ગુજરાતની ખોવાઇ ગયેલી વાનગી પૂરણપોળી બનાવવાની રીત

કેમ છો મિત્રો આજે આપણે લીને આવિયા છીએ ગુજરાતની ખોવાઇ ગયેલી વાનગી પૂરણાપોળી બનાવવાની રીત આ વાનગી તહેવારોના દિવસે તેમજ મહેમાન આવે ત્યારે મોટા ભાગે બનાવતા હોય છે.

પુરણપોળી બનાવવા માટે જરૂરી સામગ્રી: ૫૦૦ ગ્રામ ચણાની દાળ,ચોખાનો લોટ, ૨૫ ગ્રામ કોપરાનું ખમણ, ૫૦૦ ગ્રામ ખાંડ, ૫૦૦ ગ્રામ ઘઉંનો લોટ, એલચી, તેલ -ઘી પ્રમાણસર

પુરણપોળી બનાવવા માટેની રીત: પુરણપોળી બનાવવા માટે સૌ પ્રથમ ચણાની દાળને કૂકરમાં બાફી લેવી. દાળ બરાબર બફાઈ જાય એટલે મિક્સરમાં ક્રશ કરી લેવી અને એક તપેલીમાં ભરી લેવી , તેમાં ખાંડ ઉમેરી તાપ પર મૂકવું અને સતત હલાવતાં રહેવું. ત્યારબાદ તેમાં ૧ ચમચો ઘી નાખવું, જેથા તેમાં છાંટા ઓછા ઉડે.

ત્યારબાદ ખાંડનું પાણી બળી જાય એટલે અને એકદમ ઘટ્ટ બની જાય એટલે ગેસ પરથી ઉતારી લેવું. પુરણ તપાસવા માટે પુરણમાં તવેથો ઉભો મૂકીને જોવો. જો અઘ્ધર સીધો રહે તો જાણવું કે પૂરણ બરાબર થઈ ગયું છે. પછી તેમાં કોપરાનું ખમણ અને એલચીનો ભૂકો નાખી, પુરણ થાળીમાં કાઢી લેવું. પુરણ ઠંડુ પડે એટલે તેમાં પ્રમાણસર ગોળા બનાવવા. હવે ઘઉંના લોટમાં તેલનું મોણ દઈને તેની રોટલી જેવી કણક બાંધવી.

એક કલાક કણકને ઢાંકીને રહેવા દેવી. ત્યારબાદ તેને મસળવી પછી તેમાંથી લૂઆ બનાવવા તેની લાંબી , પાતળી રોટલી ચોખાનાં લોટનું અટામણ લઈ વણવી. પછી તેના ઉપર પૂરણનો ગોળો મૂકી, બાકીની રોટલી ઢાંકી દેવી. પછી હળવા હાથે વણી તવા પર ધીમા તાપે શેકવી. પૂરણપોળી શેકાય જાય એટલે તેના ઉપર ઘી લગાવી પીરસો. ગરમાગરમ પૂરણપોળીની મજા જ અલગ છે. દરેક ગુજરાતીઓને પૂરણપોળી ખુબ પ્રિય હોય છે

અમારી આ રેસીપી સારી લાગે તો મિત્રો સાથે શેર કરો અને તમારી મનપસંદ વાનગીની રેસીપી મેળવવા માટે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો અને આવીજ અવનવી વાનગીને રેસીપી અને હેલ્થ tips મેળવવા માટે અમર ફેસબુક પેઝ્ને લાઇક જરૂર કરજો. અમર ફેસબુક પેઝ સાથે જોડાયેલ દરેક લોકોનો અમે દિલથી આભાર માનીએ છીએ.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles