ઉપયોગમાં આવે તેવી ૧૪+ કિચન ટીપ્સ

0
215

ઘણી વખત એવું બને કે જમવામાં બરાબર ચાવીને ન ખાધું હોય કે પછી બીજા કોઈ કારણસર આપણને પેટમાં અચાનક દુખાવો થાય છે જયારે પણ તમને પેટમાં દુખે ત્યારે તમારે પરેશાન થવાની જરૂર નથી તમારા ઘરમાં આ પાવડરની ફાકી બનાવીને રાખો તમે જરૂર પડે ત્યારે ઉપયોગ કરી શકો છો આ પાવડર બનાવવા માટે સૌ પ્રથમ   દાડમની છાલને સરખી રીતે સુકવી દો.

પછી તેને મિક્સરમાં વાટીને પાઉડર બનાવો. જ્યારે પણ પેટમાં દુઃખાવો થાય હુંફાળા દૂધનીસાથે 1 ચમચી લો. તમારા પેટનો દુખાવો દુર થશે

તમે બહાર ગામ જવાનું હોય અને બાળકનું દુધ સાથે લઈ જવાનું વિચારતા હોય પરંતુ દૂધ બગડી જશે એવી બીક લગતી હોય તો આ ઉપાય જરૂર કરજો તમારું દૂધ બગડશે નહિ પરંતુ લાંબા સમય સુધી તાજું રહેશે દૂધને વધારે સમય તાજું રાખવા માટે એને ગરમ કરી તેમાં એલચી વાટીને નાખી રાખો.

ખાંડના ડબ્બામાં વારંવાર કીડીઓ ચડી જાય છે તો લોટ કે ખાંડના ડબ્બામાં કીડીઓ આવતી અટકાવવા તેમાં કુદીનાનાં, બે થી ત્રણ પાન મૂકી રાખો, કીડીથી છુટકારો મળશે. તમે કેક ઘરે બનાવતા હોય અને તમે કેક માં ઇન્દુ નાખવા ન ઈચ્છતા હોય તો આ રીત થી ઘરે કેક બનાવશો તો એકદમ બેકરી જેવીજ કેક બનશે જો તમે કેકમાં ઇંડાનો ઉપયોગ કરવાન ઈચ્છતા હોવ તો તેની જગ્યાએ અડધું કેળું ઉપયોગમાં લઈ શકો છો.

આખા વર્ષનું અથાણું બનાવતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખો આખું વર્ષ અથાણું તાજું રહેશે બગડશે નહિ ગળ્યાં અથાણાંમાં થોડુ મીઠું નાખવાથી અને ખાટાં અથાણાંમાં થોડી ખાંડ નાખવાથી અથાણાંનો બગડેલો સ્વાદ ફરીથી સારો થાય છે.

જો તમારા ઘરે છાસ ખાતી થઇ જાય તો છાસ કોઈ ખાતું નથી આને છાસ ફેંકી દેતા હોય છે હવે આ ખાતી થઇ ગયેલ છાસને ફેકશો નહિ પરંતુ છાસનો ઉપયોગ આ રીતે કરશો તો છાસ તમારે ફેકવી નહિ પડે થઈ ગયેલી છાશને ફેંકી ન દેતાં તેમાં તાંબાનાં વાસણો બોળી રાખવાં. વાસણ ચમકી ઊઠશે.  તમે બજાર માંથી કે ઘરે વાવેલા કેળા ને પકવવા માટે આ ઉપાય કરો કાચાં કેળાંને પકાવવા માટે તેને એલ્યૂમિનિયમ ફોઇલમાં વીટીને ફ્રિઝમાં રાખો, કેળાં જલ્દી પાકી જશે.

ઘણી મહિલાઓને ચાસણી બનાવતી વખતે ડર લાગતો હોય છે ચાસણી સારી તો બનશે ને ? બગડશે તો નહિ ને ? આ રીતથી ચાસણી બનાવશો તો ચાસણી બગડશે નહિ સારી બનશે ચાસણી બનાવતી વખતે કઢાઇમાં માખણ લગાવી દેવાથી ચાસણી સરસ બનશે.

ઘણી વખતે એવું બનતું હોય છે કે દૂધ ફાટી જાય છે તો આ ફાટી ગયેલ દુધને ફેંકી ન દેશો તેમાંથી આ વસ્તુ બનાવો તમારા વેસ્ટ દુધનો ખુબ સારી રીતે ઉપયોગ થઇ જશે દૂધ ફાટી ગયું હોય તો તેમાં બેસન મિક્સ કરીને તેના ભજિયાં બનાવો, ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. અને તમે ફાટી ગયેલ દૂધમાંથી પનીર પણ બનાવી શકો છો પનીર બનાવવાની રીતપૂરી સ્વાદિષ્ટ અને એકદમ ફૂલેલી બનાવવા માટેના ઉપાય પૂરી બનાવતી વખતે તેના લોટમાં એક ચમચી સોજી ઉમેરવાથી પૂરી કુલેલી અને કરકરી થશે.

દહીને એકદમ પોડા જેવું જમાવવા માટે આ ઉપચાર કરો દહીં એકદમ સારું જામશે અને ફાટશે નહિ દહીં જમાવવા મૂક્યુંહોય તો તેને વારવાર ખોલીને ન જુઓ, હવા લાગવાથી દહીમાંથી પાણી છૂટું પડવા લાગશે.

લસણ જયારે ફોલી ત્યારે સાંજ સુધી હાથમાંથી લસણની વાસ જતી નથી હાથમાં લસણની જ વાસ આવ્યા રાખે છે પરંતુ આ ઉપચાર કરશો તો તમારા હાથમાંથી લસણની વાસ જતી રહેશે અને તમારા હાથ ક્લીન થઇ જશે લસણ ફોલ્યાં બાદ જો હાથમાં વાસ આવતી હોય તો મીઠાના ગરમ પાણીથી હાય ધોવો, વાસ જતી રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here