શરદ પુનમના દિવસે દૂધ પૌવા ખાવાનું ખુબ મહત્વ છે. આ દૂધ પૌવા તમારા સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. આ દૂધ પૌવા ચંદ્રના પ્રકાશમાં બનાવવાથી ખુબ ટેસ્ટી બને છે.
દૂધ પૌવા બનાવવા માટે જરૂરી સામગ્રી:
- 1 લિટર દૂધ (ફુલ ફેટ)
- 1+1/4 કપ પૌવા
- 1/2 કપ ખાંડ અથવા જરુર મુજબ
- 1 ટીસ્પૂન ઈલાયચીનો ભુક્કો
- 2 ટેબલસ્પૂન બારીક સમારેલી બદામ
- 2 ટેબલસ્પૂન બારીક સમારેલા કાજુ
- 2 ટેબલસ્પૂન બારીક સમારેલા પિસ્તા
- 1 ટીસ્પૂન કેવડા જળ (ઓપ્શનલ)
- ગાર્નિશિંગ માટે-
- જરૂર મુજબ કાજુ- બદામ -પિસ્તાની કતરણ
- જરૂર મુજબ ગુલાબની સુકેલી પાંદડીઓ
- જરૂર મુજબ કેસરના તાંતણા
દૂધ પૌવા બનાવવા માટેની રીત: સૌ પ્રથમ એક તપેલી અથવા પેનમાં દૂધ ગરમ કરવા મૂકો, દૂધ ઉકળે ત્યારે ગેસની આંચ ધીમી કરી ખાંડ ઉમેરી 10 મિનિટ પકાવો. એક બાઉલમાં પૌવા લઈ, પાણીથી પૌવાને બરાબર ધોઈ, નિતારી લો. હવે દૂધમાં નિતારેલા પૌવા ઉમેરીને 10 મિનિટ મિડીયમ થી ધીમી આંચે પકાવો. કાજુ-બદામ- પિસ્તાના ટુકડા, ઈલાયચીનો ભુક્કો નાખીને 5 મિનિટ પકાવી ગેસ બંધ કરીને કેવડા જળ ઉમેરી મિક્સ કરી લો. તૈયાર છે દૂધ પૌવા સહેજ ઠંડા થાય એટલે કાજુ- બદામ -પિસ્તાની કતરણ થી સજાવીને પીરસો.