ચારોળી : ચારોળી વાયુનાશક , બળવર્ધક , વીર્યવર્ધક , મધુર , પૌષ્ટિક , કામશક્તિ વધારનાર તથા વાયુ અને પિત્તનો નાશ કરનાર છે . ( ૬ ) રક્તપિત્તમાં ચારોળી અને જેઠીમધથી પકવેલું દૂધ પીવું . ( ૨ ) પાંચ પાંચ ગ્રામ ચારોળી , જેઠી મધ અને સાકર નાખી પકાવેલું દૂધ પીવાથી શરીરના ઉપરના કે નીચેના નાગનાથી થતો રક્તસ્ત્રાવ મટે છે . ( ૩ ) સવાર – સાંજ ૧-૧૦ ગ્રામ ચારોળીના દાણા ગોળ સાથે ખૂબ ચાવીને ખાવાથી અશક્તિ દૂર થાય છે અને વજન વધે છે .
( ૪ ) ચામડી પર એલર્જીનાં થયેલાં ચકામાં પર ચારોળીના દાણા પાણીમાં લસોટી લેપ કરવાથી તે શમી ( ૫ ) ચારોળી પિત્ત , કફ તથા લોહીના બગાડને મટાડે છે . ( ૯ ) કામ કરીને થાક્યા હોય તો અડધાથી એક ચમચી ચારોળીનો ભૂકો એટલી જ સાકર એક ગ્લાસ દૂધમાં નાખી ઉકાળીને પીવાથી થાક દૂર થાય છે .
ચંદનાદિ ચૂર્ણ બનાવવાની રીત અને ખાવાથી થતા ફાયદા વિષે જાણો : ચંદન , વાળો , કઠ , નારમોથ , કાળી દ્રાક્ષ , ખારેક , આમળાં , પીપરીમૂળના ગંઠોડા , નીલકમળ , જેઠીમધ અને મહુડાનાં ફૂલ એ દરેક ૧૦-૧૦ ગ્રામ અને ખડી સાકર ૧૦ ગ્રામ લઈ ચૂર્ણ બનાવવું . એને ચંદનાદિ ચૂર્ણ કહે છે . ૧ ચમચી જેટલું આ ચૂર્ણ સવાર – સાંજ પાણી સાથે લેવાથી રક્તપિત્ત , શ્વાસ , પિત્તના રોગો , અંગદાહ , મસ્તિષ્ક દાહ , ભ્રમ , કમળો , પ્રમેહ અને પિત્તનો તાવ વગેરે મટે છે .
ચંદનાદિવટી બનાવવાની રીત અને ખાવાથી થતા ફાયદા વિષે જાણો : એલચીદાણા વાંસકપુર અને ચણકબાબ સરખા ભાગે લઈ તેમાં સુખડનું તેલ નાખી ખૂબ લસોટી ચણા જેવડી ગોળી બનાવવી , એને ચંદનાદિવટી કહે છે . ૧-૧ ગોળી સવાર , બપોર અને રાત્રે ખડી સાકરી નાખેલા ઠંડા પાણીમાં લેવાથી ઉનવા , પ્રમેહ , મૂત્રકૃચ્છ , પ્રદર તેમજ આંતરિક ગરમીમાં ફાયદો થાય છે . આ ગોળીઓ ઠંડી – શીતળ છે . ડાયાબિટીસવાળાએ પાણીમાં સાકર નાખવી નહિ .
અમારા આર્ટીકલ તમને પસંદ આવે તો વધુમાં વધુ મિત્રો સાથે સેર કરો
અમારા આ લેખ તમને પસંદ આવે તો અન્ય વ્યક્તિ સાથે શેર કરોઅને આવાજ અવનવા આર્ટીકલ મેળવવા અમારા ફેસબુક પેઝ્ને જરૂર like કરજો . જો તમે તમારા કોઈ લેખ અમારી વેબસાઈટમાં મુકવા માંગતા હોય તો કમેન્ટ જરૂર કરજો.
લેટેસ્ટ ન્યુઝ તમારા ફોન પર મેળવવા માટે અમારા ફેસબુક પેઝને લાઇક કરો
તમે અમને twitter અને telegram પર લાઇક અને follow કરી શકો છો