તેમાં જરૂર મુજબ પાણી અને બરફ ઉમેરી ને તીખું પાણી બનાવી લો. ગળ્યું પાણી બનાવવા માટે કૂકર મા ખજૂર,આંબલી,ગોળ નાખી ને બાફી લો.ત્યાર બાદ ક્રશ કરી ને ગાળી લો.હવે તેમાં લાલમરચું,સંચળ,ધાણાજીરુ અને હિંગ નાખી ને જરૂર મુજબ પાણી નાખી ને ગળ્યું પાણી તૈયાર કરી લો. તો તૈયાર છે ટેસ્ટી અને તીખા અને ગળ્યા પાણી સાથે ચટાકેદાર તીખા મસાલો અને નાયલોન સેવ સાથે પાણીપુરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here