શું તમારું બાળક પણ પથારીમાં પેશાબ કરી લે છે તો જરૂર આ આર્ટીકલ વાંચજો પાચથી સાત વર્ષની ઉંમર પછી પણ કેટલાંક બાળકોમાં દર અઠવાડિયે ઓછામાં ઓછાં ૨-૩ વખત ઊંઘમાં જ મૂત્ર ત્યાગ થતો હોય છે અને તે કારણે બાળક અને માતા – પિતા બંને ચિંતામાં મુકાઇ જતાં હોય છે. બાળકની મનોસ્થિતિ પણ આ તકલીફના કારણે બગડી શકે છે . આયુર્વેદમાં તેને ‘ શૈય્યા મૂત્ર ’ તરીકે પણ ઓળખવામાં આવે છે . મોટા ભાગે કેટલીક ઉંમર પછી બાળક મૂત્ર ત્યાગ કરવાની પ્રક્રિયા પર નિયંત્રણ રાખી શકે છે પણ કેટલાંક બાળકોમાં રાત્રિના સમયે તેના પર નિયંત્રણ રહેતું નથી. અને ઊંઘમાં હોય ત્યારે પથારી પેશાબ કરી લે છે. આયુર્વેદમાં અપાન વાયુ તે મળ અને મૂત્રનો ત્યાગ કરવા માટે જવાબદાર છે . રાત્રિના સમયે તેનું કફ દ્વારા આવરણ થવાના કારણે આ સમસ્યાનો જન્મ થાય છે .
શૈય્યા મૂત્ર એટલે કે પથારીમાં થતા પેશાબ માટેના જરૂરી ના કારણો આ હોય શકે છે. 1. સાંજ એટલે કે રાત્રિ દરમિયાન ઘણું બધું પ્રવાહી લેવું(વધુ પડતું પાણી પીવું ) 2. બાળકને કોઈ પ્રકારનો ડર(દિવસનું કોઈ વસ્તુથી ડરી ગયેલ હોય ), ચિંતા કે તણાવ થવો આ દરમિયાન રાત્રે બાળક ડરના લીધે પથારીમાં પેશાબ કરી લે છે. 3. સમગ્ર રાત દરમિયાન જેટલા પ્રમાણમાં મૂત્ર બને છે તે મૂત્રાશય માટે વધારે હોવું તોજ પેશાબ બહાર નીકળે છે . 4. મૂત્રાશયની ચેતાતંતુઓ હજી વિકસિત ન થઇ હોય તો આ બનાવ બને છે 8. ખૂબ ઓછાં કેસમાં , ડાયાબીટીશ હોય તો રાત્રી ઊંઘ દરમિયાન બાળકનો પેશાબ થઇ જાય છે
જો તમારું બાળક પથારી પેશાબ કરી લે છે તો ગભરાવવાની જરૂર નથી આ રહ્યા તેના માટેના ઉપાય
- બાળક કોઈ ડર કે ચિંતામાં હોય તો તેને સહકાર આપીને તેનું નિરાકરણ લાવવું એને કોઇપણ ગંભીર પરિસ્થિતિ જાણવાની કોશિશ કરી તેનો સહકાર આપવો . જે દિવસે બાળક મૂત્ર ન કરે ત્યારે તેને પ્રોત્સાહિત કરવું
- અપચો કે મૃત્ર સંસ્થાનમાં ચેપ હોય તો તેની દવા કરવી
- બાળક સાથે ધીરજ અને પ્રેમથી વર્તન કરવું
- લાંબા સમયથી અપચો રહેવો કે મૂત્ર સંસ્થાનમાં ચેપ હોવો
- બાળકના શરીરમાં કૃમિની હાજરી હોવી મુખ્ય કારણ બની શકે છે
- હોર્મોન અસંતુલન
- બાળકના બાળપણમાં આ સમસ્યા હોવી
- બાળકની ઊંઘ અત્યંત ગાઢ
વૈદ્યકીય સલાહ અને માર્ગદર્શન હેઠળ ચિકિત્સા
૧. બિમ્બીના મૂળના રસને મધ સાથે ઓછી માત્રામાં ચટાડવું
૨. ઘણી વાર રાત્રે ઠંડી હોય તો પણ એક કારણ બની શકે છે. તે માટે બાળકને રોજ સવારે ગોળ ખવડાવો
૩. અખરટ અને કિસમિસ નિયમિત ખવડાવવાથી પણ આરામ મળી શકે છે.
૪. બાળક સાથે ખુબ ધીરજ અને પ્રેમથી જ વર્તન કરવું જોઈએ
૫. ૧ ચપટી હળદર અને ૨ ચપટી આમળાંનો પાવડર મધ સાથે સવારે અને સાંજે ચટાડવો તેનાથી ઘણો ફાયદો થશે
૬. મેદ્ય રસાયણ ઔષધ જેમકે જેઠીમધ, બ્રાહ્મી, વચા અને કુષ્માંડનું ચૂર્ણ આપી શકાય
૭. કાળા તલ સવારે અને સાંજે એક ચમચી આપવાં
૮. અપચો કે મૂત્ર ભાગમાં માં કોઈ ચેપ હોય તો તેની દવા કરવી
૯. જો બાળકના પેટમાં કૃમિ હોય તો અજમો ચપટી સિંધાલુણ સાથે રોજ સવારે નિયમિત આપો તેનાથી કૃમિ દુર થશે
૧૦. આમળાં અને અશ્વગંધાના ચૂર્ણ સાથે કૃમિને હટાવવાની ચિકિત્સા કરવાથી પણ કૃમીમાં ફાયદો થઇ શકે છે.
૧૧. જે દિવસે બાળક મૂત્ર કરે ત્યારે બાળકને પ્રોત્સાહિત કરવું
૧૨. બાળક કોઈ ડર કે ચિંતામાં હોય તો તેને સહકાર આપીને તેનું નિરાકરણ લાવવું એ દરેક માતા પિતાની જવાબદારી છે
➤ હસુદાદા જણાવે છે દરેક રોગની માત્ર એક જ દવા છે આ ચૂર્ણ : અહીંયા ક્લિક કરો
➤ આદું, તુલસી અને ગોળના પ્રયોગથી એક જ અઠવાડિયામાં સ્ટેન્ટ અને બાયપાસની નોબત દૂર કરવાની ખેતસીભાઈએ સમજાવી આસાન રીત : અહીંયા ક્લિક કરો
➤ વર્ષો પહેલા આપણા દાદીમા અજમાવતા આ ઘરેલું નુશખા : અહીંયા ક્લિક કરો