મારા વાળ રૂક્ષ તેમજ નિસ્તેજ થઇ ગયા છે. કોઇ એવો ઉપાય બતાવો કે મારા વાળ રેશમી અને ચમકદાર થઇ જાય.

0
220

હું  ૨૭  વરસની  યુવતી છું. મારા વાળ રૂક્ષ તેમજ નિસ્તેજ થઇ ગયા છે. કોઇ એવો ઉપાય બતાવો કે મારા વાળ રેશમી અને ચમકદાર થઇ જાય. અઠવાડિયામાં એક વાર રાતના સૂતા  પહેલાં કોપરેલ  તેલમાં એરડિંયુ ભેળવી વાળમાં લગાડવું અને હળવો મસાજ કરવો. અને ત્યાર બાદ જાડા  ટુવાલને ગરમ પાણીમાં બોળી  નિચોવી વાળને ફરતી  વીંટાળી પાંચ-દસ મિનિટ શેક આપવો. સવારે શેમ્પૂ કરવું. શેમ્પૂ રોજ કરતા હો તો કંડિશનરનો ઉપયોગ કરવો. તે વાળની રૂક્ષતા દૂર કરીને મુલાયમ કરે છે.

હું ૩૦  વરસની નોકરિયાત મહિલા છું. ઠંડીમાં મારી ત્વચા રૂક્ષ થઇ જાય છે. તેમજ હળવી ખંજવાળ પણ આવે છે. ઉપરાંત હું નોકરીએ  વહેલી નીકળતી હોવાથી ત્વચાની કાળજી લઇ શકતી નથી.  તેથી ઓછા સમયમાં શિયાળામાં ત્વચાની દેખભાળ કઇ રીતે કરવી તે પણ જણાવશો. મારી આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપચાર જણાવશો. શિયાળામાં કોપરેલનો ઉપયોગ વધુ સારો છે. તેનાથી ત્વચાની ટેનિંગને ઓછી કરી શકાય છે. કોપરેલમાં લેરિક એસિડ સમાયેલું હોવાથી ખંજવાળથી  રાહત અપાવે છે. રૂક્ષ ત્વચા માટે લાભકારી છે. તમારી બીજી સમસ્યાના નિવારણ માટે સવારે હુંફાળા પાણીથી સ્નાન કરીને મુલાયમ ટુવાલથી  ત્વચાને થપથપાવીને કોરી કરવી, રગડવી નહીં.પછી સંપૂર્ણ શરીરે મોઇશ્ચરાઇઝર લગાડવું. પાંચ મિનિટ બાદ ત્વચા પર મોઇશ્ચરાઇઝર દેખાતું  હોય તેને ટિશ્યૂ પેપરથી લૂછી નાખવું. આ રીતે ત્વચાને પોષણ મળશે તેમજ નિસ્તેજ નહીં દેખાય.

હું ૨૨ વરસની યુવતી છું. ત્વચાને ઘર બેઠાં ટોનિંગ કરી શકું તેવો ઉપાય જણાવશો. ચોકલેટ ફેસિયલ વિશે મેં સાંભળ્યું છે તેનો શો ફાયદો છે તે જણાવશો. ત્વચા ટોનિંગ કરવા એલોવિરા રસ ગુલાબજળમાં ભેળવી ટોનરની માફક લગાડવું. ત્વચા કસેલી થશે. ચોકલેટ ફેસિયલ સનટેનિંગથી ત્વચાનું રક્ષણ કરે છે તે ત્વચામાં ડિપ મોઇશ્ચરાઇઝરનું કામ કરે છે. જેથી ત્વચામાં  નમી  જળવાઇ રહે છે અને ત્વચા મુલાયમ રહે છે. તે મૃત ત્વચાને દૂર કરે છે જેથી ત્વચા કસાયેલી બને છે. હું ૨૫ વરસની  યુવતી છું.મારી ત્વચા રૂક્ષ છે.  ઠંડીના દિવસોમાં પિગમેન્ટેશનથી બચવાના ઘરગથ્થુ ઉપાય જણાવશો. ઠંડીના દિવસોમાં પિગમેન્ટેશનથી બચવા બે  મોટા ચમચા કાચું દૂધ, એક મોટો ચમચો દહીં, એક નાનો ચમચો મધ, એક ઇંડાની જરદી, એક મોટો ચમચો પપૈયાનો ગર, અને એક મોટો ચમચો  જવનો  લોટ  લઇ  ભેળવી  પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવું. ૨૦ મિનિટ બાદ ધોઇ નાખી મોઇશ્ચરાઇઝર લગાડવું.

હું ૩૫ વરસની મહિલા છું. ત્વચા  પર એન્ટિએજિંગનો પ્રભાવ  પડવાની થવાની શરૂઆત થઇ છે તે કઇ રીતે જાણ થાય? એન્ટિએજિંગ ક્રિમનો ઉપયોગ  ક્યારે શરૂ કરવો જોઇએ તે પણ જણાવશો. વય વધવાની સાથે ત્વ ચા પર ઊંમરનો પ્રભાવ પડે  છે. પરિણામે  ત્વચા કરમાઇ  જાય છે, પાતળી થાય છે  તેમજ લબડી પડે છે.  વધતી વયની સોથી વધારે અસર આંખની નીચેના ભાગને થાય છે. હસતી વખતે ગાલ  પર ઘેરી રેખાઓ અંકિત થાય છે.  કપાળ પર કરચલી  પડે છે અને રેખાઓ અંકિત થાય છે. એન્ટિએજિંગ ક્રિમનો ઉપયોગ ૨૫ વરસની વયથી જ શરૂ  કરવો જોઇએ. તેનાથી બચવા વધુ વખત  તડકામાં  રહેવું નહીં અને તડકામાં જવું પડે તો સનસ્ક્રીન ક્રિમ લગાડવું. રાતના સૂતા પહેલાં  મોઈશ્ચરાઈઝર લગાડવું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here