Friday, November 22, 2024
Google search engine
Homeહેલ્થ ટીપ્સઅલગ અલગ સોસ બનાવવાની રીત

અલગ અલગ સોસ બનાવવાની રીત

રેડ ચીલી સોસ બનાવવા માટે જરૂરી સામગ્રી: 100 ગ્રામ કાશ્મીરી લાલ મરચાં, 3/4 કપ લીંબુનો રસ, 2 ટીસ્પૂન જીરુ, ૨ ટી.સ્પૂન તેલ, 100 ગ્રામ તીખા લાલ મરચાં, ચપટી હિંગ, મીઠું સ્વાદાનુસાર

રેડ ચીલી સોસ (red chilli) બનાવવા માટેની રીત: રેડ ચીલી સોસ બનાવવા માટે સૌપ્રથમ કાશ્મીરી મરચાં લો અને મરચાને સારા પાણીથી ધોઈ નાખો પછી મરચાના ડીટીયા કાઢી દો અને ત્રણથી ચાર મોટા ટુકડામાં સમારી લો. હવે એક કડાઇમાં તેલ ગરમ મૂકો અને તેમાં હિંગ જીરું નાખી સમારેલા મરચાં નાખી દો હવે મરચાને તેલમાં થોડાક સાંતળી દો પછી તેમાં મીઠું અને પાણી નાખી ઢાંકીને થોડીક વાર થવા દો વચ્ચે એક વખત હલાવીને મરચા ગળી ન જાય ત્યાં સુધી થવા દો થોડું પાણી રહે પછી ઢાંકણ ખોલીને ફાસ્ટ ગેસ પર પાણી મળે ત્યાં સુધી થવા દો. હવે મરચાને એકદમ ઠંડા પડવા દો પછી મિક્સરમાં ક્રશ કરવા લો વચ્ચે લીંબુનો રસ નાખવો પાછો ક્રશ કરી લેવું હવે બાકીનો લીંબુનો રસ જે પેસ્ટ બની છે એ કાઢી ને પછી ઉમેરવો તો તૈયાર છે રેડ ચીલી સોસ. આ સોસ તમે સ્ટોર પણ કરી શકો છો અને અને જયારે તમારે રેડ ચીલી સોસની જરૂર પડે ત્યારે આ સોસ વાપરી શકો છો

ટમેટો સોસ બનાવવા માટે જરૂરી સામગ્રી: 1 કિલો સમારેલા ટામેટા, ૧ નંગ સમારેલું બીટ, અડધો કપ સમારેલો કાંદો, અડધો કપ ખાંડ, 1 ચમચી વિનેગર, 1 નંગ સૂકું લાલ મરચું, 3 નંગ લસણની કળી, 1 નાનો આદુનો ટુકડો, મીઠું સ્વાદ અનુસાર

ટમેટો સોસ બનાવવા માટેની રીત: સૌપ્રથમ ટમેટા સારા પાણીથી ધોઈ લેવા અને તેના મોટા મોટા ટુકડા કરી લેવા ગેસ ચાલુ કરી તેની પર એક નોન સ્ટીક પેન લઇ તેમાં ટામેટાં ઉમેરો પછી બીટ(બીટના ટુકડા) ઉમેરો પછી કાંદો(કાંદાના ટુકડા) ઉમેરો. બીત ઉમેરવાથી સોસનો કલર ખુબ સારો આવે છે. હવે લસણ, આદુનો ટુકડો, ખાંડ, વિનેગર અને મીઠું ઉમેરીને હલાવો, હવે તેમાં ૧ નંગ સૂકું લાલ મરચું ઉમેરી 30થી 40 મિનિટ સુધી કડાઈ પર ઢાંકણ ઢાંકી દો ટામેટા પોચા થઇ જાય ત્યાં સુધી થવા દો. તેમાં પાણી બિલકુલ નાખવાનું નથી. 30થી 40 મિનિટ બાદ ટામેટા પોચા થઇ જાય એટલે તેને મિક્સર જારમાં લઈ બધું મિશ્રણ ક્રશ કરી લેવો . હવે એક મોટી ગળણી ની મદદથી મિક્સ કરેલા મિશ્રણને ગાળી લેવું. તો હવે એક કાચની બોટલમાં સોસને ભરી ઉપયોગમાં લઇ શકાય છે. તો તૈયાર છે ટોમેટો સોસ. આ સોસ તમે સ્ટોર પણ કરી શકો છો અને અને જયારે તમારે સોસની જરૂર પડે ત્યારે આ સોસ વાપરી શકો છો

સેઝવાન સોસ બનાવવા માટે જરૂરી સામગ્રી: ૧૦ તીખા સૂકા લાલ મરચાં, ૧૦ કાશ્મીરી સૂકા લાલ મરચા, ૬ કડી લસણ, જરૂર મુજબ પાણી, ૨ ડુંગળી સમારેલી,બારીક, ૧ મરચાં બારીક સમારેલા, ૧ સેલેરીની દાંડી સમારેલી, મેં અહીં કોથમીરની દાંડી લીધી છે, ૧ લસણ બારીક સમારેલું, ૧ આદુ ખમણીને, ૨ ચમચી સાકર, ૧-૧/૨ ચમચો વિનેગર, ૧ ચમચો કોર્ન ફ્લોર અને બે ચમચા પાણી, ૩ ચમચા તેલ, સ્વાદાનુસાર મીઠું, ૩/૪ કપ સ્ટોક, ચપટી આજી નો મોટો, મેં અહીં નથી વાપર્યો, તમને ગમે તો યુઝ કરી શકો

સેઝવાન સોસ બનાવવા માટેની રીત: સૌ પ્રથમ એક તપેલી માં પાણી લઈ મરચાં અને લસણ ઉમેરી દસ મિનિટ માટે ધીમા તાપે રાખવું.ઠંડુ થાય પછી મિક્સર જારમાં પીસી અને પેસ્ટ બનાવવી. તૈયાર છે આપણી બધી વસ્તુ ઓ. હવે એક કડાઈમાં તેલ મુકવું, ત્યારબાદ તેમાં ડુંગળી લસણ આદુ મરચા અને કોથમીર ની દાંડી ઉમેરી એકથી બે મિનિટ માટે સાંતળો.હવે એક કડાઈમાં તેલ મુકવું, ત્યારબાદ તેમાં ડુંગળી લસણ આદુ મરચા અને કોથમીર ની દાંડી ઉમેરી એકથી બે મિનિટ માટે સાંતળો. ત્યારબાદ તેમાં પેસ્ટ ઉમેરવી અને એક મિનિટ માટે સાંતળો એ પછી કોનફલોર માં પાણી ઉમેરી મિક્સ કરી ઉમેરો. ખાંડ,અને સ્ટોક ઉમેરો અને ફરી એક થી દોઢ મિનિટ માટે સાંતળો. છેલ્લે વિનેગર ઉમેરી ગેસ બંધ કરીદો. તો આપણો સેઝવાન સોસ તૈયાર છે આ સોસને તમે એક air tight બરણીમાં ભરી ફ્રીઝમાં રાખવો. જયારે સોસનો ઉપયોગ કરવો હોય ત્યારે થોડીવાર પહેલા ફ્રીઝ માંથી કાઢી લેવો. એ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments