શિયાળામાં સ્વાસ્થ્યવર્ધક અને સ્વાદિષ્ટ વસાણા બનાવવા રેસીપી નોંધી લો | winter recipes

0
14830
શિયાળામાં સ્વાસ્થ્યવર્ધક અને સ્વાદિષ્ટ વસાણા બનાવવા રેસીપી નોંધી લો | winter recipes

શિયાળાની શરૂઆત થી ગઈ છે એટલે ઠંડીમાં ગરમ ગરમ ખાવાની ખુબ મજા આવે છે તેમજ શરીર ને ગરમ કરવા માટે ગરમ તાસીર હોય તેવા પદાર્થ ખાવામાં આવે તો શરીર તંદુરસ્ત રહે છે અને શિયાળામાં થતા દુખાવાથી રાહત મળે છે આમ શિયાળામાં ખાય શકાય તેવા વસાણા ની રેસીપી નીચે આપેલી છે . શિયાળામાં ગુંદર પાક ખાવા ખુબ ફાયદાકારક માનવામાં આવે છે

સાલમ પાક બનાવવાની રીત | salam pak bnavvani rit

સાલમ પાક બનાવવા જરૂરી સામગ્રી:

૭ ગ્રામ દળેલો સાલમ, ૭ ગ્રામ દળેલી મુસળી, ૭ ગ્રામ દળેલી પીપળ, ૭ ગ્રામ દળેલી લવિંગ, ૧૨ ગ્રામ દળેલા પીપળી મૂળ ના ગંઠોડા, ૧૫ ગ્રામ દળેલા સફેદ મરી, ૬૫ ગ્રામ દળેલા સિંગોડા, ૬૫ ગ્રામ દળેલા ચાર મગજ, ૬૫ ગ્રામ દળેલા ખારેક, ૧૨ ગ્રામ દળેલી જાવંત્રી (અંતે ઉમેરવાનું છે), ૧૨ ગ્રામ દળેલી ઈલાયચી, ૧૨ ગ્રામ દળેલા સુંઠ, ૨૫ ગ્રામ દળેલા કમળકાંકરી, ૧ આખું જાયફળ (અંતે ઉમેરવાનું છે), ૬૫ ગ્રામ અધકચરા દળેલા કાજુ, ૬૫ ગ્રામ અધકચરા દળેલા અખરોટ, ૬૫ ગ્રામ અધકચરા દળેલા પીસ્તા, ૬૫ ગ્રામ અધકચરા દળેલા બદામ, ૬૫ ગ્રામ અંજીર ની પેસ્ટ, ૧ ગ્રામ કેસર (અંતે ઉમેરવાનું છે), ૧ કિલો માવો/ખોયા, ૧ કિલો ખાંડ, સવા કિલો ઘી, ૩૦૦ ગ્રામ ઘી ઉપર થી ઠારવા, ૩૦૦ મિલી ગરમ દૂધ

સાલમ પાક બનાવવાની રીત:

સૌ પ્રથમ એક કઢાઈ માં થોડું ઘી લઇ માવો શેકવો. માવો થોડો બ્રાઉન થાય એટલે દૂધ અને ખાંડ ઉમેરી ૫-૭ મિનીટ ફરી શેકવું. ઘી ઉમેરતા જવો અને સાલમપાક શેકતા જવું. હવે બધાંજ દળેલા મરીમસાલા અને દળેલા ડ્રાય ફ્રુટ ઉમેરવા સિવાય કે જાવંત્રી, જાયફળ અને કેસર. સાલમપાક નું મિશ્રણ ગોળા ની જેમ ફરવા માંડે અને ઘી છુટું પડતું લાગે એટલે ગેસ બંધ કરી જાવંત્રી, જાયફળ અને કેસર ઉમેરવું. સાલમપાક બનતા ૪૫-૫૦ મિનીટ લાગશે. ઘી લગાડેલી થાળી માં સાલમપાક થારવો અને ૪-૫ કલાક પછી ૩૦૦ ગ્રામ ઘી ઓગાળી ઉપર રેડવું. ૨ કલાક પછી પીસ્તા ભભરાવી ૭-૯ કલાક થરવા દેવું. સાલમપાક ના પીસ કરી પરિવાર અને મિત્રો જોડે એન્જોય કરો.

 ગુંદર પાક બનાવવાની રીત |  gundar pak banavvani rit

કાટલું ગુંદર પાક(Katlu gundar Paak) બનાવવા જરૂરી સામગ્રી:

૨૫૦ ગ્રામ કાચો ગુંદર ક્રશ કરેલ, ૧ કપ ગોળ, ૧/૨ કપ અડદ નો લોટ, ૧/૩ કપ ઘી અડદ નો લોટ શેકવા માટે, ૧/૩ કપ કાજુ ક્રશ કરેલ, , ૧/૩ કપ બદામ ક્રશ કરેલ, ૧ કપ સુકુ ટોપરુ ખમણેલુ, ૧/૪ કપ કાટલું, ૧ ચમચી સુંઠ પાઉડર, ૧/૨ કપ ઘી ગોળ ઓગાળવા માટે, ગરમ કરેલ ઘી જરુર પડે તેમ નાખવુ

