પીઠના પડખાના દુખાવામાં રાહત માટેના ઉપાયો

કોઈ પણ માણસ વૃદ્ધ હોય કે યુવાન, સ્ત્રી હોય કે પુરુષ દરેકને માટે પીઠ દર્દ ખરેખર પીડાદાયક હોય છે. અસ્થિવાથી લઇને સ્નાયુના તણાવ જેવા ઘણાબધા પરિબળો પીઠના દુખાવા માટે જવાબદાર હોઈ શકે છે.

પીઠના દુખાવા પાછળનું મુખ્ય કારણ વાંકા વળવાની ખોટી રીત હોઈ શકે છે, વજનદાર વસ્તુ ઉંચકવી, ઘૂંટણ વાળીને બધું વજન પીઠને બદલે પગ પર આવવું આવી બાબતો પીઠ ના દુખાવા માટે મુખ્યત્વે જવાબદાર હોય છે.

પીઠના દુખાવામાં રાહત માટેના ઉપાય એકવાર જરૂર અજમાવી જુઓ

1 યોગ્ય મુદ્રામાં સૂવું: રાત્રે સારી રીતે ઊંઘ લેવાથી પીઠના સાંધાઓનો સોજો ઘટાડવામાં અને તાણગ્રસ્ત સ્નાયુઓને રીપેર કરવામાં મદદ મળે છે. કરોડરજ્જુ અને ગરદન છછજ્મ સ્તરે રહે તે રીતે ઓશીકું રાખવું જોઈએ. ગાદલું એવું પસંદ કરવું કે જયારે એના પર સુઈએ ત્યારે આપણી પીઠ સપાટ રહે. કઈ સાઈડ પડખું ફરીને સુઈએ છીએ એ પણ પીઠ દર્દ માટે જવાબદાર છે. 

2 કુદરતી ઉપચાર: પીઠ દર્દ માટે અળસીનું તેલ, કેલ્શ્યિમ, મેગ્નેશિયમ અને વિટામિન સી જેવા કુદરતી ઉપચાર મદદરૂપ નીવડે છે. ટૂંકા ગાળા માટે તમે દર્દનાશક દવાનો ઉપયોગ કરી શકો છો પરંતુ એ કાયમી આદત ન બની જાય એનું ખાસ ધ્યાન રાખવું કારણ કે લાંબા સમય દવા લેવાથી આપણું શરીર તેના પર આધારિત થઇ જાય છે અને સાથેસાથે પેટ અને યકૃત પર આડઅસર થાય છે. જો થોડા સમય માં પીઠનો દુખાવો આપમેળે ન મટે તો જાતે ઉપચાર કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

3 યોગ્ય મુદ્રા: વ્યાયામ વધારાનું વજન ઘટાડવામાં મદદ કરે છે જેથી પીઠનો દુખાવો પણ ઓછો થાય છે. શરીર ઢીલું મૂકીને બેસવાથી ખૂંધ નીકળે છે અને સાથેસાથે અતિશય પીઠનો દુખાવો પણ થાય છે. પીઠનો દુખાવો અને સ્નાયુઓના દુખાવો ઓછો થાય તે માટે યોગ્ય મુદ્રામાં બેસવું ખુબજ જરૂરી છે.

4 હળવી કસરતો: હળવી કસરતો પીઠના દુખાવાને ઓછો કરવા માટેનો સૌથી અસરકારક ઉપાય છે. પરંતુ પીઠને લગતી કોઈપણ કસરત આપણા શરીરની ક્ષમતાને ધ્યાનમાં રાખીને કરવી જોઈએ.

5 ગરમ અને ઠંડો શેક કરવો: પીઠ દર્દ માટે કોઈ પણ ઉપાય કરતા પેહલા ગરમ કે ઠંડા શેકનો પ્રયોગ કરવો જોઈએ. પીઠ પર ઠંડા પાણીનો શેક કરવાથી બળતરામાં રાહત થાય છે અને ગરમ પાણીનો શેક કરવાથી ખેંચમાં અને સંકોચાયેલા સ્નાયુઓ માટે ફાયદાકારક છે. ઠંડો કે ગરમ કોઈ પણ શેક 20 મિનિટ થી વધારે ન કરવો જોઈએ.

6 ઝડપીથી ચાલવું અને યોગ: નિયમિતપણે ઝડપથી ચાલવાથી, યોગ કે શારીરિક કસરતો કરવાથી પીઠના સ્નાયુ મજબૂત બને છે અને સરસ રીતે ખેંચાય છે જે પીઠ દર્દ ઘટાડવામાં અને અટકાવવામાં પણ મદદરૂપ નીવડે છે. 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles