1) નાહવાના સાબુની વધેલી નાની ચપતરીને મોજાની અંદર મૂકી તેને શરીર પર ઘસવાથી મેલ સારા પ્રમાણમાં દૂર થાય છે અને ચામડી ચોખ્ખી થાય છે . ખાસ કરીને પગની પાની તથા આંગળીઓને તેનાથી સાફ કરવી જોઈએ . 2) “ ભારે મોંઘી સાડી જેવી કે પ્યોર સીલ્કની અથવા ચાલુ સીલ્કની સાડીને જો ઘેર ધોવાની હોય તો કપડાં ધોવાને બદલે નાહવાના સાબુથી ધોવાથી સાયનીંગ ઝાંખી થતી નથી અને સરસ રહે છે . 3) કાંદા સમારતી વખતે આંખમાંથી પાણી ન નીકળે એ માટે તેને પાણી ભરેલા બાઉલમાં ડૂબાડી રાખવા . 4) ફલાવરવાઝમાં સજાવેલો ફૂલને મધમાખી કે અન્ય જીવતાથી બચાવવા તેના પર કાંદા ડૂબાડવા વપરાયેલું પાણી છાંટવું . “ ફલાવર સમારતી વેળા તેમાં ભરાયેલી ઈયળો ઘણી વાર નાકે દમ આણી દેતી હોય છે . તેથી ફલાવર સમારતાં પહેલાં મીઠાના ગરમ પાણીમાં થોડી વાર ડૂબાડી રાખો . મીઠાનું પાણી તેમાં છુપાયેલી ઈયળોને બહાર આવવા કરી દેશે . 5) પુલાવ કે બિરયાની બનાવતા ભાતનો એકેક દાણો છૂટો રહે તે માટે ભાત બનાવતી વખતે તેમાં થોડું લીંબુ નીચોવી દેવું .6) * દીવાલ પર લાગેલા શાહીના ડાઘ દૂર કરવા તેના પર કોલગેટ ટૂથપેસ્ટ લગાડી બ્રશથી ઘસવું .
7) સમારેલી મેથીની ભાજીમાં થોડું તેલ નાખી એર ટાઇટ કન્ટેનરમાં ફ્રિઝરમાં મૂકી દેવાથી તે સમય તાજી રહે છે , 8) ડબબામાં મૂકી રાખેલા ઈલાસ્ટિક રબર બેનડ ગરમીથી ઓગળીને એકબીજા સાથે ચોટી જાય છે એ માટે ડબબામાં થોડો ટેલ્કમ પાઉડર છાંટવો . 9) કોઈ પણ વસ્તુ પર લાગેલા કાટના ડાઘ દૂર કરવા તેને કોકા કોલામાં ડૂબાડે ખરબચડા સુપચથી ઘસવી . કોકા કોલામાં રહેલું ફોસ્ફોરિક એસિડ કાટને સરળતાથી દૂર કરી દે છે . 10) અથાણાની બરણીને પાણીમાં પલાળેલી માટીનો થર અંદર અને બહાર લગાડવો અને તડકામાં બે – ત્રણ દિવસ બરણી રાખવી . પછી સાબુથી ધોવાથી જૂના અથાણાની વાસ જતી રહેશે ‘11) ડુંગળી કાપેલી છરીની વાસ દૂર કરવા કાચા બટાકાનું અડધિયું ફેરવવું . આથી વાસ જતી રહેશે . 12) તવો , પેણી જેવા લોખંડના વાસણોને ભાતના ઓસામણમાં ચાર – પાંચ કલાક પલાળી રાખવાં અને પછી ઘસવાથી કાટ નીકળી જશે અને સ્વચ્છ થશે . *13) ત્રણથી ચાર ચમચી રાઈનું તેલ પાણી ભરેલા બાઉલમાં નાંખી એ બાઉલ રૂમમાં રાખવાથી મચ્છરનો ઉપદ્રવ નહિ થાય .14) * પેપર ભીનું કરીને તેમાં ભાજી વીંટાળી રાખવાથી ભાજી 1-2 દિવસ સુધી સારી રહે છે . 15) સમારેલા રીંગણાં મીઠાના પાણીમાં રાખવાથી કાળાં નહિ પડે . 16) સફરજનના કટકા ઉપર લીંબુનો રસ નાંખવાથી રંગ બદલાતો નથી અથવા થોડું દૂધ ભેળવેલા પાણીમાં રાખવાથી બ્રાઉન થતાં નથી .17) ” ટામેટાં , મૂળા , બીટ , ગાજરને મીઠાના પાણીમાં રાખવાથી તાજા રહેશે . તો ઉપર બ્રેડની સ્લાઈસ મૂકવી , પાણી ચૂસાઈ જશે . 18) ચોખા જૂના હોય અને મીઠાશ જતી રહી હોય તો ચોખા બફાય પછી 1 ચમચી ખાંડ અને 1 ચમચી ઘી નાંખી સીજવા મૂકવા . આથી મીઠાશ આવી જશે . 19) સીંગદાણા શેકતા પહેલાં પાણીનો હાથ લગાડી પછી શેકવાથી કડક શેકાશે . 20) ‘ રોટલીના ફૂલકા બનાવતી વખતે 1 કપ ઘઉંના લોટમાં 1 ચમચી ચોખાનો લોટ ભેળવવાથી ફૂલકા પોચા થશે . *