પ્લાન કરો આવતા અઠવાડિયામાં રવિવારનું મેનુ

દરેક મહિલાઓને રોજ એક જ પ્રશ્ન હોય છે આ જ રસોઈમાં શું બનાવવું જો કઈ મેનુ ફિક્સ હોય તો રસોઈ બનાવવામાં ખુબ સરળતા રહે છે.  તો આજે અમે તમારી સાથે મેનુ લઈને આવિયા છીએ

રવિવારે સવારે બનાવાનો નાસ્તો: કોથમીર મરચા બિસ્કીટ ભાખરી બનાવવા માટે જરૂરી સામગ્રી:

  • 1 કપ ઘઉંનો ઝીણો લોટ
  • 1 કપ ઘઉંનો કરકરો લોટ
  • 1/4 કપ તેલ
  • 1/2 ટીસ્પૂન હળદર
  • 1 ટીસ્પૂન મીઠું
  • 1/2 ટીસ્પૂન અજમા
  • 1 ટીસ્પૂન તલ
  • 1/2 ટીસ્પૂન હિંગ
  • 2 ટીસ્પૂન લીલાં મરચાંની પેસ્ટ
  • 1/2 કપ લીલા ધાણા બારીક સમારેલા
  • 1/3 કપ પાણી
  • 3 ટેબલસ્પૂન ઘી શેકવા માટે

કોથમીર મરચા બિસ્કીટ ભાખરી બનાવવા માટેની રિત: એક વાસણમાં ઘઉંના બંને પ્રકારના લોટ લઇને તેમાં પાણી સિવાયની બીજી બધી સામગ્રી ઉમેરવી. હવે બધી વસ્તુઓ ને બરાબર મિક્સ કરી લેવી. હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈ ને કઠણ લોટ બાંધી લેવો. લોટને થોડો મસળીને પંદર મિનિટ માટે ઢાંકી ને રહેવા દેવો. લોટને એક સરખા બાર હિસ્સામાં વહેંચી લેવો. હવે એક ભાગ લઈને મધ્યમ જાડાઈ ની નાની ભાખરી વણી લેવી. ગ્લાસ ની મદદથી કાપી લેવું જેથી કરીને બધી ભાખરી નો આકાર એક સરખો રહે (કાપવું ના હોય તો પણ ચાલે). કાપેલા હિસ્સાને બાજુ પર મૂકી રાખવો જેથી કરીને બધી ભાખરીના કાપેલા હિસ્સામાંથી બીજી ભાખરી બનાવી શકાય. ભાખરી માં ચપ્પુની મદદથી કાપા કરી લેવા.  આ રીતે વણીને કાપા કરીને બધી ભાખરી તૈયાર કરી લેવી. હવે ધીમા તાપે એક પેન ગરમ કરવા મૂકવી. તેમાં સમાય એટલી ભાખરી ગોઠવીને ધીમા તાપે શેકવી. હલકા ગુલાબી રંગની થાય એટલે પલટાવી લેવી.  આ રીતે વણીને કાપા કરીને બધી ભાખરી તૈયાર કરી લેવી. હવે ધીમા તાપે એક પેન ગરમ કરવા મૂકવી. તેમાં સમાય એટલી ભાખરી ગોઠવીને ધીમા તાપે શેકવી. હલકા ગુલાબી રંગની થાય એટલે પલટાવી લેવી.  હવે ભાખરી બીજી તરફથી ગુલાબી રંગની થાય એટલે તેના પર થોડું થોડું ઘી લગાવીને પછી પલટાવીને ભાખરી ના ડટ્ટા ની મદદથી દબાવીને બંને બાજુ ગુલાબી રંગ ની થાય એ રીતે શેકી લેવી. ભાખરી ને ધીમા તાપ પર જ શેકવી, બિલકુલ ઉતાવળ કરીને તાપ વધારવો નહીં. ધીમા તાપે શેકવા થી ભાખરી અંદરથી પણ સારી રીતે ચડી જાય છે અને ક્રિસ્પી બને છે. આ રીતે બધી ભાખરી શેકી ને તૈયાર કરવી. ભાખરી એકદમ ઠંડી થઈ જાય ત્યારબાદ જ એને સ્ટોર કરવી, નહિતર ભાખરી પોચી પડી જાય છે કોથમીર મરચા વાળી બિસ્કિટ ભાખરી ને ચા-કોફી કે અથાણાં સાથે પીરસવી.

રવિવારે બપોરે બનાવવાનું ભોજન: બપોરના લંચમાં બનાવો પાપડીનું શાક આ શાક બનાવવા માટે જરૂરી સામગ્રી

  • 400 ગ્રામ તાજી પાપડી
  • 3-4 ચમચાં તેલ
  • મીઠું પ્રમાણસર
  • 1/2 ચમચી ગોળ
  • 2 નંગ ડુંગળી
  • 3-4 કળી તાજુ લસણ
  • 1/2 ચમચી આદું મરચા ની પેસ્ટ
  • 1/2 ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચું પાઉડર
  • 3-4 ચમચી કાજુ ની પેસ્ટ
  • કોથમીર

પાપડીનું શાક બનાવવા માટેની રિત: સૌપ્રથમ પાપડી ની બંને બાજુ ની નસ કાઢી હાથે થી પાપડી ને પ્રેસ કરી છૂટી પાડવી.દાણા અલગ કરવાં. કુકર માં તેલ મૂકી ઘટકો માં બતાવ્યાં મુજબ મસાલા સોંતળો..પાપડી નો વઘાર કરી 1/2 કપ પાણી ઉમેરી ધીમાં તાપે 15 મીનીટ થવાં દો. કોથમીર નાખી ગરમાગરમ રોટલા-રોટલી સાથે સર્વ કરો

રવિવારે સાંજે બનાવવાનું ભોજન: પાકા કેળાનું શાક બનાવવા માટે જરૂરી સામ્રગી:

  • 3 પાકા કેળા કડક
  • 1 ચમચો તેલ
  • ૧ ચમચી કાશ્મીરી લાલ મરચું
  • 1/4 ચમચી હળદર
  • 2 ચમચી સાકર
  • નાની 1/4 ચમચી રાઈ
  • નાની 1/4 ચમચી જીરૂં
  • 2 ચપટી હિંગ
  • પ્રમાણસર મીઠું

પાકા કેળાનું શાક બનાવવા માટેની રીત: સૌ પ્રથમ શાક બનાવવા માટે કેળાની છાલ ઉતારીને તેના ગોળ ગોળ થોડા જાડા ટુકડા કરી લેવા.  ગેસ ઉપર એક પેન મૂકીને તેમાં તેલ રાઈ જીરુ એડ કરીને તતડે એટલે તેમાં હિંગ એડ કરવી. જેમાં કેળા સમારેલા છે, તેમા જ કાશ્મીરી લાલ મરચું, હળદર,મીઠું,અને સાકર એડ કરી દેવી. અને તરત જ વઘાર થઈ જાય એટલે તેમાં બધું એડ કરીને, ગેસ ઉપર હલાવી લેવું.શાક મિક્સ થઈ જાય એટલે તરત જ ગેસ બંધ કરી દેવો. આપણું ફટાફટ બનતું કેળાનું ગળચટ્ટુ ટેસ્ટી શાક તૈયાર છે. હવે સર્વિંગ બાઉલમાં કાઢી અને સર્વ કરવું.

અઠવાડિક રસોઈ મેનુ વાંચો અને વધુમાં વધુ મિત્રો સાથે શેર કરો:

પ્લાન કરો આવતા અઠવાડિયામાં રવિવારનું મેનુ  વાંચવા અહી ક્લિક કરો

રવિવારનું સ્પેશીયલ મેનુ નોંધી લો  વાંચવા અહી ક્લિક કરો

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles