- ફુદીનાના પાનને ઉકાળીને ઠંડા કરી ગાળી શીશીમાં ભરી ફ્રીજમાં મૂકી રાખો. આ પાણીથી ચહેરો ધોવાથી ચહેરો નિખરે છે અને તાજગી અનુભવે છે.
- અચાનક દમનો હુમલો આવે ત્યાર એક કપ ગરમાગરમ કડક કોફી પીવાથી શ્વાસનળી ખૂલી જશે અને દરદીને રાહત રહેશે.
- પાકેલા નાસપતિનો ગર ત્વચા પર રગડવાથી શુષ્કતા દૂર થાય છે.
- મીઠાની બરણીમાં ચોખાનાં દાણા રાખવાથી મીઠાને ભેજ નહી લાગે.
- વાળને લાંબા અને ચમકદાર બનાવવા માટે અઠવાડિયામાં એક વખત માથામાં હુંફાળુ તેલ લગાડવું અને થોડા કલાક બાદ નવશેકા ગરમ પાણીમાં પલાડેલા માથા પર લપેટી સ્ટીમ આપવી.
- એક ચમચી જીરું નાખીને ઊકાળેલું પાણી મેલી ત્વચા પર ક્લીંઝીંગ મીલ્કનું કામ કરશે.
- અળસીનો મુખવાસ બનાવી ખાવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.
- ડિપ્રેશન દૂર કરવાની મહત્વની વાત એ છે કે ‘તમે જેવા છો તેવા જ બરાબર છો અને પરમાત્માને પ્રિય છો, એ સ્વીકારો. એવું કોઈપણ કાર્ય ન કરો જેનાથી સ્વયં પરમાત્માને પણ શરમાવું પડે.
- અજમો એક એવો મસાલો છે જે અનેક પ્રકારનાં અન્નને પચાવે છે.
- શિયાળામાં ત્વચાના સૌંદર્ય અને અદભૂત નિખાર માટે તેલમાલિશ સર્વશ્રેષ્ઠ છે.
- 5 ગ્રામ મુલતાની માટી, 2 ગ્રામ મધ, 1.5 બદામ રોગન, 5 ml દૂધ ભેગા કરી ફેસપેક બનાવી ચહેરા અને ગરદન પર લગાવી 15 મિનિટ રહેવા દઈ પહેલા ગરમ પાણી અને ત્યારબાદ ઠંડા પાણી ધોઈ કાઢો. ચહેરો નીખરી ઉઠશે.
- તડબૂચની અંદરના ગર્ભનો ગર કરી તેમાં ગુલાબજળ ભેળવી સાકર સાથે પીવાથી પેટની ગરમી દૂર થાય છે.
- માત્ર કાકડી ખાઈ થોડા દિવસ રહેવાથી મેદ ઘટે છે.
- દ્રાક્ષ અને ધાણાને ઠંડા પાણીમાં પલાળી પીવાથી આધાશીશી મટે છે.
- સૂંઠને પાણીમાં ઘસી તેની પેસ્ટ કપાળે લગાડવાથી આધાશીશી મટે છે.
- અઠવાડિયે એક વખત હૉટ ટૉવેલ અને ઑઈલિંગ કર્યા પછી 10 થી 15 મિનિટ માટે વાળમાં દહીં નાખવું વાળનાં ટેક્શચર પ્રમાણે શેમ્પૂ કરવું આનાથી વાળનો ગ્રોથ વધે છે અને ખરતાં અટકે છે.
- આમળાનું ચૂર્ણ, સાકર અને ઘી સરખે ભાગે લઈ ખાવાથી માથાનો દુઃખાવો મટે છે.
- એક ચમચી મેથીનું ચૂર્ણ સવાર-સાંજ લેવાથી સાંધાના વા માં અને ડાયાબિટીસમાં ફાયદો થાય છે.
- બે ચમચી લીલી હળદરનો રસ અને એક ચમચી તુલસીનો રસ મિક્ષ કરી પીવાથી અવાજ ખૂલી જાય છે.
- 3 થી 4 હીમજને એરંડિયામાં શેકીને રોજ રાત્રે લેવાથી કબજિયાત દૂર થાય છે.
