આ આસનનું નામ ને તાડાસન કહે છે. જે પગ, પીઠ, કરોડરજ્જુ મજબૂત કરવા માનસિક એકાગ્રતા અનેસંતુલન માટેનું શ્રેષ્ઠ આસન આ આસનમાં શરીરની સ્થિતિ તાડના ઝાડ જેવી થઈ જાય છે
મૂળ સ્થિતિ : સાવધાનની સ્થિતિમાં ઊભા રહેવું. ત્યારબાદ જ આસન કરવાનું શરુ કરવું
તાડાસન કરવાની રીત : તાડાસન કરવા માટે પહેલા બંને પગની એડી જોડાયેલી રહે તે રીતે ઊભા રહેવું બંને હાથ ધીમે ધીમે આગળથી ઉપર લઈ જાવ. હથેળીઓ સામસામે રાખવી. હાથ કાનને અડકે તેમ રાખવા.જેમ જેમ હાથને ઊંચા કરો તેમ તેમ તેની સાથે જ પગની એડીને પણ ઊંચી કરવી. શરીરનું પૂરેપૂરું વજન પગના પંજાના આગળના ભાગ ઉપર જ આવશે. હાથ ઊંચા કરવાની અને એડી ઊંચી કરવાની ક્રિયાની સાથે ધીરે ધીરે શ્વાસ લેવાનું શરૂ કરો અને પૂર્ણ શ્વાસ લઈ તેને અંદર રોકી રાખવો. શરૂઆતમાં 15 સેકન્ડથી શરૂ કરી 1 મિનિટ સુધી આ આસનમાં શ્વાસ રોકી શકાય તો રોકવો. આ સ્થિતિમાં થોડી વાર રહ્યા પછી મૂળ સ્થિતિમાં આવવા માટે શ્વાસ છોડતા છોડતા એડી જમીન પર ધીમે ધીમે રાખવી. બંને હાથ ધીમે ધીમે આગળથી નીચેની તરફ લાવવા.
તાડાસન કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો : શ્વાસ ઝડપથી ન લેવો કે છોડવો તે વાતનું ધ્યન રાખવું …..શરીરનું સમતોલન જાળવી રાખવું……..હાથ કે પગને વાળવા નહિ…….શરૂઆતમાં એડી ઉપર વધુ ઊંચા થવા પ્રયત્ન ન કરવો./…….પગના માત્ર આંગળાઓ ઉપર જ સીધું ટટ્ટાર શરીર ઉપરની તરફ ઉઠાવેલ હાથ સહિત ખેંચાયેલું હોવું જોઈએ.- પગની એડી ઊંચકાયેલી રહેશે.- હાથની હથેળી આકાશ તરફ અને આંગળીઓ એકબીજા સાથે ભિડાયેલી રહેશે.
તાડાસનના કરવાના ફાયદા : (1) શરીરના સ્નાયુઓ ખેંચાવા થી સંવેદનઈદ્રિયો પાચનતંત્ર તેમજ શરીરનાં તમામ અંગો-ઉપાંગોની કાર્યક્ષમતા વધી જાય છે. (2) આ આસનને નિયમિત કરવાથી પગમાં મજબૂતી આવે છે. સાથે સાથે પંજા મજબૂત બને છે અને પગની પીંડલીયો પણ કડક થાય છે. (3) પેટ અને છાતી પર ખેંચ પડવાથી તેમની બધા પ્રકારની વ્યાધિયો નષ્ટ થાય છે. પેટ નીરોગી રહે છે (4) શરીર શુદ્ધ અને નિરોગી બને છે. શરીરની નબળાઈ દુર થાય છે (5) શરીરમાં સ્ફુર્તિમાં વધારો થાય છે. (6) કિશોરાવસ્થામાં તાડાસનથી અસ્થિતંત્રનો વિકાસ થાય છે. આમ નાનપણથી તાડાસન કરવાની ટેવ બાળકોને પડવી જોઈએ (7)જે બાળકની ની લંબાઈ વધતી ન હોય તેને આ આસન ખાસ કરવું જોઈએ તાડાસન કરવાથી ઉંચાઈ વધે છે. તરુણ અવસ્થામાં નિયમિત અભ્યાસ કરવાથી ઊંચાઈમાં વધારો થાય છે (8) શરીરમાં રોગગ્રસ્ત પદાર્થો જે શરીરમાં જમા થયેલા હોય છે તે પશ્વાસની ક્રિયાને પરિણામે નાક વાટે અને પરસેવા વાટે બહાર નીકળી જાય છે. (9) સંતુલનનું આસન છે.- પગ, પીઠ તથા હાથના સ્નાયુઓ મજબૂત થાય છે.- પગના સ્નાયુ તેમજ વાના દુઃખાવા માટે ખૂબ જ સારું છે.- (10) કરોડરજ્જુ પર ખૂબ જ સારી અસર કરે છે.- લમ્બરના મણકામાં થયેલી ખરાબ અસરને દૂર કરે છે.(11)- માનસિક એકાગ્રતામાં વધારો થાય છે.- નિર્ણયશક્તિ અને યાદશક્તિમાં વધારો થાય છે.