શ્રાવણ માસના ઉપવાસમાં બનાવો ફરાળી વાનગી

સૌ કોઈને ઉપવાસ હોય એટલે શું ફરાળ બનાવો જેથી સરસ પેટ ભરાય જાય એવું દરેક મહિલા વિચારતી હોય છે હવે શ્રાવણ માસની શરૂઆત થાય છે એટલે અનેઅ ઉપવાસ કરવાના થતા હોય છે તમે અનેક ફરાળી વાનગીના નામ સાંભળ્યા હશે અને ખાધી પણ હશે, પણ તમે ફરાળી ભજીયાના નામ સાંભળ્યુ નહી હોય, તો આજે આપને શીખવાડીશ ફરાળી ભજીયા

ફરાળી રાજગરાના ભજીયા બનાવવા માટેની જરૂરી સામગ્રી : 1 વાડકી રાજગરાનો લોટ, 3 નંગ બટાકા(મિડિયમ સાઈઝના), 1 નંગ ટામેટુ (ઝીણુ સમારેલુ), 2 નંગ લીલા મરચા (ઝીણા સમારેલા) ,  2 ચમચી આદુ (છીણેલુ), 1 ચમચી તલ (જો ફરાળમાં ખાતા હોય તો), 1 ચમચી લાલ મરચુ પાવડર, 1 ચમચી મરી પાવડર, 1 ચમચી લાલ મરચુ પાવડર, 1 ચમચી મરી પાવડર, સ્વાદાનુસાર મીઠું, તેલ તળવા માટે

ફરાળી રાજગરાના ભજીયા બનાવવાની રીત: સૌ પ્રથમ બટાકાને ધોઈ લો, ત્યારબાદ બટાકાની છાલ ઉતારી તેને ઝીણી ખમણી વડે છીણી લો, હવે તે ખમણને પાણી વડે ધોઈ એક પ્લેટમાં લઈ બધુ પાણી હાથ વડે દબાવી કાઢી લેશું, હવે એક બાઉલમાં રાજગરાનો લોટ નાખી તેમાં બટાકાનું ખમણ નાખો, ત્યારબાદ તેમાં ઝીણુ સમારેલુ ટામેટુ, ઝીણી સમારેલી કોથમીર, મરી પાવડર લાલ મરચુ પાવડર, જીરૂ પાવડર, તલ, લીંબુનો રસ, ઝીણુ સમારેલા મરચાના ટુકડા, છીણેલુ આદુ, સ્વાદ અનુસાર મીઠું નાખી પછી બધુ બરાબર રીતે મીક્ષ કરો, ત્યારબાદ પાણી નાખી ફરી બધુ બરાબર મીક્ષ કરો. તો તૈયાર થઈ ગયુ છે ભજીયા બનાવવા માટેનું ખીરૂ. ફારળી ભજીયા બનાવવા માટેનું ખીરૂ તૈયાર કર્યા બાદ એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો, તેલ ગરમ થાય એટલે એક ચમચી વડે ખીરૂમાંથી ભજીયા પાડો, ભજીયા વચ્ચે વચ્ચે પલટાવતા રહો, જેથી તે બન્ને બાજુ બરાબર પાકી જાય. ભજીયા બ્રાઉન રંગ થાય એટલે એક પ્લેટમાં કાઢી લો. તૈયાર છે રાજગરાના લોટના ફરાળી ભજીયા આ ભાજીયાને દહીં તેમજ ખજુર આમલીની ચારણી સાથે સર્વ કરો.

રાજગરાનો શીરો લોકો તેને ઉપવાસમાં નિયમિત રીતે બનાવતા પણ હોય છે. પણ હંમેશા રાજગરાના લોટનો શીરો બનાવતી વખતે એક ફરિયાદ રહે છે કે તે ચીકણો થઈ જાય છે તો જો તમારે ચીકણો શીરો ન બનાવવો હોય તો રાજગરાની ધાણી ફોડીને તેનો શીરો બનાવો ખુબ જ સ્વાદિષ્ટ શીરો બનશે. અને ચીકણો પણ નહિ થાય

રાજગરાની ધાણી ફોડીને શીરો બનાવવા માટેની સામગ્રી: 1 વાટકી રાજગરો અથવા રાજગરાની ધાણી એક મોટો વાટકો, 1 વાટકો પાણી, 1/3 વાટકો ઘી, 1/3 વાટકો ખાંડ

