ફલાવરનું શાક કાળું અથવા પીળું પડી જતું હોય તો આ વસ્તુ ફલાવરના શાકમાં નાખવાથી શાકમાં ફલાવરનો કલર જળવાય રહેશેઆમ ફલાવરનું શાક બનાવતી વખતે એમાં બે ચમચી દૂધ ઉમેરવાથી ફલાવર ચડી ગયા પછી પણ સફેદ રહે છે. જયારે તમે તહેવાર ઉપર નાસ્તામાં પૂરી બનાવો છે અને પૂરીને એકદમ ક્રન્ચી અને ક્રીશ્પી બનાવવા માંગતા હોય તો લોટ બાંધતી વખતે ઉમેરો આ એક વસ્તુ પૂરીનો લોટ પાણીથી બાંધવાને બદલે દહીંથી બાંધવાથી પૂરી પોચી થશે.
જયારે તમે ગળ્યા સકરપારા બનાવો છો અને સકરપારા સ્વાદિષ્ટ બનાવવા માંગો છો તો મીઠા સક્કરપારા બનાવવાના મેંદામાં થોડું મીઠું ભેળવવાથી સક્કરપારા સ્વાદિષ્ટ લાગશે. અને જે બાળકો ગળ્યું નથી ખાતા તેના માટે આ ખુબ સરસ ઓપ્શન છે તમે રાત્રે ચણા પલાળતાં ભૂલી ગયા હોવ અને તમારે ચણાને ઝડપથી બાફવા હોય તો ચણા બાફતી વખતે તેની સાથે કાચા પપૈયાના બે-ચાર ટૂકડા મૂકી દો તો ચણા જલ્દીથી બફાઈ જશે. જો બિસ્કીટ હવાઈ ગયા હોય કે પોચા પડી ગયા હોય તો તેને ફરીથી તાજા કરવા માટે બિસ્કિટ પર દૂધ લગાવી ધીમા તાપે ઓવનમાં રાખવાથી બિસ્કિટ કડક, તાજા અને કરકરા થશે.
વિવિધ પ્રકારના અથાણા બનાવવાની રેસીપી વાંચવા અહી ક્લિક કરો
આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવી સુકવણી કરવાનું ભૂલતા નહિ રીત વાંચવા અહી ક્લિક કરો
મરચા સમારીને હાથમાં બળતરા થતી હોય અને ખાસતો મરચા સમારીને હાથ આંખ, કે ફેસ પર અડી જાય તો અસહ્ય બળતરા થાય છે આમ મરચાં સમાર્યા બાદ થતી બળતરાને ઓછી કરવા માટે હાથ પર થોડુંક દહીં અથવા હળદર ઘસી લો તેનાથી બળતરા શાંત થઈ જશે. જયારે તમે શાકભાજી ધોવો અથવા તો શાકભાજી કે કઠોળ બાફો ત્યારે પાણી ફેકશો નહિ શાક બાફયું હોય તો તેના પાણીને ફેંકી દેવા કરતાં તેને તમારા ઘરના છોડમાં રેડો. છોડને તે પાણીમાંથી જરૂરી એવા પોષક તત્વો મળી રહેશે. આમ તમારા વેસ્ટ પાણીનો સદુપયોગ થશે
દેશી ગાજરની સિઝનમાં સ્ટોર કરી લો આખું વર્ષ મેળવો આ આયુર્વેદિક ફાયદા વાંચવા અહી ક્લિક કરો
શાકભાજીને બારેમાસ સ્ટોર કરવા માટે શાકભાજીને આ રીતે સાચવીને બારે માસ તેનો આનંદ માણી શકાય છે
પૂરીને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે લોટ બાંધતી વખતે તેમાં ચારથી પાંચ સ્લાઈસ પલાળેલી બ્રેડ નાંખી દો. આમ કરવાથી પૂરી સ્વાદિષ્ટ બનશે . હવાઈ ગયેલ ચવાણાને ફરી તાજા કરવા માટે હવાઈ ગયેલા ચવાણાને ઓવનમાં જરા બેક કરવાથી, ભીનાશ દૂર થઈ જશે. અને ચવાણું ફ્રેશ અને કરકરું બની જશે . ઢોકળાનું કે આથાવાળું ખીરું વધેલું હોય તો તેને પ્લાસ્ટીકના ડબ્બામાં ભરીને ફ્રીજમાં મૂકવાથી ખટાશ પડતી નથી. અને ખીરું ફ્રેશ રહે છે
RELATED ARTICLE
લાકડાના કબાટનું ખાનું જામ થઇ ખુલતું ન હોય તો અપનાવો આ ટીપ્સ
નાના બાળકને પેટમાં દુખાવાથી રાહત આપવા અપનાવો આ ટીપ્સ
એલ્યુમિનિયમના વાસણમાંથી કાળાશ દૂર કરવા અપનાવો આ ટિપ્સ
