ઉનાળામા વારંવાર નસકોરાં સુકાઈ જાય તો શું કરવું જોઈએ?

0
224

ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં લોકો પરેશાન થઇ જાય છે અને બીમાર પડવાના કિસ્સા પણ વધતા જાય છે લોકો આ ગરમીથી બચવા ઠંડુ ખાવાનું પસંદ કરે છે અને ઉનાળાની ગરમીમાં નાક ના નસકોરા સુકાઈ જતા હોય છે  જો  ઉનાળામા નસકોરાં સુકાઈ જાય તો શું કરવું જોઈએ? 

આયુર્વેદ પ્રમાણે  શ્વાસ લેવાની રીત આપણા જીવનનો જ નહીં વ્યક્તિત્ત્વનો આધાર રહેલો  છે. યોગમાં શ્વાસ લેવાની રીત સમજાવવામાં આવી છે અને  એક એક નસકોરાંથી વારાફરતી શ્વાસ લેવાનું મહત્ત્વ પણ સમજાવવામાં આવ્યું છે છે. વાસ્તવિકમાં કુદરતે આપણું દરેક મનુષ્યનું  નાક એ રીતે જ બનાવ્યું છે.નાકનું  એક નસકોરું બે કલાક વધુ શ્વાસ લે છે, પછીના બે કલાક બીજું નસકોરું શ્વાસ લે છે . તમે તમારા ઘરે  અરીસા નજીક નાક રાખીને શ્વાસ છોડતાં ઉચ્છવાસની વરાળના બે ધબ્બાં દેખાશે, એક મોટું અને બીજું નાનું . એક નસકોરું ૨૫ ટકા શ્વાસ ખેંચે છે અને બીજું ૭૫ ટકા શ્વાસ લે છે.

દર બે કલાકે ૭૫ ટકા શ્વાસ લેતું નસકોરું બદલાઈ જાય છે. આ ગોઠવણના કારણે બંને નસકોરાંનો ભેજ જળવાઈ રહે છે. ઉનાળાની કાળઝાળ ગરમીના કારણે કુદરતની આ ગોઠવણ પણ ફેઈલ થઈ જાય છે અને નસકોરાં સુકાઈ જાય છે. આવું ન થાય એ માટે ઉનાળામાં ઠંડું પાણી ન પીવું, સામાન્ય તાપમાનનું પાણી વધુ પીવાનું રાખવું. એક કપ ડિસ્ટીલ્ડ વોટર અને એક કપ નળનું પાણી લઈ પાંચ મિનિટ ઉકાળીને ઠંડું કરો.

આ પાણી સ્પ્રે બોટલમાં ભરીને નાકમાં સ્પ્રે કરતા રહો. આસપાસ વરાળ બનાવતું મશીન રાખો. વરાળ સીધી શ્વાસમાં ન લેશો. ભીના વાઈપ્સ નસકોરાંમાં ફેરવો. નાક છણકવાનું બંધ કરો. બીજું કંઈ હાજર ન હોય તો કોરોના માટેનો માસ્ક પહેરી લો. ઉચ્છવાસની વરાળ ફરી શ્વાસમાં જવા લાગતાં તરત રાહત થવા લાગશે.

ઉનાળામા સતત તાપ અને ગરમીમાં  નસકોરાં સુકાઈ જાય તો  આ રીતે ખોલી શકાય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here