ઉપયોગમાં આવે તેવી રસોઈ અને ઘરગથ્થુ 27+ ટીપ્સ | શાકની ગ્રેવી બનાવતી વખતે બળી જાય તો તેમાંથી બળેલાની ગંધ દૂર કરવા માટે | કપડાં પર લાગેલા કાટના ડાઘ દૂર કરવા માટે |

4
219

1) લોખંડના વાસણનો ને ચકચકિત સાફ કરવા માટે લોખંડના વાસણો સાફ કરવા ડિટર્જન્ટને બદલે મીઠાનો ઉપયોગ કરવામાં આવે તો લોખ્કંદના વાસનો એકદમ સરસ સાફ થઇ જાય છે અને એલ્યુમીનીયમ ફોલ પેપર થી લોખ્ન્દની કદી સાફ કરશો તો પણ સરસ સાફ થઇ જશે આમ ઓછી મહેનતમાં વધુ સારું કામ મળશે

2. મરચા સુધારીને હાથમાં બળતરા થાય છે તેમજ ઘરમાં નાના બાળકો હોય તો તેને હાથ અડી જાય તો પણ બાળકોને બળતરા થાય છે અને બાળક રડ્યા કરે છે પરંતુ જો મરચા સમારતી વખતે આ બાબતનું ધય્ન રાખશો તો મરચા ગમે એવા તીખા હશે પણ હાથ માં બળતરા થશે નહિ મરચા સુધારીયા બાદ હાથમાં બળતરા થાય છે મરચાં સમારતા પહેલાં આંગળી પર થોડું તેલ ચોપડી દેવાથી મરચાંથી હાથમાં બળતરા થતી નથી. અને મરચા સમારીને ગોળ અને લીંબુથી હાથ ઘસીને સાફ કરી નાખો એટલે બાળકને હાથ અડાડશો પણ બાળક રડશે નહિ

3. કમરના દુખાવાથી રાહત મેળવવા માટે ખજૂરની પાંચ પેશીનો ઉકાળો કરી તેમાં અર્ધો તોલો મેથી નાંખી પીવાથી કમરનો દુખાવો મટે છે. આ પ્રયોગ નિયમિત કરવો જોઈએ નિયમિત પ્રયોગ કરવાથી જરૂર રાહત મળે છે

4. ફળ ને નેચરલી રાખવા માટે ફળ તથા ટામેટાંને રેફ્રિજરેટમાં રાખવા નહીં. તેનાથી ફળની કુદરતી સુગંધ નાશ પામે છે.

5. જો તમને કાયમી કબજિયાત રહેતું હોય તો આટલું કરો કબજિયાત એ બધા રોગનો મૂળ છે એટલે તમારા શરીરમાં કબજિયાત ના રહે તેનું ખાસ ધ્યાન રાખવું અને દરરોજ મળ સાફ નીકળી જાય તેવી કોશિશ કરવી કબજિયાત દુર કરવા માટે પાકા ટમેટાનો એક કપ રસ પીવાથી આંતરડામાં ભરાયેલો મળ છૂટો પડી કબજીયાત દૂર થાય છે.

6. ચા કોફ્ચાહીના ડાઘ કપડામાં એકવખત થાય એટલે તેને દુર કરવા ખુબ માથા કૂટ કરવી પડે છે અને આ રીતે સાફ કરશો તો ઓછી મેહ્ન્તમાં ચા-કોફીના ડાઘ દુર કરી શકશો ચા -કોફીના ડાઘા દૂર કરવા આટલુ કરો સ્ટીલના વાસણ પર ચા-કોફીના ડાઘા દૂર કરવા મીઠાના પાણીથી સાફ કરવા.

7.પગમાં આવતી ખંજવાળથી રાહત પામવા ગરમ પાણીમાં એબ્સમ સોલ્ટ ભેળવી પગ ડૂબાડવા. આ પ્રયોગ કરવાથી પગમાં આવતી ખંજવાળથી રાહત મળે છે 8. ત્વચા પર આછા રેસિષ થયા હોય તો સ્નાનના પાણીમાં તુલસી ભેળવી સ્નાન કરવાથી ફાયદો થાય છે.

9.કેળાને અન્ય ફળો સાથે રાખવા નહીં. કેળામાંથી એક પ્રકારનો ગેસ છૂટે છે જેનાથી અન્ય ફળો જલદી પાકી જાય છે.

10.પૂરીનો લોટ બાંધતી વખતે તેમાં થોડું દૂધ નાખવાથી પૂરી મુલાયમ બને છે. 11.મરચાંને વાટતી વખતે તેમાં મીઠું નાખવાથી બારીક વટાશે તેમજ લાંબા સમય સુધી બગડશે નહીં.12.દહીંની લસ્સી બનાવતી વખતે પાણીના સ્થાને દૂધ નાખવાથી લસ્સી સ્વાદિષ્ટ લાગે છે.

13.આમલીનો રસ કાઢતાં પૂર્વે તેને ૧૫-૨૦ મિનિટ ગરમ પાણીમાં પલાળી રાખવી. એટલે આંબલીની છતની સરસ સ્વાદિષ્ટ બનશે.

14. શાકની ગ્રેવી બનાવતી વખતે બળી જાય તો તેમાંથી બળેલાની ગંધ દૂર કરવા માટે ગ્રેવીને બીજા વાસણમાં ઠાલવી ચપટી સાકર ભેળવી દેવી.

15.ફૂદીનાનો રસ પીવાથી કોલેરા મટે છે. 16.કાંદાનો રસ પીવાથી કરમથી છૂટકારો થાય છે. 17.તેલમાં લસણની કળી કકળાવીને તે તેલના ટીપાં કાનમાં નાખવાથી કાનના સણકા દૂર થાયછે.

18.કપડાંને કાંજી કરતાં પૂર્વે સ્ટાર્ચમાં ગ્લિસરીનના કેટલાક ટીપાં નાખવાથી કપડાં એકબીજા સાથે ચીટકશે નહીં અને ઈસ્ત્રી કરવાનું આસાન બનશે. તેમજ કપડાંનું ફિનિશિંગ સારું થશે. 19– કપડાં પર લાગેલા કાટના ડાઘ દૂર કરવા માટે કાટ લાગેલા ભાગને લીંબુના ટૂકડાથી ઘસતા જ ડાઘા દૂર થઈ જશે.

20.ટેસ્ટફૂલ ગ્રેવી બનાવતી વખતે ટામેટા ખૂટી પડે તો ટોમેટો કેચઅપ ઉમેરવાથી ગ્રેવી એવી જ સ્વાદિષ્ટ બનશે.

21.બટાકાની ચીપ્સને ક્રીસ્પી બનાવવી હોય તો તેને એક કલાક સુધી ઠંડા પાણીમાં રાખો. એ પછી પાણી કાઢીને તેને કપડાંથી સૂકી કરીને તળવી.

22. કટાઈ ગયેલી છરી પરથી કાટ દુર કરવા માટે આટલું કરો કટાઈ ગયેલી છરી પર કાંદાનો રસ લગાડી આખી રાત રાખવી. એ પછી સવારે ધોઈ નાખવાથી કાટ જતો રહેશે. 23. નવા બટાકા બાફતી વખતે તેમાં કેટલાંક ફૂદીનાના પાન ઉમેરવાથી કાદવની ગંધ જતી રહેશે અને શાકમાં ફૂદીનાની સુગંધ પણ આવશે.24. સાંધાના દર્દથી છૂટકારો મેળવવા મેથીના દાણા વાટી તેમાં તુલસીના પચીસ પાનનો રસ ભેળવી તેનો લેપ બનાવી દુખાવો થતો હોય એ ભાગ પર લગાડવો.

25.– પગની એડીમાં દુખાવો થતો હોય તો ગરમ અને ઠંડા પાણીમાં વીસ-વીસ સેંકડ સુધી વારાફરતી એડીઓને ડૂબાડી રાખવી. દસ-પંદર દિવસ સુધી આ પ્રયોગ કરવાથી ફાયદો થશે.

–26. ભાત બળી જાય તો જે વાસણમાં ભાત રાંધ્યા હોય એ વાસણની ઉપર પાઉંનો એક ટૂકડો મૂકી વાસણને ઢાંકી દો. ભાત પીરસતા પહેલા આ ટૂકડો કાઢી નાખો. બળેલ. ભાતની વાસ પાઉંનો આ ટૂકડો શોષી લેશે. 

28. નાવાનો સાબુ પૂરો થવા આવે એટલે નાનો કટકો ફેકી દેવાની ભૂલ ન કરતા સ્નાનનો સાબુ વીંટાળેલો કાગળ ફેંકી દેવાને બદલે કબાટ કે શૂ રેક્સમાં મૂકવાથી એક એર ફ્રેશનરની ગરજ સારશે. 29. મૂળાના પાંદડાના સો ગ્રામ રસમાં સોડા બાય કાર્બ ભેળવીને પીવાથી મૂત્રાવરોધ દૂર થાય છે અને પેશાબ સાફ આવે છે.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here