બોર ખાઈને એના ફાયદા મેળવો, સાથે ઠળિયાનો પણ ઉપયોગ કરો.પહેલાંના જમાનામાં ગામડામાં ઢોર ચરાવનારા અને ખેતી કરનારા કે વાડીઓમાંથી બકરી-ઘેટાં ચરાવનારા માણસો વગડામાં બીજું કંઈ ન મળતાં બોરડી પરથી બોર તોડીને ખાતા રહેતા. આ કારણે બોર ખાનારા લોકોનું શરીર પણ બોર જેવું જ લાલચટક થઈ જતું. આયુર્વેદમાં પાકાં ચણીબોર પથ્ય, બલ્ય, રુચિકર-વૃષ્ય-શુક્રલ-ભૂખ વધારનારા, પૌષ્ટિક, રક્તવર્ધક અને શરીરમાં સ્થિરતા લાવનારાં કહેવાય છે. પાકેલાં લાલ ચણીબોર મોટે ભાગે ત્રિદોષશામક હોય છે.બોરના ઝાડ પર નાનાં ચણી બોર થાય છે એમ બોરડીના મોટા ઝાડ પર મોટાં બોર થાય છે. વગડાની બોરડીમાંથી એક-એક કરીને વીણેલા લારીમાં મળતાં આ બોર-ચણીબોર કરતાં મોટી બોરડી પર થનારાં મોટાં બોરનું પ્રમાણ હવે ફળમાર્કેટમાં વધ્યું છે. છેલ્લાં પચીસ વર્ષમાં બોરની ખેતીમાં સંશોધન થતાં હવે એનો પાક પણ વધારે ઊતરે છે. એની સારી જાતિને માર્કેટમાં મોટાં બોરને નામે વેચાય છે. આયુર્વેદમાં મોટાં બોરને રાજબદર કહેવાય છે.આ મોટાં બોરમાં ગર્ભ અને વજન વધુ હોવાથી ખાવામાં થોડાં ભારે, વધુ પૌષ્ટિક અને વધુ જાતીય શક્તિવર્ધક ગણાય છે. મોટાં બોર રસમાં મધુર-તૂરાં અને ર્વીયમાં ઠંડાં હોવાથી પિત્તશામક છે. મધુર-સ્નિગ્ધ્ા અને ગુરુ હોવાથી વાયુનાશક છે. છતાં શરીરમાં કફ નથી વધારતાં. શરીરમાં થતી બળતરાને કે ટ્યુબરક્યુલોસિસ, શૂળ, થાક અને સોજાને મટાડવામાં મદદરૂપ થાય છે. આયુર્વેદમાં બધા જ પ્રકારના બોરમાં મોટાં બોર કે રાજબદરને સર્વશ્રેષ્ઠ કહ્યાં છે.આપણે ત્યાં બોરડીના ઝાડ પર થતાં મધ્યમ સાઇઝનાં બોર પણ ગુણમાં સારાં છે. મધ્યમ માપનાં બોરમાં મોટાં બોર જેવા જ ગુણ છે. સુકવણી કરવામાં એનો વધુ ઉપયોગ થાય છે, કારણ કે મધ્યમ માપનાં બોરને સૂકવી એનો પાઉડર કરી એનો દવાઓમાં ખાસ ઉપયોગ થાય છે.નાનાં અને મોટાં સુકવણી કરેલાં બોર હવે બારે માસ મળે છે. આમાં સિંધવ નાખી પ્રિઝર્વ કરવામાં આવે છે. ઉનાળામાં એની ડિમાન્ડ વધારે હોય છે એટલે એનું શરબત બનાવવામાં આવે છે. આ સૂકાં બોરના શરબતથી સૂકી ઉધરસ, તરસ, થાક, બળતરા અને રક્તવિકારમાં રાહત મળે છે. આવાં બોર હૃદ્ય હોવાથી હૃદયરોગમાં પથ્યકર છે.
કયાં બોર ન ખાવાં?કોઈ પણ પ્રકારનાં બોર જે કાચાં છે અથવા બરાબર પાક્યાં નથી કે ખાટાં હોય ત્યારે ન ખાવાં. આ કાચાં-ખાટાં બોર ખાવામાં અપથ્ય છે, કારણ કે એ શરીરમાં કફ અને પિત્ત વધારે છે. એ તાવ-શરદી સળેખમ, શીળસ, સોજો, માથાનો દુખાવો વગેરે રોગ પેદા કરે છે.ક્યારે ન ખાવાં?ખાસ કરીને ખાટાં બોર (અને મીઠાં પણ) દૂધ સાથે અથવા દૂધ પીધા પછીના બે-ત્રણ કલાક સુધી ન ખાવાં. દૂધ અને બોર વિરુદ્ધ આહાર છે. એને કારણે ચામડીના રોગ, હાથે/પગે/ મોઢા પર સોજા, શરદી વગેરે થાય છે.બોર ખાઈને આપણે ઠળિયા ફેંકી દઈએ છીએ, પણ એના ગુણ તો બોર કરતાં પણ વધુ સારા છે. ઠળિયાનું અંદરનું મીંજ તૂરું, મધુર, પિત્તશામક, બલ્ય, શુક્રલ અને વૃષ્ય છે. એના કેટલાક પ્રયોગો જોઈએ.ઠળિયામાંનું મીંજ પીસીને મધમાં ચટાડવાથી ઊલટી બંધ થાય છેમીંજનું ચૂર્ણ મધમાં ચટાડવાથી હેડકીમાં રાહત મળે છે.પ્રદરની તકલીફમાં આખાં સૂકાં બોરનો પાઉડર કરી મધ અને ગોળમાં મેળવી સવાર-બપોર-સાંજ ત્રણ વાર પાણી સાથે ચટાડવો.બોરના ઠળિયાને પીસીને આંખોમાં આંજવાથી આંખોનું તેજ વધે છે અને આંખોના બધા જ રોગોમાં ફાયદો થાય છે. -ડૉ. રવિ કોઠારીસરસના એક ફળિયામાં બોરડીનું ઝાડ હોવાને કારણે એ ફળિયાનું નામ બોરડી ફળિયું છે..(