- સૂકામેવાના પ્રમાણસરના ઉપયોગથી શરીરના રક્તની અમ્લતા અને ક્ષારતાની સમતુલા જળવાય છે, આથી સ્વસ્થતા જળવાય છે.
- ઉલટી જેવું લાગતું હોય ત્યારે જીરૂ ચાવીને ખાવું.
- સુકા રહેતા હોઠ પર દિવસમાં એકવાર કોપરેલ અથવા ઑલિવ ઑઈલનું પાંચ મિનિટ માલિશ કરવાથી ફાયદો થાય છે.
- 1 ગ્રામ કેસરમાં 5 ગ્રામ ઈલાયચીનો ભૂકો ભેળવી રાખો. ચામાં ચપટી પાઉડર નાખી પીવાથી ચાનો સ્વાદ તથા સુગંધી આલ્હાદક થઈ જશે.
- બે ટીપાં સરસવના તેલમાં એક ચપટી મીઠું ભેળવી દાંત સાફ કરવાથી દાંત અને પેઢા મજબૂત થાય છે.
- પાણીમાં મીઠું ભેળવીને ઘરમાં તથા રસોડાના પ્લેટફોર્મ પર પોતું કરવાથી માખીનો ત્રાસ ઓછો થશે.
- બે ચમચી ગ્લિસરિનમાં અડધા લીંબુનો રસ ભેળવો. આ મિશ્રણથી નિયમિત નખ પર માલિશ કરવામાં આવે તો નખ એક અઠવાડિયામાં ચમકીલા અને મજબૂત બનશે.
- આંબાની ગોટલી અને આમળાને પાણીમાં પલાડી ચોળીને માથામાં લેપ કરવાથી વાળ કાળા અને લાંબા થાય છે.
- નવી માન્યતા મુજબ ભોજન સાથે લીધેલા ડૅરી પ્રોડક્ટમાંના કેલ્શિયમથી કિડનીમાં થતા સ્ટોન અટકે છે.
- જાયફળ વાટીને ચહેરા પર લગાડવાથી ચહેરા પરની કરચલીમાં રાહત રહેશે.
- રાતના ગરમમાં એક ચમચી શુદ્ધ ઘી નાખી પીવાથી એસીડીટી પર રાહત રહે છે.
- ઈસબગુલનું સેવન પેટ તો સાફ રાખે છે તે ઉપરાંત શ્વસન રોગમાં ઉપયોગી છે.
- ગરમ પાણી સાથે બે લવિંગ ખાવાથી હેડકી આવતી બંધ થઈ જાય છે.
- સવારે ઊઠતાંની સાથે આંખો સૂજેલી હોય તો બરફ્નાં પાણીમાં રૂ ભીંજવીને આંખો પર લગાડવાથી સોજા દૂર થાય છે.
- રોજિંદી રસોઈમાં હિંગનો વપરાશ પાચનક્રિયા સારી રાખે છે.
- ફુદીનાના તાજા પાનનો એક ચમચો રસ અડધા કપ પાણીમાં ભેળવી પીવાથી પેટની ગરબડ અને ગેસના ભરાવામાં રાહત આપે છે.
- મોંમા થોડો વખત મધ રાખી કોગળા કરવાથી મોંમા પડતા છાલા પર રાહત રહેશે.
- એક ચમચી મધને એક ચમચી પાણી સાથે ભેળવી ચહેરા પર અને ગરદન પર લગાડો. સુકાય પછી ઠંડા પાણીથી ધોવાથી ચહેરાની ત્વચા ખીલી ઊઠશે.
- તુલસીની ચા રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
- પેટના ગેસ પર કે ગઠિયા વા પર મેથીની ભાજીનું નિયમિત સેવન ફાયદાકારક છે.
- ચેરીનું સેવન કોલેસ્ટ્રોલ ઘટાડે છે, ડાયાબિટીસને કાબુમાં રાખે છે, આર્થારાઈટીસના દુઃખાવામાં રાહત આપે છે, આપણી કુદરતી પ્રક્રિયાને વેગ આપે છે, શાંતિથી નીંદર આપે છે.
- ચારોળીના ઝાડની છાલને દૂધમાં વાટી તેમાં મધ ભેળવી પીવાથી રક્તાતિસાર મટે છે. – ડૉ. મલ્લિકા ઠાકુર
- આંસુને વહેવા દો. તેનું દમન, ભય, ક્રોધ,ઉદ્વિગ્નતા જેવા ભાવો ઉત્પન્ન કરે છે.
- જો વાળ રંગતા હો તો તડકામાં ફરતા પહેલાં વાળ ઢાંકવાનું ભૂલશો નહી.
- હાથમાંથી કાંદા, લસણની વાસ દૂર કરવા લીંબુની છાલને હાથમાં રગડો.
- નખ પર લીંબુની છાલ રગડવાથી નખ ચમકીલા અને મજબૂત બનશે.
- ગરમીને કારણે માથુ દુઃખતું હોય તો વરીયાળીને ખડીસાકર સાથે પલાડીને તેને ચાવીને ખાવાથી [સાથે જેમાં પલાડેલું પાણી પણ પી જવું] રાહત રહેશે.
- રાત્રિના સમયે ઊંઘ ન આવે ત્યારે ભૂખ લાગે છે. આવા સમયે આઈસક્રીમ ખાઓ કે કોલ્ડડ્રીંક પીઓ. પેટ ભરાયા બાદ આપોઆપ ઊંઘ આવી જશે.
- ગરમી ઋતુમાં ફુદીનો પૌષ્ટિક છે.તે શરીરને ઠંડક પહોંચાડે છે. છાશ, દહીં અને રોટીમાં ફુદીનાનો ઉપયોગ હિતાવહ છે.
- સુખડના લાકડાને પથ્થર પર ગુલાબ જળ સાથે પીસી તેમાં એક ચપટી ફટકડી પાઉડર ઉમેરી અળાઈ પર લેપ કરવાથી અળાઈ મટે છે.
- લીંબુનો રસ, મધ અને ગુલાબ જળ ભેળવી ચહેરા અને ગરદન પર લગાડવાથી ઉત્તમ ફેસપેક થશે.
- ભમ્મર પર થોડો ભાર દઈને અંદરથી બહારની તરફ માલિશ કરવાથી થાક ઉતરી જાય છે.
- તાવ ઉતારવા ધાણાનું પાણી અને સાકર પીઓ. પરસેવો વળશે તો તાવ ઉતરશે.
- ભૂખ ન હોવા છતાં ખાવું અને ચાવ્યા વગર ઝડપથી ખાવું એ રોગોને નોતરું આપવાનું કામ કરે છે.
- સ્થૂળતા ઘટાડવા માટે ગાજર, ટામેટાં તથા કાકડીના રસનું સેવન કરો.
- ત્રિફળાના પાણીથી આંખો ધોવાથી આંખોની બળતરા ઓછી થાય છે.
- પાંચ બદામને પલાડી, વાટીને ચહેરા પર લગાડી 15 મિનિટ સૂકાવા દો ત્યારબાદ નવશેકા પાણીથી ચહેરો ધોવાથી ચહેરાનો ભેજ અને તેલનું સમતુલન રહેશે.
- પગમાં ગરમીને કારણે થતા પસીનાની દુર્ગંધ દૂર કરવા પગને મેડિકેટેડ સાબુથી ધોઈને 10 મિનિટ સુધી 1 ચમચી યુડિકૉલોન ઉમેરેલા હુંફાળા પાણીમાં ડુબાડી રાખો. થાક પણ દૂર થઈ જશે અને પસીનાની દુર્ગંધ દૂર થશે.
- કારેલાથી તાવ,ઉધરસ, ચામડીને લગતા રોગો,એનિમિયા, ડાયાબિટીસ તેમજ કૃમિ પર લાભદાયક છે.
- લોક આયુર્વેદ – હૃદય રોગમાં અર્જુન ઝાડની છાલનો કવાથ ઉત્તમ છે.
- ગરમ દિવેલના ચાર ચાર ટીપા નાકમાં નાખવાથી બંધ નાક ખૂલી જશે.
- સફરજનનો રસ અને કેળાનું સેવન અસ્થમા અટકાવે છે.
- બે ચમચી મેંદાની થોડાક કાચા દૂધમાં ઓગાળી પેસ્ટ બનાવી પીઠ પર લગાડો. 10 મિનિટ પછી ધોઈ કાઢો. મેંદો ખભા અને પીઠનો જામેલા મેલને દૂર કરશે.
- નખ પરના સફેદ ડાઘ એ કેલ્શિયમની નહીં પણ પ્રોટીનની ખામીની નિશાની છે.
- વિનેગરના ઉપયોગથી ફક્ત વજન જ નથી ઘટતું પરંતુ લોહીમાં રહેલી સુગરને રોકવામાં મદદ કરે છે તેમજ અપચાની તકલીફ દૂર કરે છે.
- રોજ રાત્રે ચાર-પાંચ તુલસીના પાંદડા નાખી તાંબાના લોટામાં પાણી ભરવું. નયણાકોઠે આ પાણી પીવાથી કુષ્ઠ રોગ, આંખોની તકલીફ, માથાનો દુઃખાવો, વાયુ, કફ વગેરેમાં રાહત મળે છે.
- છાશમાં એક ચમચી સૂંઠ ભેળવી પીવાથી ઝાડા [અતિસાર] પર રાહત રહે છે.
- મીઠું, ખાવાના સોડા અને હળદર સરખા પ્રમાણમાં લઈ દાંતે ઘસવાથી દુઃખતા દાંતમાં રાહત રહેશે.
- મેક અપ કરતાં પૂર્વે હાથ મોં બરાબર ધોવા અને બીજાનો મેક અપ ઉપયોગમાં લેવો નહીં.
- નિલગીરીનાં ટીપાંનો નાસ લેવાથી શરદીથી બંધ થયેલું નાક ખૂલી જશે.
- જામફળનો ઉપયોગ હૃદય અને જઠરને બળ આપે છે.
- મેથીનાં દાણા રાતનાં પલાડી સવારે ચાવીને ખાવાથી ડાયાબીટીસમાં ફરક પડે છે.
- છાતીમાં બળતરા થતી હોય તો પા ભાગ પાણીમાં લીંબુ નિચોવીને પીવું જોઈએ.
- પપૈયાનું નિયમિત સેવન કબજિયાત દૂર કરે છે તેમજ ત્વચા ચમકીલી થાય છે. વાળ પણ મજબૂત બનશે.
- આમળાનું સેવન વાળ,આંખોની રોશની તેમજ પેટ માટે ગુણકારી છે.
- શરીરની દુર્ગંધ દૂર કરવા સ્નાનનાં પાણીમાં બે ચમચા વિનીગર અને એક ચમચો લીંબુનો રસ ઉમેરી સ્નાન કરવું
- દાઢમાં દુઃખતું હોય તો લવિંગનું તેલ લગાડવું.
- તેલ માલિશથી મેદસ્વી વ્યક્તિનો મેદ ઘટે છે અને અતિ દુબળી વ્યક્તિનું શરીર પુષ્ટ બને છે.
- ઓઈલી ત્વચા માટે ટી ફેસિયલ લાભદાયક છે.
- એક ચમચી પપૈયાના ગરમાં થોડીક હળદર અને બે ચમચીમુલતાની માટી મિક્સ કરી ચહેરા પર લગાડવાથી કાળા ધબ્બા ઓછા થશે.
- બે ટી બેગ્સને પલાડી પંદર મિનિટ સુધી આંખો પર મૂકી રાખવાથી આંખો નીચેની ફૂલેલી ત્વચા માટે રાહતનું કાર્ય કરે છે.
- એકદમ ઠંડા ગુલાબજળમાં બે કોટનબોલ પલાળી, તેનું વધારાનું પાણી નીચોવી આંખો ઉપર મૂકવાથી આંખને ઠંડક રહેશે.
- બટાટાનો રસ કાઢી તેમાં લીંબુનો રસ ભેળવી ચહેરા પર લગાડવાથી તડકાને કારણે કાળી પડેલી ત્વચાની કાળાશ દૂર થાય છે.
- ડાયાબિટીસ કે કોલેસ્ટ્રોલ ન હોય તો ખજૂર, અંજીર, બીટ, પાલક, ફણગાવેલા મગ, સફરજ વગેરે લોહી વધારવામાં મદદરૂપ થાય છે.
- દિવેલમાં કપૂર નાખી તેનાં બે ટીપાં નાકમાં નાખવાથી શરદીથી બંધ થયેલું નાક ખૂલી જાય છે.
- ગ્લિસરીનમાં લીંબુ નિચોવી ચહેરા પર લગાડી રગડીને કાઢી નાખવું જેથી ત્વચા પરનો મેલ દૂર થી ત્વચા સ્વચ્છ થઈ નિખરી ઉઠશે
- નાના બાળકને ઝાડા થયાં હોય તો થ્ડા દૂધમાં જાયફળ ઘસી પીવડાવવાથી ઝાડા તો બંધ થશે અને નિરાંતે ઊંઘી પણ જશે.
- મધનાં ટીપાં કાનમાં નાખવાથી કાનનો દુઃખાવો અને રસી મટે છે.
- હળદરને મધમાં ભેળવી કાકડા ઉપર લગાડવાથી વધેલા કાકડા બેસી જશે .
- ત્વચા પર લાગેલા હેર ડાઈનાં રંગને કાઢવા ડેટોલનો અથવા કાંદાના રસનો ઉપયોગ કરો.
- હોળી રમતાં પહેલાં વાળમાં તેલ જરૂરથી લગાડજો નહીં તો તેમના રંગથી વાળ રુક્ષ થઈ જશે.
- તળિયાની માલિશથી માનસિક તનાવ ઓછો થાય છે.
- વધુ પડતી ચરબીયુક્ત પદાર્થ લેવાનું ટાળો અને તાજા ફળો, સલાડ, ફણગાવેલાં કઠોળ,દૂધ દહીં, લીલા શકભાજી, થોડો સૂકોમેવાનું સેવન કરો.
- ધાણાના ચુરણને પાણીમાં ભેળવીને તેને ગાળી લો અને તેમાં થોડી ખાંડ ભેળવી પીવાથી ગરમીમાં લૂથી રાહત મળશે.
- દૂધીનાં રસમાં તુલસી,ફુદીનો,આદુનો રસ સપ્રમાણમાં લેવાથી કૉલેસ્ટ્રૉલ ઘટાડવામાં અદભૂત કાર્ય કરે છે.
- લવિંગ ચૂસવાથી વારંવાર લાગતી તરસ છીપાય છે.
- દાઝ્યા પર કાચા બટાટાનો પલ્પ લગાડવાથી ફોલ્લા નહીં પડે.
- દિવેલનું નિયમિત સેવન કાંતિ, સ્મૃતિ અને શક્તિ વધારે છે.
- પાલક અને ગાજર ઉકાળેલા પાણીને ફેંકી ન દેતા તે પાણીમાં મુલતાની માટી ભીંજવીને ચહેરા પર લગાડવાથી ત્વચાને વધુ પોષણ મળે છે.
- પાર્કિસનનાં દર્દીઓએ યોગાસન, પ્રાણાયમ, ધ્યાન તેમ જ હસવાના[લાફીંગ] પ્રયોગો પર વધુ ધ્યાન આપવું જોઈએ.
- ચામડીનાં રોગોમાં મલમ સાથે ચંદન ઘસીને લગાડવાથી ઉત્તમ પરિણામ આપે છે.
- ભાતનાં ઓસામણમાં ચંદન ઘસીને મધ અને સાકર સાથે પીવાથી ઍસીડિટી તેમ તરસની વ્યાધિ દૂર થાય છે.
- માથા પર પસીનો થાય ત્યારે તેને ભીના ટુવાલથી દૂર કરો.
- પેટ સાફ ન આવતું હોય તો કાળી દ્રાક્ષ [કીસમીસ]ને ચાવીને ખાવાથી ફાયદો થાય છે.
- હોઠની કુદરતી ચમક લાવવા માટે તાજા ક્રીમમાં લીંબુનો રસ ભેળવી લગાડવો..
- બે ચમચા મુલતાની માટી, એક નાનો ચમચો બદામનું તેલ, એક મોટો ચમચો મધભેળવી પેસ્ટ બનાવી 20 મિનિટ સુધી લગાડી રાખવું. સુકાયા બાદ ધોવાથી ત્વચા કાંતિમય બનશે. અઠવાડિયામાં એક વખત આ પેક લગાડી શકો છો.
- પેરૂના પાનને દસ મિનિટ પાણીમાં ઉકાળી ગાળી અને માઉથવૉશ તરીકે ઉપયોગ કરવો.
- અંગ્રેજી શબ્દ ‘ઓ’ અને ‘ઈ’ થોડીવાર બોલવાથી હોઠોની કસરત થાય છે
- કશું કારણ ન પકડાતું હોય અને શરીરમાંઝીણો તાવ રહેતો હોય તો ખારેક, સૂંઠ, કાળી દ્રાક્ષ, સાકર, ઘી, દૂધમાં નાખી દૂધ ઉકાળીને ઠંડુ થયે પીવું. ખારેક [સુકવેલું ખજૂર] લોહીમાંથી પિત્ત કાઢી તેને સ્વચ્છ કરે છે.
- હુંફાળું પાણી પીવાથી ઉધરસમાં રાહત રહે છે.
- સૂર્યોદય વખતે લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી આરોગ્યમાં ફાયદો થાય છે.
- બીલીનાં પાકા ફળનું શરબત પેટની તકલીફ દૂર કરે છે.
- અળસી [ફ્લેક્ષ સીડ્સ]નો નિયમિત ઉપયોગ જૂનો કબજીઆત મટાડે છે તેમ જ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.
- સંગીત યાદશક્તિ વધારે છે અને માનસિક તાણ ઘટાડે છે. પરીક્ષા વખતે ધીમું સંગીત સકારાત્મત્ક અસર પાડે છે.
- રોજિંદા ખોરાકમાં બીટનો ઉપયોગ ખૂબ હિતકારી છે.
- સૂકવેલી સંતરાની છાલનો પાઉડર બનાવી તેમાં એક ચમચી મધ ભેળવી ફેસપૅક તરીકે વપરાય તો ત્વચા નીખરી ઊઠશે.
- :-લીંબુનો રસ કાઢી લીધા બાદ તેની છાલ કોણી પર ઘસવાથી કાળી પડેલી કોણીનો રંગ નીખરવા માંડશે.
- લીંબુ, ટામેટા અને કાકડીના રસના મિશ્રણ 10 મિનિટ ચહેરા પર લગાડવામાં આવે તો ચહેરા પરનાં ડાઘા દૂર થાય છે.
- જામફળનો વધુ પડતો ઉપયોગ પેટમાં ગરબડ ઉત્પન્ન કરે છે. કાચા જામફળ ખાવાથી પેટમાં અજીર્ણ કરે છે.
- જાવંત્રી પાચનશક્તિમાં વધારો છે, મોઢાને ખુશબુદાર બનાવે છે. તેને માથામાં ચોપડવાથી શરદીથી થતા દુઃખાવામાં રાહત રહે છે.
- કેરીની ગોટલીને પથ્થર પર ઘસીને ચોપડવાથી મોંઢા પરના ડાઘા ઓછા થાય છે.
- નાગરવેલનાં પાનને બાળકની છાતી ઉપર મૂકી કપડાંના ગોટાનો શેક કરવામાં આવે તો છાતીનો કફ છૂટો પડી ઉધરસ બેસી જશે.
- વધુ પડતા હેરડાઈ કે હેરડ્રાયરનો ઉપયોગ વાળની તંદુરસ્તીને હાનિ પહોંચાડે છે.
- બદામ, પિસ્તા, કાજુ અને અખરોટની પેસ્ટમાં થોડું કાચું દૂધ ભેળવી ચહેરા પર હળવેથી મસાજ કરવાથી ચહેરા પરનાં મૃતકોષો દૂર થાય છે. આ પેસ્ટ સારા સ્ક્રબરની ગરજ છે.
- બાળકની I.Q. વધારવી હોય તો તે મહિનાનું થાય કે થોડું મોટું થાય ત્યારે તેને ચોખ્ખું સોનુ ઘસી મધ સાથે 21 દિવસ સુધી ચટાડવું.
તમે જાતે જ પોતાના ડોક્ટર બનો કરો દરેક રોગોના ઉપચાર એક સાથે
- Advertisement -