સ્કિનની ખોવાયેલી ચમક મેળવો પાછી , અપનાવો આ ઘરેલું નુસખા તમારી સ્કિનની ખોવાયેલી ચમક પાછી મળશે ગરમીની સીઝનમાં ત્વચાનું દરેક લોકો વિશેષ ધ્યાન રાખવું પડે છે. આજના સમયમાં લોકો ખૂબસૂરત દેખાવા માટે મોંઘીદાટ પ્રોડક્ટ વાપરતા હોય છે . ગરમીની સિઝનમાં તેજ તડકો , ધૂલ , પ્રદુષણથી ત્વચા પોતાની ચમક ખોઈ બેસે છે . મહિલાઓ હંમેશા રસોડામાં વ્યસ્ત રહે છે . તેમના માટે – ઘરેલું નુસખાઓ ખૂબ આવશ્યક છે . પુરુષો પણ આજકાલ સ્કિન કેરમાં ખુબ પૈસા ખર્ચે છે . પર્નાતું હવે મોંઘી પ્રોડક્ટ લેવા કરતા ઘરે જ આ ઉપાય કરો તમારી સ્કીન ચમકી ઉઠશે
૧ ) ઓલિવ ઓઈલ – નાઈટ કીમમાં ઓલિવ ઓઈલ મેળવીને ચહેરાનું ‘ માલિશ કરો . જેનાથી તમારી સ્કિન ચમકી ઉઠે છે .
૨ ) નાળીયેર તેલ – નાઈટ ક્રીમમાં નાળીયેર તેલ મેળવીને માલિશ કરીને સવારે ફેસ વોશ કરો . નાળીયેર તેલ એ તમારી ત્વચા માટે સુપરફૂદ તરીકે કામ કરે છે . તેનાથી ત્વચાની બળતરા ઓછી થાય છે , અને ઇન્ફેકશનથી બચાવે છે .
૩ ) મુલતાની માટી – ચહેરાને ચમકાવવા માટે મુલતાની માટી અને ચંદનનો લેપ કરી શકાય છે . આ ફેસપેક સુકાયા બાદ ચહેરો સાફ કરી લો . અઠવાડિયામાં ૨ થી ૩ વખત આ ફેસપેક લગાવવાથી ત્વચાને ઠંડક મળે છે .
૪ ) હળદરવાળું દૂધ – રાત્રે સૂતા પૂર્વે ચહેરા પર લગાવી લો . ૧ ચમચી કાચા દૂધમાં અડધી ચમચી હળદર મેળવી લ્યો અને એક કોટન બોલની મદદથી તેને ટોનર તરીકે લગાવો . અઠવાડિયામાં ૩ વખત આ ફેસપેક લગાવવો જોઈએ . આમ આ ઘરગથ્થું ઉપચાર કરવાથી તમારી સ્કીન ને નુકશાન પણ નહિ થાય અને તમારી ત્વચા ચમકશે એ તો અલગ જ અને મહિનામાં તમારી સ્કીન માટે ખોટા ખર્ચા પણ બચી જશે
લીમડાના પાન ચાવવાથી આ બીમારીઓથી મળશે હંમેશા માટે છૂટકારો સદીઓથી લીમડાનો ઉપયોગ ઘણી ચામડીની બીમારીઓના ઈલાજ માટે કરવામાં આવી રહ્યો છે . મેડિકલ સાયન્સમાં પણ લીમડાનો ઉપયોગ દવાઓ બનાવવા માટે ખુબ ફાયદાકારક સાબિત થઈ છે. સાથે જ ત્વચા માટે પણ ખૂબ ફાયદા કારક સાબિત થાય છે . લીમડો લોહીને સાફ કરે છે .
આવો જાણીએ લીમડાના પાન ચાવવાથી થતા અધઘન ફાયદા અંગે – લીમડાના પાનમાં એન્ટી બેકટેરિયલ ગુણ રહેલા છે . જે સ્કિન ઇન્ફેકશન ખીલ અને અનેક પ્રકારની ત્વચાને લગતી સમસ્યાઓથી રાહત અપાવે છે .
તે સિવાય કોઇ જીવજંતુ કરડવા , ખંજવાળ આવવા , દાદર સહિતની સમસ્યાઓ પર લીમડાની પેસ્ટ હળદર સાથે મિકસ કરીને લગાવવાથી ફાયદો થાય છે . – લીમડાના પાન ચાવવાથી વાળને પણ ફાયદો થાય છે . લીમડામાં રહેલા એન્ટી ફંગલ ગુણથી ખોડાની સમસ્યા દૂર કરે છે , તેના માટે લીમડાના પાનને પાણીમાં ઉકાળીને તે પાણીથી વાળ ધોવાથી ખોડો થવાની સાથે અન્ય વાળને લગતી સમસ્યાથી પણ રાહત મળે છે .
લીમડામાં એન્ટી ઓક્સીડેન્ટની સાથે એન્ટ્રી માઇક્રોબિયલ , એન્ટી વાયરલ ગુણ પણ રહેલા છે લીમડાના પાનને ચાવવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે , લીમડાના પાન ચાવવાથી શરીરમાં રહેલા બેક્ટરિયા નષ્ટ થાય છે . જેનાથી શરીર ઘણી બીમારીઓથી સુરક્ષિત રહે . લીમડો લિવર માટે પણ ખૂબ ફાયદાકરક હોય છે . જેનાથી કુદરતી રીતે ડાયજેશન યોગ્ય રીતે થાય છે . જેથી દરરોજ તેનું સેવન કરવું જોઈએ ચામડીના રોગો ક્યારેય નહિ થાય.
શરીર પર થઈ ગયા છે લાલ ચકામા અને આવે છે ખંજવાળ તો અજમાવો આ ઉપાય કેટલાક લોકોની વચમાં કેટલીક એવી વસ્તુઓ સંપર્કમાં આવવાથી એલર્જી થઈ જાય છે . એટલે કે કઇ વસ્તુ , સામાન , ધૂળ – માટી , વધારે પડતો તડકો , તેમજ અન્ય ઘણી વસ્તુઓ સંપર્કમાં આવવાથી ત્વચામાં લાલોચ , ખંજવાળ તેમજ ઇરીટેશન થવા લાગે છે . તેને એલર્જી કહેવામાં આવે છે .
જ્યારે કોઈ વ્યક્તિ એલર્જી વાણી | વસ્તુના સંપર્કમાં આવી જાય છે તો ત્યારે તેનાથી અસરેજ એનુભવ થયા કરે છે અને આખા શરીરમાં ખંજવાળ આવવા લાગે છે , તમને પણ ત્વચાને લગતી સમસ્યા છે તો તમે લીમડાના પાનને ૬-૮ કલાક પાણીમાં પલાળી રાખો અને તે બાદ તેને પીસી લો . તે પછી તેની પેસ્ટ બનાવીને વચા પર લગાવી લો . લીમડાના પાન એન્ટી બેરિયલ હોય છે . જે કોઈપણ ત્વચા સંબંધિત બીમારીને દૂર કરી શકે છે , તેની પેસ્ટને 30 મિનિટે ત્વચા પર લગાવીને રાખી મૂકો અને તે પછી ઠંડા પાણીથી ધોઈ લો . – ત્વચા પર હળવું ગરમ નારિયેળ તેલ લગાવો અને આખી રાત લગાવી રાખો . નારયેળ તેલ પણ એન્ટી બેકરિયલ હોય છે આમ કરવાથી તમને ત્વચા પર થતી એલજીની સમસ્યાથી રાહત મળી શકે છે .
જ્યારે પણ તમને એવું લાગે કે તમને ત્વચા પર કોઇ એલર્જી થઈ છે તો તમે તરત ઠંડા પાણીથી સ્નાન કરી લો તેનાથી પણ તમને રાહત મળી શકે છે . – તે સિવય એલર્જી વાળી જગ્યા પર રૂની મદદથી લીંબુનો રસ લગાવી લો . થોડીક વાર માટે તેને રહેવા અને પછી તેને બરાબર ધોઇ લો .