‘ ધાણા ’ આપણા શરીરમાં આયરનની ઉણપને પૂર્ણ કરશે ભોજનનો સ્વાદ વધારવા માટે ખાસ કોથમીરનો ઉપયોગ કરવામાં આવે છે તેમજ તેનાથી અનેક બીમારીઓનો ઇલાજ કરી શકાય છે સાથે શરીરમાં અનેક પ્રકારના પોષક તત્વોની પૂર્તિ માટે તેની મહત્વની ભૂમિકા હોય છે . કોથમીર સિવાય તેના બીજનો ઉપયોગ ઘરમાં મહત્વપૂર્ણ મસાલા તરીકે કરવામાં આવે છે . તે ખૂબ જ ફાયદાકારક ઔષધિ છે . જાણકારી માટે જણાવી દઇએ કે ઘાણામાં એન્ટી ઓક્સીડેન્ટ સારા પ્રમાણમાં રહેલું હોય છે . જેના કારણથી તે આંખોના સોજા અને ખંજવાળથી રાહત મળે છે .
ધાણાના બીજમાં એન્ટી – બેક્ટેરિયલ ગુણ હોય છે . જે કારણથી આ આંખોને બેકટેરિયલ સંક્રમણથી બચાવે છે . ધાણાના બીજ વાળા પાણીથી આંખોને વારંવાર ધુઓ જેનાથી આંકોમાં ખુબ ફાયદો થાય છે જ્યારે એનીમિયા શરીરમાં આયરનની ઉણપથી થાય છે . ધાણા શરીરમાં આયરનની ઉણપને પૂરા કરે છે ધાણાના બીમાં આયરન સિવાય અન્ય ઘણા એવા તત્વ રહેલા છે જે એનીમિયા જેવા રોગ થવાની સંભાવનાઓને ઘણી હદ સુધી ઓછી કરી દે છે .
ધાણા ટાઇડફોઇડ , ફૂડ પોઇનિંગ જેવી બીમારીઓ અને મુશ્કેલીઓ બેક્ટેરિયાના કારણે થાય છે . કોથમીરના બીજનું નિયમિત રીતે સેવન કરવાથી બેક્ટેરિયાથી થનારા રોગોની સંભાવના ઓછી થઇ જાય છે જોકે , ઘાણાના બીજમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે . તે સિવાય તેમા ડોડેસીનલ નામનું એક તત્વ રહેલું છે જે એક શક્તિશાળી એન્ટી બાયોટિક હોય છે અને ગમે એવા બેકટેરિયાને નાશ કરે છે. ધાણાના પાણીનું સેવન કરવાથી ચહેરા પરની ગમે એવી ફોલ્લીઓ હોય ધીમે ધીમે દૂર થઈ જાય છે. ધાણામાં એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ રહેલો હોય છે. જે તમારી ત્વચાને સ્પષ્ટ અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. શરીરમાં ખંજવાળ આવતી હોય તો પણ ધાણાનું પાણી ગુણકારી નીવડે છે