ઉપયોગમાં આવે તેવી ઘરગથ્થુ ઉપચાર

0
185

કોઇપણ જાતની આડઅસર વિના પેટની ચ ૨ બી ઓગાળવા માટેના સોનેરી સૂચનો ખાંડનું પ્રમાણ ખોરાક માં ખૂબ જ ઓછું રાખવું . તેલવાળું , તીખું , પેકેટ ફૂડ અને રેકડીનું ચોખ્ખું ન હોય તેવું ન ખાવું . સવારનો નાસ્તો ક્યારેય ટાળવો નહીં . આખા દિવસ માં ૧૦ થી ૧૨ ગ્લાસ પાણી પીવાનું . જે ચયાપચય ની કિયા તેમજ શરીર ના બધા તંત્ર માટે ખૂબ જ જરૂરી છે . કુદરતી રીતે પાકેલ તથા લીલા શાકભાજી ને આહાર માં વધુ માં વધુ ઉપયોગ કરવો . વધુ ફાઇબર વાળા શાકભાજી તથા ફળો આહાર માં લેવા જે પાચન માં ખૂબ જ હળવા અને શક્તિવર્ધક રહે છે . વધુ ખાટા સ્વાદવાળા આહાર ન ખાવા . એક સાથે વધુ ખોરાક ખાવા ને બદલે થોડા થોડા સમયે થોડો થોડો ખોરાક લેવો જે પચવામાં ખૂબ જ સહેલો રહે . ભૂખ્યું રહી અને વજન ઉતારવાની કોશિશ ક્યારેય પણ ન કરવી . વજન વધવાની બાબત માં સફેદ ઝેર જેવા આહાર જેમકે ખાંડ , મેંદો , માખણ , ચીઝને સાવ બંધ કરવા .

ડ્રાયફુટ ને આહાર માં કાયમી સ્થાન આપશો . શરીરને ચુસ્ત અને સ્કૂર્તિલું રાખો . ચાલો , ડાન્સ કરો , પાણી માં તરવા જાવ , સાયકલ ચલાવો તથા ઘરકામ માટે વધુ સમય ફાળવો . દિવસમાં નિયમિત રીતે ૩૦ મિનિટ નો સમય ફાળવો જે શરીર ને સ્કૂર્તિલું રાખવા તેમજ પાચન ને સુધારવા માટે અનિવાર્ય છે . શક્ય હોય તો ૧૫ મિનિટ યોગા માટે ફાળવો . ખોરાક નો સમય નિયમિત રાખશો . ઉતાવળે જમવું નહીં , ખોરાક ને વધુ ચાવવાથી તેનું પાચન સરળ થશે . ભરપેટ ભોજન કરતા પ્રમાણસર ભોજન લેવું . કોઈ પણ પ્રકારના ખોરાકને ભોજન માં થી કાયમી બાદબાકી ન કરવી . આખો દિવસ ઉકાળીને ઠંડુ કરેલ પાણી પીવું જે પચવામાં નોર્મલ પાણી કરતા ચોથા ભાગ નું રહેશે . વધુ માં પાણીજન્ય રોગો થવાનું જોખમ સાવ ઘટી જશે . દરરોજ વજન કરશો જેથી વજન ઘટાડવા માટે તમારું મનોબળ મજબૂત થશે . પૂરતી નીંદર લેશો જેનાથી આખો દિવસ સ્કૂર્તિમય જશે જે વજન ઉતારવા માટે મદદરૂપ થશે .

શ્રાવણ મહિનામાં વ્રતની સાથે ઈમ્યુનિટી વધારશે આ વસ્તુઓ! ભગવાન શિવનો પ્રિય મહિનો શ્રાવણ મહિનો છે . ભોળાનાથના ભક્તો ! ભગવાન શિવને રીઝવવા માટે આખો મહિનો ઉપવાસ કરે છે . તમારે વ્રતની સાથોસાથ ઈમ્યુનિટી જાળવી રાખવા માટે આ વસ્તુઓ તમારા ડાયેટમાં સામેલ કરવી જોઈએ . ૧ ) ચોખા – શ્રાવણના વ્રતમાં ચોખાની બનેલી વસ્તુઓ ખાવી જોઈએ . તે તમારા શરીરમાં ડિટોકસીફીકેશન પ્રક્રિયા તેજ કરશે , અને પાચન શક્તિને બહેતર ! બનાવે છે . ૨ ) પાંદડાવળી ભાજી શ્રાવણના મહિનામાં લીલાં પાંદડાવાળી ભાજી ખાવી જોઈએ . આ પ્રશ્નમાં વિટામીન સી , વિટામીન કે અને આયર્નવાળા શાક ખાવા જોઈએ . તમે તેને સૂપ , સલાડમાં પણ નાંખીને ખાઈ શકો છો . ૩ ) ડ્રાય ફ્રુટ્સ – ઉપવાસમાં તમે ડ્રાય ફ્રુટ્સ ખાઈ શકો છો . અખરોટ , બદામ , ખજૂર , પિસ્તા , કિસમિસ જેવા ડ્રાય ફ્રુટ્સમાં અનેક વિટામિન્સ હોય છે , આ જે શરીરમાં બેક્ટરિયા વિરુદ્ધ ઈમ્યુન મજબુત બનાવે છે . ૪ ) મખાના – ઝીરો કેલેરી યુક્ત મખાના શરીરને ડિટોકસીફાઈ કરે છે . મખાના તમે તળીને , શેકીને , શાક અને ખીરમાં પણ ખાઈ શકો છો . | ૫ ) શીંગોળા – શીંગોળા એ પોષક તત્વોથી ભરપુર છે . શ્રાવણના વ્રતમાં તમે શીંગોળાના લોટની રોટલી અને હલવો પણ ખાઈ શકો છો . શીંગોળામાં વિટામીન એ , બી અને સી , અને કાર્બોહાઈડ્રેટ પણ હોય છે . ૬ ) સીઝનલ ફુટ્સ – તમે અનાનસ , પેરુ , નાસપતી , કેળાં આવા ફુટ્સ ખાઈ શકો છો . ૭ ) બીલીપત્ર – બીલીપત્ર એ ભગવાન શિવને ખુબ પ્રિય છે . બીલીપત્રનો જ્યુસ પીવાથી પાચનતંત્ર સારું રહે છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here