સૌપ્રથમ ઘી ગરમ કરી અડદ ના લોટ ને ધીમા તાપે ગુલાબી થાય ત્યાં સુધી શેકી લો. બીજી એક કડાઈમાં ૧/૨ કપ ઘી મુકી તેમાં ગોળ નાખી ને ઓગાળી લો ૨ મીનીટ માટે જ ઓગાળવો ને તરત જ ગેસ પર થી નીચે ઉતારી લો ને તેમાં શેકેલ અડદ નો લોટ ઉમેરો ને બરાબર મિક્સ કરો ત્યાર બાદ તેમા ટોપરા નુ ખમણ,કાજુ બદામ નો ભુકો ઉમેરો ને કાટલું સુંઠ પાઉડર ઉમેરી હલાવો બરાબર મીક્સ કરો ત્યાર બાદ ક્રશ કરેલ ગુંદર ઉમેરો ને હલાવો જરુર પડે તેમ ઘી નાખતા જવાનુ ને મિક્સ કર્યા જાવ  એક થાળી માં ઘી લગાવી પાથરી દો ને દબાવી દો પછી તેના ચોસલા પાડી લો ગુંદર પાક તૈયાર છે.

મેથી લાડુ બનાવવાની રીત | methi ladu banavvani rit

મેથી લાડુ (methi ladu) બનાવવા જરૂરી સામગ્રી: 

૨૫૦ ગ્રામ મેથી પાઉડર, ૧ કપ ઘઉં નો કરકરો લોટ, ૧/૨ કપ ચણા નો કરકરો લોટ, ૧૧/૨ કપ દેશી ઘી, ૨ કપ ગોળ,૧/૨ કપ ગુંદર, ૧/૨ કપ ડ્રાયફ્રુટ પાઉડર, ૨ ચમચી બત્રીસું પાઉડર, ૨ ચમચી સૂંઠ પાઉડર, ૨ ચમચી ગંઠોડા પાઉડર, ૨ ચમચી ઝીણું કોપરું, ૨ ચમચી મગજતરી, ૧ ચમચી ઈલાયચી પાઉડર

મેથી લાડુ બનાવવા માટેની રીત નોંધી લો: સૌ પ્રથમ બધા ડ્રાયફ્રુટ શેકી લેવા.ઠંડા પડે એટલે તેનો પાઉડર બનાવી લેવો.ગુંદર ને ઘી માં તળી ને અધકચરો ભુક્કો કરી લેવો. ગેસ પર કડાઈમાં ઘી નાખી ઘઉં અને ચણા નો કરકરો લોટ અલગ ગુલાબી શેકી લેવા.તેમા મેથી પાઉડર,ડ્રાયફ્રુટ પાઉડર,સૂંઠ,ગંઠોડા,ઈલાયચી બત્રીસું,કોપરું,મગજતરી નાખી મિક્સ કરવા.  હવે બે ચમચી ઘી માં ગોળ ગરમ કરી ઉમેરી દો. મિશ્રણ બરાબર મિક્સ કરી લેવો.ઘી વાળો હાથ કરી લાડુ વાળી લેવા.મેથી લાડુ તૈયાર છે

કાચરિયું બનાવવાની રીત

કચરિયું બનાવવા જરૂરી સામગ્રી: ૧ કપ કાળા તલ, ૧/૨ કપ ખજૂર, ૧/૨ કપ ગોળ, ૨ ચમચી ગંઠોડા પાઉડર, ૨ ચમચી સૂંઠ પાઉડર, ૧/૪ કપ ટોપરા ની છીણ, ૪ ચમચી તલ નું તેલ

કચરિયું બનાવવા માટેની રીત: સૌ પ્રથમ મિક્સર માં કાળા તલ લઈ થોડું મિક્સર ફેરવી લેવું.હવે તેમાં ખજૂર અને ગોળ નાખી ને ફરી મિક્સર ચલાવી લેવું.હવે તેમાં સુંઠ,ગંઠોડા પાઉડર અને ટોપરાની છીણ નખી ને ફરી મિક્સર માં ચલાવી લેવું.તેમાં ૩-૪ ચમચી તલ નું તેલ નાખી ને મિક્સર માં ચલાવી લેવું.હવે તેને બહાર એક વાસણ માં કાઢી ને બરાબર હાથ વડે મિક્સ કરી લેવું. તૈયાર છે કચરિયું.તેના લાડુ પણ વાળી શકાય અને તેને એમ જ ડબ્બા માં ભરી ને ૧૦-૧૫ દિવસ સુધી ખાઈ શકાય.

શિયાળામાં સુંઢના લાડુ બનાવવાની રીત

સૂંઠના લાડુ બનાવવા જરૂરી સામગ્રી:૧/૨ વાટકી સૂંઠનો પાઉડર, ૧ વાટકી સમારેલો ગોળ, ૧/૪ વાટકી ઘી

સૂંઠના લાડુ બનાવવાની રીત:  ગોળ ની ઝીણો સમારી લેવા નો 1/2વાટકી સૂંઠનો પાઉડર લેવાનો એક વાટકામાં ઘી ગરમ કરવા મૂકવું. ઘી ગરમ થઇ જાય એટલે તેમાં ગોળ નાખી દેવાનો ગોળ બરાબર ઓગળી જાય એટલે તેને બે કે ત્રણ મિનિટ માટે હલાવી તેમાં સૂંઠનો પાઉડર ઉમેરી દેવાનો . ગોળને બરાબર મિક્સ કરી હલાવી ગેસ બંધ કરી નીચે ઉતારી લેવાનું સહેજ ઠરી જાય એટલે તેના ગોળા વાળી લેવા ના ડબ્બામાં ભરી જરૂર પ્રમાણે તેનો ઉપયોગ માં લેવાના.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here