10.8 C
New York
Wednesday, December 18, 2024

ઉપયોગમાં આવે તેવી ૧૧+ કિચન ટીપ્સ

વટાણા બાફતી વખતે તેનો કલર જતો રહે છે આમ વટાણા બફાય જાય અને કલર યથાવત રહે એ માટે વટાણા બાફતી વખતે તેમાં થોડીક ખાંડ નાખવાથી વટાણાનો સ્વાદ અને લીલો રંગ યથાવત રહે છે.

 આપણે છોલે બનાવી ત્યારે છોલે નો કલર લાલ થાય એ માટે ખુબ ચટણી નાખી પણ વધારે ચટણી નાખવાથી છોલે તીખા થઇ જાય અને તો પણ જોઈ એવો લાલ કલર ન થાય આમ છોલે નો કલર લાલ થાય એ માટે છોલેને લાલ રગ આપવા માટે એક ચમયી ચાની પોટલી બનાવીને છોલેની સાથે ઉકાળી લો. અને જો તમે ઈય્છો તો ચાની જગ્યાએ ટી-બેગ પણ ઉપયોગમાં લઈ શકો છો. આમ કરવાથી છોલેનો રંગ એકદમ લાલ આવશે અને તમારા છોલે તીખા પણ નહિ થાય

બાળકો દૂધ બોટલમાં પિતા હોય અને બોટલમાં દૂધ ભરી રાખવાથી બોત્ક્લમાં ખરાબ વાસ આવે છે જો બોટલમાં વાસ આવતી હોય અને વાસ દુર કરવા માટે દૂઘની બોટલમાં વાસ આવતી હોયતો તેમાં પાણી ભરીને લવિંગના બે થી ત્રણ ટુકડા નાખી કલાક સુધી રાખી મૂકો, દુધની વાસ જતી રહેશે. બોટલ એકદમ ફ્રેશ થઇ જશે

બટાકા અને કેળાની ચિપ્સ બનાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત બટાટા અથવા કેળાંની ચિપ્સ બનાવતી વખતે ચિપ્સને જે પાણીમાં પલાળો છો તેમાં સહેજ હળદર નાખી દો, યિપ્સ કાળી નહીં પડે.

સૂકામેવા (કાજુ, બદામ, દ્રાક્ષ, અખરોટ) પ્લાસ્ટિકની બેગમાં અથવા તો એરટાઇટ કન્ટેનરમાં ભરીને ફ્રીઝમાં રાખશો તો તે લાંબા સમય સુધી સચવાઈ રહેશે. સુકા મેવા બગડશે નહિ

ચોમાસાની સિઝનમાં ભેજવારા વાતાવરણમાં મસાલા બગડી જાવાની બીક લાગે છે મસાલાની બરણીમાં ભેજ ન લાગે તેના માટે તેમાં એક હિંગનો ટુકડો રાખવો આમ હિંગનો ટુકડો મસાલા સાથે રાખવાથી મસાલા બગડશે નહિ તાજા રહેશે

ઘરમાં નાના છોકરા હોય એટલે વસ્તુ ધોળે ફોડે આથી રસોડાની લાદી રોજ સાફ કરવાથી ચીકણી જ લાગે છે આમ રસોડાની લાદી સાફ કરવા માટે આટલું કરો રસોડામાં ટાઇલ્સ વધુ ચીકણી થઈ ગઈ હોય તો ત્યાં મીઠુ નાખીને થોડીવાર રહેવા ડો પછી લાદી ઘસીને સાફ કરો. આમ કરવાથી રસોડાની લાદી ચમકી ઉઠશે બટાકાવડા બનાવતી વખતે માવામાં તેલનો વઘાર કરતી વખતે જ કોથમીર નાખવાથી તે છૂટી નહીં પડે અને તેનો લીલો રંગ પણ જળવાઈ રહેશે.

સિંગપાક ઘરે બનાવતી બજાર જેવો સ્વાદ આવે એ માટે સીંગપાક બનાવતી વખતે તેમાં તલનો થોડો ભૂકો ઉમેરવાથી સીંગપાક ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. અને એકદમ ટેસ્ટ બજારના ટેસ્ટ જેવોજ આવે છે

રસોડા રસોઈ બનાવતા હોય અને તીખો વધાર કરી એટલે ચટણી ઉડે છે આમ મસાલો વઘારતી વખતે તેમાં ચપટી ખાંડ નાખી દેવાથી તેની તીખી સુગંધ ઓછી થઈ જાય છે. કુદીનાની ઈન્સ્ટન્ટ ચટણી બનાવવા માટે કુદીનાના પાનને સૂકવીને તેનો પાઉડર બનાવીને રાખો અને જ્યારે જરૂર પડે ત્યારે એ મુજબ તેની ચટણી બનાવી શકાય છે. લીલા પાંદડા વારા શાકભાજી લાંબા સ્સ્મ્ય સુધી તાજા રાખવા માટે લીલાં પાંદડાંવાળાં શાકભાજીને છાપાંમાં વીંટાળીને રાખવાથી તે લાંબા સમય સુધી તાજાં રહે છે. બગડતા નથી. પાણીની બોટલમાંથી વાસ આવતી હોય તો તેને વિનેગર અને મીઠાના પાણીથી ધોવો, પાણીની બોટલમાં આવતી વાસ દૂર થશે.

ઈડલીને વધુ ટેસ્ટી બનાવવા માટે આ રીતે ઈડલી બનાવશે તો વારંવાર આ રીતે ઈડલી બનાવશો નાળિયેરનું પાણી આઠ કલાક સુધી રાખી મૂક્યાં પછી તેને ઈડલીના ખીરામાં મિક્સ કરવાથી ઈડલી વધુ ટેસ્ટી બનશે. ચાટમસાલો તૈયાર કરતી વખતે એમાં થોડું કૂદીનાનું ચૂર્ણ મેળવી દો. ચાટ મસાલાનો સ્વાદ સરસ આવશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles