હું ૩૨ વરસની મહિલા છું અને એક બાળકીની માતા છું. પહેલાં તો મારી ત્વચા એકદમ સ્વચ્છ હતી પરંતું બાળકીના જન્મ બાદ ત્વચા પર કાળા ડાઘ થઇ ગયા છે. યોગ્ય સલાહ આપવા વિનતી

મારા વાળ સુંદર અને લાંબા છે અને હંમેશા તેવા જ રહે તેમ હું ઇચ્છું છું. તો મને વાળની દેખભાળ કરવાની યોગ્ય રીત જણાવશો.

હું ૧૮ વરસની યુવતી છું. મારા વાળ સુંદર અને લાંબા છે અને હંમેશા તેવા જ રહે તેમ હું ઇચ્છું છું. તો મને વાળની દેખભાળ કરવાની યોગ્ય રીત જણાવશો.  અઠવાડિયે એક વખત હુંફાળા તેલથી વાળમાં મસાજ કરવો. પહોળા દાંતિયાનો ઉપયોગ કરવાથી વાળ તૂટશે નહીં. શેમ્પૂ કરતાં પહેલાં વાળમાં ઓઇલ મસાજ કરવો. અઠવાડિયે બે વખત તો વાળ ધોવા જ. વરસાદમાં હેયર સ્પ્રે અથવા જેલનો ઉપયોગ  નહીંવત કરવો. તેનાથી વાળ ચીકણા થઇ જાય છે અને વાળની સમસ્યાનું કારણ બને છે. વાળને ધોવા માટે હળવું શેમ્પૂ અને હળવું કંડિશનર વાપરવું. વરસાદમાં વાળ ભીના થઇ જાય તો તરત જ તેને કોરા કરવા અને ઘરે આવીને શેમ્પૂથી વાળ ધોઇ નાખવા.

હું ૨૨ વરસની યુવતી છું. મને ખુલ્લા રોમછિદ્રોને બંધ કરવાનો ઉપાય તેમજ વ્હાઇટ હેડ્સને દૂર કરવાનો ઉપાય જણાવશો. ખુલ્લા રોમ છિદ્રોને બંધ કરવા ટામેટાના રસમાં લીંબુના રસનાં થોડા ટીપાં ભેળવી ચહેરા પર લગાડવું. ૨૦ મિનિટ બાદ ચહેરો ધોઇ નાખવો. નિયમિત કરવાથી ફાયદો થશે. આ રીતે અનાનસ, આદુ તથા પપૈયાનો રસ અથવા ગર લગાડી શકાય. વ્હાઇટ હેડ્સ મોટા ભાગે ત્વચા પર સીરમ અથવા તેલ જમા થઇ જવાથી થાય છે. તેના ઉપાય માટે કોર્ન સ્ટાર્ચમાં સરકો ભેળવી ઘટ્ટ પેસ્ટ તૈયાર કરી ૧૫-૨૦ મિનિટ લગાડી રાખવું. અને પછી મુલાયમ કપડાને હુંફાળા પાણીમાં નીચવી ચહેરો સાફ કરવો.

હું ૩૨ વરસની મહિલા છું અને એક બાળકીની માતા છું. પહેલાં તો મારી ત્વચા એકદમ સ્વચ્છ હતી પરંતું બાળકીના જન્મ બાદ ત્વચા પર કાળા ડાઘ થઇ ગયા છે. જેનાથી હું મૂંઝવણમાં મુકાઇ ગઇ છું. મારી આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપાય જણાવશો. તમારી ત્વચા પર પડેલા ડાર્ક ડાઘ હોર્મોન્સના  પ્રમાણમાં થયેલા ફેરફારને કારણે છે. જે પિંગમેન્ટેશન તરીકે જાણીતા છે.તમે ધીરજ રાખીને નિયમિત કાળજી લેશોે તો ચોક્કસ ફાયદો થશે?બદામનો ભૂક્કો, જવનો લોટ, લીંબુનો રસ, દૂધ, ચપટી હળદર અને માટી ભેળવી પેક બનાવી  ચહેરા અને ગરદન પર લગાડવું. સુકાઇ જાય બાદ રૂના પૂમડા અથવા કોટનને દૂધમાં ભીંજવી તેનાથી રોટેટિંગ મેનરમાં દૂર કરતા જવું. ચહેરા પર ખટાશયુક્ત ક્રિમથી મસાજ કરવો. આ ઉપચાર ધીરજ રાખીને કરશો તો ફાયદો થશે રાતોરાત જાદુ થશે નહીં.

હું ૨૪ વરસની યુવતી છું. મારા સાથળ અને પગ પર સ્ટ્રેચ માર્ક્સ થઇ ગયા છે તેનાથી હું મૂંઝાઇ ગઇ છું. મારા લગ્ન થવાના હજી બાકી છે. મારી આ સમસ્યાના નિવારણ કાજે ઉપાય જણાવશો. સ્ટ્રેચ માર્કસને દૂર કરવા માટે લાંબો સમય લાગશે. તેથી તમે ધીરજથી ઉપાય કરશો. બદામનું તેલ, કોપરેલ અને વિટામિન ઇ તેલને સપ્રમાણ ભેળવી રાતના સ્ટ્રેચ માર્કસ  પર મસાજ કરવો. ઓછામાં ઓછા બે મહિના તમારે મસાજ કરવો પડશે. આ ઉપરાંત ડાયેટ કરતા હોતો હાલ પૂરતું બંધ કરી દેશો. વજન ઉતારવાના કે ચડાવવાના ઉપાય હાલ કરશો નહીં. દિવસ દરમિયાન આઠ-દસ ગ્લાસ પાણી પીશો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles