નાના – નાના પણ અસરકારક દાદીમાના ટૂચકા જરૂર અજમાવી જૂઓ

નાના – નાના પણ અસરકારક દાદીમાના ટૂચકા જરૂર અજમાવી જૂઓ..  એરફ્રેશનરથી કાચ સાફ કરવાથી કાચ  ચમકીલો થશે સાથે સાથે રૂમ સુંગધથી ખીલી  ઊઠશે. ઘણી વખત આપને પ્લાસ્ટીકની બોટલમાં છાસ ભરતા હોય છી આ છાસની બોટલ સાફ કરવાનો ખુબ કંટાળો આવે છે જો તમે સરસ અને ઝડપથી છાસની બોટલ સાફ કરવા માંગતા હોય તો  પ્લાસ્ટિકની બાટલીઓ અને ડબાઓને અંદરથી સાફ કરવા માટે થોડું  હુંફાળા પાણીમાં લીંબુનો રસ ભેળવી રાતના ભરવું આમ કરવાથી સવારે બોટલ સરસ સાફ થઈ જશે તમારે બોટલ સાફ કરવામાં વધુ મહેનત નહિ કરવી પડે.સવારે સારા  સવારે પાણીથી ધોઇ નાખવું .

વાળ ઘાટ્ટા , મુલાયમ , કાળા અને લાંબા બનાવવા માટે દાદીમાના ટુચકા જરૂર વાંચજો મહેંદી , દહીં , લીંબુ અને ચાનું મિશ્રણ બે – ત્રણ કલાક વાળમાં લગાડી વાળ ધોઇ નાખવાથી વાળ ઘાટ્ટા , મુલાયમ , કાળા અને લાંબા થાય છે.

જો તમને અજીર્ણ રહેતો હોય અને તમારા પેટમાં વાયુ થતો હોય તો આ ટુચકા અપનાવો અજીર્ણની તકલીફથી રાહત પામવા ફૂદીનાનો રસ પાણીમાં ભેળવી પીવાથી લાભ થાય છે.  તુલસી, ફૂદીનો, મરી અને આદુનો ઉકાળો પીવાથી વાયુ મટે છે

દરેક મહિલાઓ તેલની વાનગી બનાવે એટલે તેલથી કંટાળો આવે છે ખાસ કરીને તેલવારા વાસણ સાફ કરવામાં જો તમને પણ તેલ વારા વાસણ સાફ કરવામાં કંટાળો આવે છે તો આ ટીપ્સ અપનાવો તેલ વારા વાસણ ઝડપથી સાફ થઈ જશે  તેલનું લોયું ખાલી કરવું હોય તો તેમાં થોડો લોટ નાખીને લોયુ લુછવાથી લોયામાંથી ચીકાશ દૂર થશે તેમજ તેલ લોટમાં આવી જશે.

ટર્પેન્ટાઇન અને પાણી ભેળવી ટાઇલ્સ લૂછવાથી તેના પરના ડાઘા સરળતાથી થશે. બિનઉપયોગી લોખંડના વાસણોને કાટ ન લાગે માટે તેને તેલ ચોપડીને રાખવા .  ખસખસનું શરબત પિત્તમાં રાહત અપાવે છે .  શાકમાં પનીર નાખવું હોય તો પનીરને તળી તરત જ પાણીમાં નાખવાથી પનીર મુલાયમ રહે છે.પનીર તળ્યા વગર પણ શાકમાં નાખી શકાય છે . મચ્છર ભગાવતી કાચબા અગરબત્તીની રાખ છોડવાઓમાં નાખવાથી છોડવાઓને પોષણ મળે છે .  વાસણમાંની ચીકાશ દૂર કરવા ઉપયોગમાં લીધેલ એલ્યુમિનિયમ ફોઇલ તેમજ દવાઓની એલ્યુમિનિયમ સ્ટ્રિપ્સનો ઉપયોગ કરી શકાય .  રોજ વપરાશમાં આવતા ચાંદીના વાસણો પર બટાટુ ઘસવાથી ચકચકિત થઇ જશે . મેથીના સાત – આઠ દાણા ખાવાથી સાંધાના દુખાવામાં રાહત થાય છે

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles