લીંબુ સુકાઈ ગયેલ હોય કે બહુ કઠણ –સખત હોય તો તે ગરમ પાણીમાં રાખવાથી તેમાંથી ખૂબ સરળતાથી વધુ રસ નીકળી શકે છે.
૨. મહિનામાં એક વખત મિક્સર – ગ્રાઈન્ડરમાં મીઠું નાંખી અને તે ચલાવી લેવું. જેથી બ્લેડની ધાર તેજ થશે.
૩. નૂડલ્સને બાફી લીધા બાદ તેમાં ઠંડું પાણી નાખવામાં આવે તો નૂડલ્સ આપસમાં એકબીજાને ચોંટી /ચિપકી નહિ જાય.
૪. નૂડલ્સણે બાફતી સમયે તેમાં ૨ ચમચી તેલ નાંખવાથી નૂડલ્સ એક બીજાં સાથે ચિપકી નહિ જાય.
૫. પનીરને બ્લોટિંગ પેપરમાં લપેટીને ફ્રીઝમાં રાખવાથી તે લાંબો સમય સુધી તાજું રહે છે.
૬. મેથીમાંથી કડવાશ દૂર/ઓછી કરવા, તેમાં મીઠું નાખી અને થોડો સમય અલગ રાખી દેવાથી કડવાશ ઓછી થઇ જશે.
૭. એક નાની ચમચી ખાંડ ણે કથાઈ કલર/રંગ થાય ત્યાં સુધી ગરમ કરી અને કેકના મિશ્રણમાં ભેળવી દેવાથી કેકનો રંગ સારો આવશે.
૮. બટેટાના સ્ટફ્ડ પરોઠા બનાવો ત્યારે તેના માવામાં થોડી કસૂરી મેથી નાંખવાથી તેનો સ્વાદ જ કંઈક અલગથી આવશે અને જે બધા તેણે વધુ પસંદ કરશે.
૯. ફ્લાવરને બાફવાથી તેના રંગમાં ફેરફાર થઇ જાય છે., ટ ન થવાં દેવું હોય તો ફલાવરના શાકમાં એક ચમચી દૂધ અથવા સિરકો નાંખવાથી તમે જોઈ શકશો કે ફલાવરના રંગમાં કોઇ જ ફેરફાર ન થતા મૂળ રંગ જળવાઈ રહેશે.
૧૦. રોટલીનો લોટ કે પરોઠાનો લોટ બાંધતી વખતે પાણી સાથે થોડું દૂધ પણ ઉમેરવું. તેનાથી રોટલી અથવા પરોઠાનો સ્વાદ બદલાઈ જશે.
11. વટાણા-બ૧. ટાકાનું શાક વધ્યું હોય તો બ્રેડની સ્લાઇડ્સ વચ્ચે મુકી સેન્ડવીચની મજા ઉઠાવી શકાય છે।
12 રગડો વધ્યો હોય તો, તેમાં બ્રેડનો ભૂકો, મીઠું, રવો, મેંદો, આદુ, મરચાં, ચટણી અને સેસ નાખી એકદમ ટેસ્ટી ઢોકળાં બનાવી શકાય છે.
13. શાક વધ્યાં હોય તો, તેમાંથી મૂઠિયાં, હાંડવો અને ઢોકળાં બનાવી શકાય છે.
14. મેથીનાં ઢેબરાંનો લોટ વધ્યો હોય તો, તેને થોડો ઢીલો કરી તેમાંથી ભજીયાં ઉતારી શકાય.
15. બટાકાં માવો વધ્યો હોય તો, રોટલી વણી તેમાં ભાખરવડીની જેમ મસાલો ભરી, પાણીથી ચોંટાડી તળી લેવાં. બટાકાંવડાંનાં પાંદડાં બની જશે.
16. ખાટુ અથાણું જૂનું થઈ ગયું હોય અને ન ભાવતું હોય તો, એક નાનો કપ દેશી ચણા પલાળી, સવારે કોરા કરી દેવા. ખાટિયાના અથાણામાં બરાબર મિશ્ર કરી દો. બની જશે તાજુ. આ તમારે ખુબ કામ આવશે માહિતી આ માહિતીને વધુમાં વધુ શેર કરો અને આવીજ અવનવી રસોઈ ટીપ્સ અને ઘરગથ્થું ઉપચાર મેળવવા અત્યારે જ અમારા ફેસબુક પેઝને લાઇક કરો અને શેર કરો