રાજગરાની ધાણી ફોડીને શીરો બનાવવાની રીત: સૌ પ્રથમ રાજગરાની ધાણી ફોડવા માટે એક નાની વાટકી રાજગરો લેવો. હવે એક જાડા તળિયા વાળુ તપેલી જેવું વાસણ લેવું તેને ગરમ થવા મુકવું. વાસણ એકદમ ગરમ થાય એટલે તેમાં થોડા પ્રમાણમાં રાજગરો નાખવાનો. રાજગરો નાખ્યા બાદ એક ચોખ્ખા નેપકીન રાજગરો દબાવતા દબાવતા તેને હલાવી હલાવીને તેની ધાણી ફોડી લેવી. ગેસને ફુલ રાખવો ધીમે ધીમે રાજગરાના દાણાની ધાણી ફુટવા લાગશે. ધાણી દાજી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. એટલે અરધાથી વધારે ધાણી ફુટી જાય એટલે ગેસ બંધ કરી દેવો. ધાણી ફુટવા લાગે એટલે ગેસ ધીમો કરી દેવો અને અરધાથી વધારે ધાણી ફૂટી જાય એટલે ગેસને બંધ કરી દેવો. ધાણી ફોડતાં માત્ર અરધી મીનીટનો જ સમય લાગે છે. હવે ફુટેલી ધાણીને એક ડીશમાં કાઢી લેવી અને આવી જ રીતે બાકીની ધાણી પણ થોડી થોડી કરીને ફોડી લેવી. હવે જે વાસણ ભરીને ધાણી ફોડી છે તેટલું જ સામે પાણી લેવાનું છે. અહીં એક મોટો વાટકો રાજગરાની ધાણી છે તો તેની સામે તેની સામે તે જ ધાણીના ત્રીજા ભાગનું ઘી તેમજ ખાંડ લેવાના છે. હવે એક બાજુ એક તપેલીમાં પાણી ગરમ થવા મુકી દેવું. તે દરમિયાન બીજા બર્નર પર શીરો બનાવવા માટે નનસ્ટીક પેન કે પછી કડાઈ ગરમ થવા મુકી દેવા. હવે ગરમ થયેલા પેનમાં ઘી ઉમેરી દેવું અને ઘી સહેજ ગરમ થાય એટલે તેમાં રાજગરાની ફોડેલી ધાણી ઉમેરી દેવી. અને તેને બરાબર મિક્સ કરી લેવું. ઘીનું પ્રમાણ અહીં વધારે નહીં પણ માત્ર ધાણી પલળે તેટલું જ રાખવાનું છે અને રાજગરાની ધાણીને અહીં ઘીમાં શેકવાની નથી કારણ કે તેને ફોડવાથી તે ચડી જ ગયેલી હોય છે. માટે તેને માત્ર ગરમ ઘીમાં મિક્સ જ કરી લેવી. હવે ધાણીને વધારે નહીં શેકતા તેને માત્ર એક જ મિનિટ માટે શેકવી અને તેમાં ગરમ કરેલું પાણી ઉમેરી દેવું અને તેને હલાવીને મિક્સ કરી લેવું. હવે તેમાં ખાંડ પણ ઉમેરી દેવી. ખાંડનું પ્રમાણ તમને ભાવતા ગળપણને ધ્યાનમાં રાખીને વધારી ઘટાડી શકો છો. હવે ફુલ ગેસ પર જ શીરો ચડવા દેવો ખાંડ ઓગળતા વાર નહીં લાગે. આ સ્ટેજ પર શિરામાં બહુ બધું પાણી દેખાશે તેને બળવા દેવું, આ શીરો તૈયાર છે રાજગરાનો શીરો કરશો તો શીરો ચીકણો જ રહી જાય છે પણ આ રીતે રાજગરાની ધાણીનો શીરો એકદમ કણીદાર અને ચિકાશ વગરનો બને છે. અને દરેકને જરૂર ભાવશે

રાળી નાનખટાઈ: આ નાનખટાઈ આસાનીથી ઘરમાં મળી રહે તેવા ઘટકોથી, ખૂબ જ ઝડપ થી ઓછા સમયમાં બની જાય છે. સ્વાદમાં પણ ખૂબ જ સારી ક્રિસ્પી બને છે ઉપવાસના દિવસોમાં ચોક્કસ બનાવજો૨ (૧/૨ વાટકી) રાજગરાનો લોટ…. ફરાળી નાનખટાઈ બનાવવા જરૂરી સામગ્રી : ૧/૪ વાટકી ઘી, ૧/૪ વાટકી દળેલી ખાંડ, , ઈલાયચી પાઉડર, સજાવટ માટે બદામ અથવા કાજુ

રાળી નાનખટાઈ બનાવવાની રીત: સૌ પ્રથમ એક બાઉલમાં ઘી લઈ તેમાં ખાંડ બરાબર મિક્સ કરો. બંને ખૂબ જ હલાવો, એકદમ સફેદ દેખાવ લાગે ત્યાં સુધી ખંડ અને ઘી ને હલાવવું. ત્યારબાદ તેમાં ઈલાયચી પાઉડર નાખી(જો સ્વાદ ગમતો હોય તો ) રાજગરો ઘીમે ઘીમે ઉમેરતા જાવ અને બરાબર મિક્સ કરતા જાવ. તમને જરૂર લાગે તો ફ્રીઝમાં ૧૦ મિનિટ માટે સેટ થવા મૂકી દો, નહિ તો હાથ ઘી થી ગ્રીસ કરી લીંબુ જેટલો લોટ લઈ ગોળ વાળી અને જરા દબાવી દો (નાનખટાઈના આકારમાં). આમ વાર ફરતી બધી નાનખટાઈ બનાવી લો ત્યારબાદ નાનખટાઈ શેકવા માટે કૂકરમાં શેકો તો રિંગ અને સીટી કાઢી અગાઉ મીઠું નાખી ૧૦ મિનિટ પહેલા ધીમી આંચ પર ગરમ કરવા મૂકો, અને ૩૦ થી ૩૫ મિનિટ થવા દો. ઓવેનમાં ૧૮૦° પર ૧૦ મિનિટ પ્રે હીટ મા મૂકો. આમ વારાફરતી નાનખટાઈ શેકી લેવી. તો તૈયાર છે એકદમ ક્રિસ્પી અને કડક નાનખટાઈ.આ નાનખટાઈ તમે ૧૦-૧૫ દિવસ સુધી સ્ટોર કરી શકો છો

શીંગના લાડુ: શ્રાવણ માસ દરમિયાન ઝડપથી બનાવી શકાય એવી ફરાળી વાનગી એટલે શીંગદાણાના લાડુ છે. શીંગ દાણાના લાડુ બનાવવા માટે જરૂરી સામગ્રી: 250 ગ્રામ મોળા શીંગદાણા, 100 ગ્રામ દળેલી ખાંડ (વધુ અથવા ઓછી લ‌ઈ શકો), 1 ચમચી ઈલાયચી પાઉડર, 1 ચમચી સૂંઠ પાઉડર, 2 ચમચી ઘી

શીંગ દાણાના લાડુ બનાવવાની રીત: સૌપ્રથમ શીંગદાણાના ફોતરા કાઢી મિક્સર જારમાં પાઉડર કરી લો. મિક્સર જારમાં લો પાવર પર થોડું થોડું ફેરવવું. તો દાણેદાર પાઉડર થશે.હવે પાવડરને એક થાળીમાં કાઢી લો. બાકીની સામગ્રી ઉમેરી હળવા હાથે ધીમે ધીમે બરાબર મિક્સ કરી લો. હવે એકસરખા માપના લાડુ બનાવી લો.

ફરાળી હલવાસન: સામગ્રીઃ ૧ લિટર દૂધ • ૨૦૦ ગ્રામ ખાંડ (દળેલી) • ૧ ટેબલસ્પૂન રાજગરાનો લોટ • ૧ ટેબલસ્પૂન શિંગોડાનો લોટ • ૧ ટીસ્પૂન ગુંદરનો ભૂકો • ૩ ટેબલસ્પૂન ઘી • ૧ ટેબલસ્પૂન છોલેલી બદામની કતરી • ૧ ટેબલસ્પૂન ચારોળી • ૧ ટીસ્પૂન એલચીનો ભૂકો • ૧/૨ ટીસ્પૂન જાયફળનો ભૂકો • ચાંદીનો વરખ • લીંબુના ફૂલ

ફરાળી હલવાસન બનાવવાની રીતઃ એક તપેલીમાં દૂધ ગરમ કરવા મૂકો. દૂધ ઉકળે એટલે તેમાં લીંબુનાં ફૂલ થોડા પાણીમાં મિક્સ કરીને નાંખો. દૂધ ફાટી જશે. ઘીને ગરમ કરો અને તેમાં રાજગરાનો અને શિંગોડાનો લોટ નાંખીને શેકવો. અંદર ગુંદરનો ભૂકો નાંખો. બધું શેકાય એટલે તેને ફાટેલા દૂધમાં નાંખીને હલાવ્યા કરવું. એક પેનમાં દળેલી ખાંડ નાંખીને, ધીમા તાપે શેકો. ખાંડ બદામી રંગની થાય એટલે દૂધમાં નાંખો. તેમાં બદામની કતરી, ચારોળી, એલચી અને જાયફળનો ભૂકો નાંખો. મિશ્રણ ગોળો વળે તેવું ઘટ્ટ થાય એટલે બર્નર પરથી ઉતારી લો. થોડુંક ઠંડુ પડે એટલે ગોળ પેંડા જેવા હલવાસન વાળવા. ઉપર ચાંદીના વરખ લગાડો.

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles