ફુદીનાની, ખજુરની, લીલી ચટણી, મીઠી ચટણી, નારિયેળની ચટણી બનાવવાની રીત

ફુદીનાની ચટણી: ફૂદીનાની ચટણી બનાવવા માટે જરૂરી સામગ્રી : 1 કપ સમારેલી કોથમીર, 1/4 કપ ફુદીનો, 5-6 લીલા મરચાં, 1 ટેબલ સ્પૂન લીંબુ નો રસ, , 1 ટેબલ સ્પૂન દાળીયા, 1 ટી સ્પૂન મરી, 1 ટી સ્પૂન શેકેલું જીરુ, 1 ટી સ્પૂન સંચળ પાવડર, 2 ટેબલ સ્પૂન તેલ, મીઠું સ્વાદ મુજબ, 4-5 બરફના ક્યુબ

ફુદીનાની ચટણી બનાવવાની રીત: સૌપ્રથમ કોથમીર અને ફુદીનાની સારી રીતે ધોઈ લેવો અને ફુદીનો અને કોથમીર સુકાય જાય એટલે કોરા પાડી પછી તેને સમારી લેવા. પછી મિક્સર જારમાં ઉપરની બધી સામગ્રી લઈ ચટણી બનાવી લેવી. ચટણી ગ્રાઇન્ડ કરતી વખતે જરૂર પડે તો વધારે બરફ ઉમેરો અને સ્મૂધ ચટણી બનાવી લેવી. તો તૈયાર છે ફુદીનાની ચટણી આ ચટણી ખાવામાં ખુબ હેલ્થી અને ટેસ્ટી હોય છે.

લીલી ચટણી (તીખી ચટણી): લીલી ચટણી બનાવવા માટે જરૂરી સામગ્રી: ૧ પુડી લીલા ધાણા, ૧૦ તીખા મરચાં, ૧ નંગ લીંબુ, ૧ ટુકડો આદુ, ૧/૨ વાટકી ખારી શીંગ , ૧ ચમચી ખાંડ મીઠું જરૂર મુજબ……..ધાણા ને કુણી ડાણ પણ સાથે રાખીને લેવા એમ બધા ધાણા સાફ કરી લેવા અને ધાણા સુધારી લેવા ત્યારબાદ મરચા આદુ સુધારી લેવા હવે પછી સિંગદાણાના ફોતરા કાઢી બધું એક મીકસર જાર મા લઈ પીસી લેવુ તો તૈયાર છે ચટપટી ચટણી જે ઘણી બધી ડીસીઝ મા લેવા માં આવે છે. ખાસ કરીને રાજકોટમાં આ ચટણી ખુબ પ્રખ્યાત છે આ ચટણીસરસ બજારમાં તૈયાર પેકેટમાં મળતી ચટણી જેવી જ બનશે.

મીઠી ચટણી(આમલીની ચટણી): 1 લિટર પાણી, 2-3 ચમચી આમલીનો પલ્પ, 1 કપ ખાંડ, 1-2 ચમચી કોર્ન ફ્લોર , 1 ચમચી ચીલી ફ્લેક્સ, 1 ચપટી લાલ કલર, 1 ચમચી ક્રશ કરેલા ધાણા, 1/4 ચમચી હિંગ, મીઠું સ્વાદ અનુસાર

રીત: સૌપ્રથમ એક બાઉલમાં પાણી લઈ તેમાં ખાંડ નાખી ઉકળવા માટે મૂકો. ખાંડ બરાબર ઓગળી જાય એટલે તેમાં આમલીનો પલ્પ નાંખી મિક્સ કરવું . હવે તેમાં ચીલી ફ્લેક્સ, હિંગ, મીઠું, ધાણા અને કલર નાખી સારી રીતે ઊકળવા દેવું. ત્યારબાદ કોર્ન ફ્લોર માં થોડું પાણી નાખી સ્લરી બનાવી લેવી. ત્યારબાદ તેને ઉકળતી ચટણીમાં મિક્સ કરી પાંચ મિનિટ સુધી ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકળવા દેવું. તો તૈયાર છે ગરમા ગરમ ચટણી જેને તમે સમોસા, પકોડા, ભજીયા, દાબેલી કોઈપણ ચટપટી વાનગી સાથે પીરસી શકો.

ખજુરની ચટણી: 50 ગ્રામ આંબલી, 50 ગ્રામ ગોળ, 50 ગ્રામ ખજુર, મીઠુ સ્વાદ મુજબ, 1 ચમચી મરચું પાવડર, 2 ચમચી ધાણાજીરૂ

રીત: સૌપ્રથમ ખજૂર અને આમલીને બરાબર ધોઈ લો પછી તેમા ગોળ ઉમેરો. હવે એક તપેલીમાં ત્રણેય વસ્તુ લઈને કૂકરમાં એક સીટી વગાડો અથવા ગરમ પાણીમાં ઉકાળી લો.પછી તેને ગરણાથી ગાળો અને તેમાં મીઠું મરચું અને ધાણા જીરૂ ઉમેરો. સેવ પુરી, ભેલ, પાણીપુરી, સમોસા બધા સાથે આ ચટણી ખુબ જ સારી લાગે છે. તેને ફ્રીઝરમાં એર ટાઈટ ડબ્બામાં ભરીને પણ લાંબો ટાઈમ સુધી સ્ટોર કરી શકાય છે

નારિયેળની ચટણી: નાળિયેરની ચટણી બનાવવા માટે જરૂરી સામગ્રી: ૧ કપ નાળિયેરનું છીણ, ૧/૪ કપ સીંગદાણા, ૧/૪ કપ દાળીયા, ૨ લીલા મરચાં, ૧ કપ સમારેલી કોથમીર, ૧ કડો આદું, સ્વાદ અનુસાર મીઠું, ચટણીના વઘાર માટે ♈, ૧ ટીસ્પૂન તેલ, ૧ ચપટી હીંગ, ૧/૨ ચમચી રાઇ, ૧/૨ ચમચી જીરૂ, ૧ ડાળી મીઠા લીમડાના પાન

રીત: મિક્સર જારમાં ખમણેલું નાળિયેર, દાળીયા, સીંગદાણા, લીલા મરચાં, આદું, કોથમીર અને મીઠું ઉમેરીક્રશ કરી લો. ત્યારબાદ તેમાં જરૂરી પાણી મેળવી સુંવાળી પેસ્ટ તૈયાર કરી એક બાઉલમાં કાઢી લો હવે વઘાર માટે, તેલ ગરમ કરી તેમાં રાઇ, જીરૂ, હીંગ, લાલ મરચાં અને લીમડાના પાન ઉમેરી વઘાર કરો. તૈયાર થયેલા આ વઘારને ચટણી પર રેડી સારી રીતે મિક્સ કરી લો.
તો તૈયાર છે નારિયેળની ચટણી.

Leave a Comment