1) ચાસણીનો મેલ કાઢવા માટે ચાસણી બનાવતી વખતે તેમાં થોડું દૂધ ઉમેરો . મેલ ઉપર આવી જશે . 2) કચોરી બનાવતી વખતે મેંદામાં એક ચમચી રવો અથવા સોજી નાખવાથી કચોરી સ્વાદિષ્ટ બનશે . 3) મિક્સ શાક બનાવતી વખતે એમાં થોડા મગફળીના દાણા કે તલ નાખવાથી શાક વધુ સ્વાદિષ્ટ બનશે . 4) શાકની ગ્રેવી ઘટ્ટ કરવા માટે મસાલાની સાથે થોડું કોપરાનું છીણ નાખો અથવા બાફેલા બટાટાનો છૂંદો નાખો . 5) ઘરમાં આઈસક્રીમ બનાવતી વખતે આઈસક્રીમની સામગ્રીમાં એક કે બે પીસ બ્રેડના ભેળવી તેને ફેંટી લો .
6) ઘઉંના ફાડાની ખીચડી બનાવતી વખતે એમાં મિક્સ વેજીટેબલનાં ઝીણાં ટુકડા તેમાં ઉમેરો સાથે લીલા વટાણા | લીલી તુવેરના દાણા , ડુંગળી અને નાનું ટામેટું ઉમેરો . ફાડાની ખીચડી સ્વાદિષ્ટ બનશે .7)શાકભાજી બાફતી વખતે તેમાં રહેલાં વિટામિન પાણીમાં ભળી જતાં હોય છે માટે તે પાણી ફેંકી દેતા ઉપયોગમાં લઈ શકાય . 8) કોઈપણ કઠોળને ફણગાવવાથી તેમાં વિટામિન ‘ સી’નું પ્રમાણ વધી જાય છે તેથી તેનો ખાવામાં છૂટથી ઉપયોગ કરો . 9) બટાટાની ક્રીસ્પી બનાવવા ચીપ્સ કાપીને એક કલાક ઠંડા પાણીમાં રાખો . ત્યાર બાદ તેને પાણીમાંથી કાઢી કપડામાં મૂકી કરી પછી તળો . 10) નવા બટાટા બાફતી વખતે તેમાં થોડાંક ફૂદીનાના પાન ઉમેરવાથી કાદવની ગંધ જતી રહેશે અને શાકમાં ફૂદીનાની સુગંધ ભળશે . •12) લીલા મરચાને વાટી તેમાં થોડીક હળદર ભેળવી એરટાઇટ ડબ્બામાં મૂકવાથી મરચાં લાંબો સમય તાજા રહેશે .
13) માખણમાંથી ધી બનાવી એ તે પછી વધેલા કિટામાં એક ગ્લાસ પાણી રેડી તેને ગરમ કરવું તે ઠંડુ પડે પછી ફ્રીજમાં મૂકી દેવું ઉપર ઘીનું પડ બાઝી જશે . 14) ‘ ડુંગર પર્વત ઉપર ચડતી વખતે ક્રોસમા ચડતા થાક લાગતો નથી . જલદી ચડાય છે . ‘15) રોટલીનો લોટ વહેલો બાંધીને ફીટ ડબ્બામાં મૂકી રાખવો પછી લોટ કાઢીને રોટલી બનાવતા તે સરસ વણાય છે અને પોચી થાય છે . 16) વધેલા જાડા અટામણના લોટથી અથવા જુવાર કે ચોખાનો લોટ પ્લેટફોર્મ ઉપર અથવા જે જગાએ તેલ ઢોળાયું હોય ત્યાં નાખીને ધસી કાઢવાથી ચીકાશ જલ્દીથી નીકળી જાય છે અને ચોખ્ખું થાય છે . 17)બરણી તથા ડબ્બામાંથી ગોળ કાઢતી વખતે હાથ ભીનો કરીને કાઢવાથી હાથ પર ગોળ લાગતો નથી . 18) થાળીમાં લોટ બાંધતી વખતે તેની નીચે નેપકીન અથવા જાડો કટકો મૂકવાથી લોટ બાંધવામાં સરળતા રહે છે . 19) અથાણાના મસાલામાં 500 ગ્રામ મેથીના મસાલામાં એક વાડકી લગભગ 200 ગ્રામ ખાંડ નાખવાથી કેરી ઝાંખી નથી પડતી અને કડક રહે છે .20) “ ઢોકળાનું કે આથાવાળું ખીરું વધેલું હોય તેને પ્લાસ્ટીકના ડબ્બામાં ભરીને ફ્રીજમાં મૂકવાથી ખટાશ પડતી નથી .. 21)ચાંદીની વસ્તુ સાફ કરવા માટે કોસ્ટીક સોડાનો ઉપયોગ કરવાથી સરસ થાય છે .