શરદી, ઉધરસ, ગેસ, કૃમિ, તાવ માટે બાળકોનાં દેશી ઓસડિયાં એકપણ રૂપિયાની દવા વગર

0
291

પણા ઉષ્ણ કટિબંધીય પ્રદેશમાં આ બાળકોના સામાન્ય વ્યાધિઓમાં અતિસાર , ઊલટી , શરદી , ઉધરસ , વરાધ- બોન્કાઈટીસ જેવા કફના રોગો , અરુચિ , મંદાગ્નિ , આફરો , ગેસ , કૃમિ , તાવ , તૃષા , કંડુ એટલે ખંજવાળ અને મૂત્રાતિસાર વગેરે આરોગ્ય ચિંતન વૈધ પ્રશાંત ગોદાની ગણાવી શકાય . બાળકોની આવી તકલીફોમાં તથા બીજી તકલીફોમાં ઉપયોગી થાય એવા દેશી – ઘરગથ્થુ ઓસડિયાં વિશે થોડું નિરુપણ હરડે હરડે બાળકો માટે અતિ ઉપયોગી ઔષધ . ધાવણ પચતું ન હોય , કબજિયાત અને આફરો રહેતા હોય , ભૂખ ન લાગતી હોય , બાળક શરીર પકડતું ન હોય , બરાબર ઊંઘતું ન હોય તો એવા નાનાં તેમજ મોટાં બાળકોને હરડેનો ઘસારો આપવો જોઈએ .

બાળકો માટે સારી જાતની હરડે લાવી તેનો ઉપયોગ કરવો . કઠણ , વજનદાર , લાંબી અને મોટી હરડે એ માટે ઉપયોગી છે . આવી હરડે પથ્થર પર ઘસી અડધીથી એક ચમચી જેટલું દ્રવ આપવાથી બાળકને પેટ સાફ આવે છે . ધાવણ અને બહારનું દૂધ સારી રીતે પચી જાય જેથી બીજા વિકારો થતા નથી . હરડે આરોગ્ય આપનારી , આયુષ્ય વધારનારી , વાયુપિત્તાદી ત્રણે દોષનું શમન કરનારી , આંખ નાક , કાન વગેરે ઈન્દ્રિયોને બળ આપનારી અને રસાયની ( આયુષ્ય વધારનારી છે . તેનાથી ભૂખ લાગે છે . દૂધ તથા અન પચે અને મળ સાફ ઊતરે છે . બાળકોને જરૂર હોય તેને માટે જ હરડેનો ઉપયોગ કરવો . જો તમારા બાળકની બધી જ શારીરિક ક્રિયાઓ- પ્રવૃત્તિઓ નોર્મલ એટલે કે સામાન્ય હોય તો હરડેનો ઉપયોગ કરવો નહીં . પીપર કફના રોગોમાં પીપર બાળકો માટે ઉત્તમ ઔષધ છે .

સારી જાતની ગણદેવી પીપર લાવી તેનું ચૂર્ણ બનાવી બાટલી ભરી લેવી બાળકને જ્યારે છાતીમાં કફ ભરાઈ ગયો હોય , શરદી અને કફ રહ્યાં કરતાં હોય ભૂખ ન લાગતી હોય ત્યારે પીપર મધ સાથે આપવાથી ઘણો જ ફાયદો થાય છે . પીપર બહુ જ ઉપયોગી બાલદ્રવ્ય અથવા ઔષધ છે . જેઠીમધ , અતિવિષ અને પીપરના ચૂર્ણથી બાળકોના ઘણા રોગ જલદી મટી જાય છે . વયા પ્રાચીનકાળમાં આ વચાને પણ બાળકોનાં ઘસારા દ્રવ્યોમાં ઘણું જ પ્રાધાન્ય આપવામાં આવતું હતું . આજે પણ જે ઘસારાઓ પ્રચલિત છે તેમાં એક મહત્ત્વના દ્રવ્ય તરીકે આ વચાનો પણ ઉપયોગ થાય છે . ઘણા લોકો સ્વતંત્ર એટલે એકલી વચાના ઘસારાનો ઉપયોગ પણ કરે છે . આ વચાના ઘસારાથી શરદી , ખાંસી ઉધરસ , અતિસાર – ઝાડા , તાવ વગેરે રોગ મટે છે . મગજ પર આની ઘણી સારી અસર થાય છે . કર્ણસ્ત્રાવ , કર્ણશૂળમાં વચાને તલના તેલમાં સાંતળીને તે તેલનાં ટીપાં કાનમાં નાખવામાં આવે છે . વચા મગજ માટે સારી , કંઠને હિતકારી , કૃમિહર , વાણી અને સ્વરને માટે હિતકારી , આમપાચન , મળમૂત્રનું યોગ્ય રીતે વિસર્જન કરનાર તથા કફ અને વાયુના રોગોમાં હિતકારી છે . નાનાં બાળકોને માટે સુવા પણ એક ઉત્તમ ઔષધ છે . સુવાનો ઉકાળો તાજો જ બનાવીને આપવાથી પેટનો વાયુ છૂટો પડે છે . ઉકાળો ન બનાવવો હોય તો સુવાના પાણીની બાટલી મેડિકલ સ્ટોરમાંથી લાવીને તેનો ઉપયોગ કરવો . સુવાનું પાણી એકથી બે ચમચી જેટલું સવારે , બપોરે અને રાત્રે આપવું . સુવાના અર્કનાં ટીપાં પાણીમાં પણ આપી શકાય . સુવાનો ઉકાળો આપવો હોય તો પાથી અડધી ચમચી સુવાદાણા ખૂબ વાટીને તેમાંથી અડધા સૂવા આઠ ચમચી પાણીમાં નાંખી ઉકાળવા . ઉકળતા ઉકળતા જ્યારે બે ચમચી જેટલું દ્રવ બાકી રહે ત્યારે ઉતારી તેમાંથી એક ચમચી ઉકાળો સવારે અને રાત્રે આપવો . ઊલટી , આફરો , ઉદરશૂળ , અપચા જેવા પેટના રોગોમાં સુવા એ ઘણું જ ફલપ્રદ ઔષધ છે . ( ક્રમશ :

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here