કપડાં પર લાગેલ મહેંદીના ડાઘા દૂર કરવા અપનાવો આ ટીપ્સ
પાકી કેરી વધુ ખવાઇ ગઇ હોય અને પેટમાં ડબડબો થતો હોય અને મૂંઝારો થતો હોય આ આર્ટીકલ વાચો
કફ વિકાર અને હેડકી થી છુટકારો પામવા વાંચવા અહી ક્લિક કરો
ઉનાળામાં તમારી ત્વચાને ચમકીલી બનાવવા માટે વાંચવા અહી ક્લિક કરો
ગળું ખરાબ થઇ ગયું હોય કે બોલવામાં તકલીફ થતી હોય વાંચવા અહી ક્લિક કરો
કોઈ જાતના એસેન્સ વગર ઘરે કુદરતી ફૂડ કલર બનાવવા માટેની ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો
દમાલુ બનાવતી વખતે બટેટાની છાલ કાઢી અને તેમાં કાંટાથી ચમચી વડે કાણાં પાડી અને મીઠાંવાળા પાણીમાં બોળીરાખી પછી બટાટા ઉપયોગ કરવાથી દમ આલું સ્વાદિષ્ટ બનશે. •આદુ સુકાઈ જાય પછી તેની છાલ ઉતારવી મુશ્કેલ બની જાય છે પરતું આ રીતે છાલ ઉતારશો તો તમારા માટે સાવ સહેલું બની જશે સુક્કા આદુની છાલ ઉતારવી હોઇ તો થોડી વખત એટલે કે અડધો કલાક ઠંડા પાણીમાં આદુ પલાળી રાખવાથી આદુની છાલ ઝડપથી ઉતરી જશે. તેમજ લસણને થોડું ગરમ કરવાથી તેની છાલ સહેલાઈથી ઉતરી જશે. મુશ્કેલી નહિ પડે
રોટલીનો લોટ બાંધતી વખતે લોટમાં એક ચમચો મલાઈ ભેળવવાથી લોટ કુણો બંધાશે અને રોટલી પાતળી વણાશે તેમજ સુકાશે નહીં. લાંબા સમય સુધી રોટલી નરમ બની રહેશે. ઈડલી ઢોસાનું ખીરું પાતળું થય ગયું હોય તો તેમાં જોઈતા પ્રમાણમાં રવો ભેળવવાથી મિશ્રણ ઘટ્ટ બની જશે. અને એકદમ સોફ્ટ ઈડલી બનશે. પાલક, મેથી. તાનદળજોની ભાજી બનાવતી વખતે તેમનો કલર યથાવત રાખવા પાંદડા યુક્ત ભાજી માં રાંધતી વખતે તેમાં ચપટી ખાવાના સોડા અને મીઠું નાખવાથી ભાજી જલ્દી ચઢી જશે અને ભાજી લીલીછમ રહેશે. પરાઠા બનાવતા પહેલા લોટમાં એક બાફેલુ બટાકુ અને એક ચમચી અજમો નાખી દો. પરાંઠા માખણથી શેકો. પરાઠાં કુરકુરા અને સ્વાદિષ્ટ લાગશે
ગરમ પાણીમાં મીઠું નાખવાથી પાણી વધારે સમય સુધી ગરમ રહે છે. થર્મોસમાંથી દુર્ગંધ આવતી હોય તો છાશમાં મીઠું મિક્સ કરી એ મિશ્રણથી થર્મોસ સાફ કરો. લોટ અને ખાંડના ડબ્બામાં થોડાં લવિંગ નાખી રાખો. એનાથી એમાં લાલ કીડીઓ નહીં આવે.
જ્યારે ભટૂરે(છોલેની પૂરી) બનાવવાના હોય ત્યારે તેમાં મેંદામાં રવો નાંખી બનાવો. આનાથી વણવામાં સરળતા રહેશે અને ભટૂરાનો સ્વાદ પણ વધશે. લીલા ચણા અથવા વટાણા બાફતી વખતે તેમાં ખાંડ નાખવાથી તેનો લીલો રંગ યથાવત રહે છે. • ભીંડાનું શાક બનાવતી વખતે તેમાં એક ચમચી દહીં નાખવાથી તેની ચીકાશ ઓછી થશે.
મેળવણ ન હોય તો ગરમ દૂધમાં લીલા મરચાં નાખવાથી પણ દહીં જમાવી શકાય છે. અને તમારે ઘણી વખત એવું બનતું હોય છે કે તમારે દહીં બનાવવું હોય અને તમ્રે પાસે છાસ, કે દહીં ન હોય ત્યારે આ ઓપ્શન વિચારી શકો છો. ભાત બનાવતી વખતે તેમાં લીંબુના રસના ટીપાં નાખવાથી ભાત એકદમ સફેદ રંગનો બનશે. અને તેમાં એક ચમચી તેલ કે ઘી નાખવાથી દાણા અલગ-અલગ રહેશે.