દુધમાં આના 5 ગ્રામ દાણા નાખીને પીવાથી 50-60 વર્ષે તમારે કોઈ પાસે સેવા કરાવવાની જરૂર નહિ પડે આખી જીંદગી સ્વસ્થ રહેશો

0
2330

ગોખરુ ઓસ્ટિઓ આથ્રાઈટીસમાં સારું પરિણામ આપતું ઔષધ : કુપોષણ, કમરનો દુ:ખાવો, ઓસ્ટિઓ આથ્રાઈટીસ વગેરેમાં સારું પરિણામ આપે છે શહેરીજનો ગોખરુથી અજાણ છે, પણ ગામડામાં સીમમાં જે લોકો ફરતાં હોય છે, તેઓ ગોખરુથી અજાણ નથી. એમાંના ઘણાંને ગોખરુના કાંટા વાગ્યા હોય, તેઓને તો ખાસ ગોખરૂ યાદ રહી જાય છે. આમ, પીડા આપતું આ ગોખરુ ઘણા લોકોની પીડા, દર્દ, વ્યાધિને દૂર કરનારું એક ઔષધ પુરવાર થયું છે.

ગોખરુ: પ્રકૃતિમાં ગોખરુ ઠંડુ છે. શરીરની ઉષ્મા – ગરમીને તત્કાળ દૂર કરનારું છે. જેમનું શરીર તપેલું રહેતું હોય તેમને માટે તો ગોખરુ ઉનાળામાં પણ હેમાળા (હિમાલય) જેવું લાગે છે ગુણમાં ઠંડુ હોવા છતાં બળકારક એટલે કે શરીરમાં શક્તિ – સ્ફુર્તિનો સંચાર કરે છે. વિના કારણે કે કારણસર લાગતો થાક દૂર કરે છે ગોખરું પૌષ્ટિક છે. કુપોષણ: આજે કુપોષણ શબ્દો મીડિયામાં ખૂબ સાંભળવા મળે છે. કારણ કે સમગ્ર ભારતમાં કુપોષણથી પીડાતા લોકોની સંખ્યા વધારે છે. એમાં પણ બાળકો અને સ્ત્રીઓ આ કુપોષણની સમસ્યાનું નિવારણ ઝડપથી કરવું હોય તો ગોખરુ, અશ્વગંધા, શતાવરી જેવી ઔષધિઓના પાક બનાવી આપવા જોઈએ.

કમરનો દુ:ખાવો: કમરના દુ:ખાવાનાં અનેક કારણો હોય છે. જેમ કે યુ.ટી.આઈ. (Urinary track Inmdection) સ્ત્રીઓમાં સફેદ પાણી પડવું, સ્ત્રીઓની માસિકની અનિયમિતતા, ખોરાકનું બરાબર પાચન ન થવાને કારણે પેદા થતો આમ Undihested Food Particles જે કમરના સાંધામાં પહોંચીને દુ:ખાવો પેદા કરે છે, પથરી થવી. આ બધા કારણોને લીધે થતા કરના દુ:ખાવામાં ગોખરુ ખૂબ ઉપયોગી છે. આર્યભિષકમાં કમરના દુ:ખાવા માટે ગોખરુ અને સૂંઠના ઉકાળાને સફળ ઔષધ ગણ્યું છે.

રીત:  ગોખરુ પાંચ ગ્રામ, સૂંઠ ૧ ગ્રામ, એક કપ દૂધ, એક કપ પાણીને ધીમા તાપે ઉકાળવા મૂકવું. પાણી બળી જાય ત્યારે તેમાં થોડી સાકર નાખીને પીવું. પ્રોસ્ટેટ એન્લાર્જમેન્ટ: પ્રોસ્ટેટ એન્લાર્જમેન્ટની સમસ્યા ખાસ કરીને ૪૦-૪૫ વર્ષ પછીથી થતી પુરુષોની સમસ્યા છે.

આધુનિક તબીબી શાસ્ત્ર આ સમસ્યાના ઉકેલ માટે સર્જરી કરાવવાનું સૂચન કરે છે. સર્જરી કરાવ્યા પછી ઘણી એવી વ્યક્તિઓ જોવા મળી છે કે તેમને યુરિન પર કોઈ કન્ટ્રોલ રહેતો નથી. જેમ નાનાં બાળકોને ડાયપર પહેરાવવામાં આવે છે એ પ્રમાણે મોટી ઉંમરની વ્યક્તિઓને ડાયપર પહેરવું પડતું હોય છે. ગોખરુ સાથેની કેટલીક ઔષધિઓના સમન્વયથી પ્રોસ્ટેટ એન્લાર્જમેન્ટની સમસ્યાનું નિવારણ થઈ શકે છે.

રસાયણપૂર્ણ + હળદર: જેમાં ગળો, ગોખર, આમળા અને હળદરને સરખાભાગે લઈ તેમાંથી 3-3 ગ્રામ પાવડર જમ્યા પહેલાં પાણી સાથે ફાકી જવો. આનાથી પ્રોસ્ટેટનો સોજો દૂર થાય છે અને PSA રિપોર્ટ પણ નોર્મલ થઈ જાય છે. રાસાયણિક વિશ્લેષણ: ગોખરું નું રાસાયણિક વિશ્લેષણ કરતાં તેમાં ગ્લુકોઝ, એમિનો એસિડ્સ, ક્લોરોજેનીન, એસ્ટ્રાગેલીન, સ્ટીગ્માસ્ટેરોલ, ફ્યુરોગ્લુકોસાઈડ જેવા તત્ત્વો છે.

તાજેતરમાં થયેલાં સંશોધન અનુસાર ગોખરુ ઓસ્ટિઓ આથ્રાઈટીસમાં સારું પરિણામ આપતું ઔષધ પુરવાર થયું છે. પેશાબમાં લોહી પડવું: શરદઋતુ કે ગરમીની ઋતુમાં અથવા તો જેમની પ્રકૃતિ પિતની હોય, ગરમી ખોરાક વધારે ખાતા હોય. જેમને પથરી થયેલી હોય કે જેમનાં રક્તમાં પિત્તની માત્ર વધી જતાં અધોગામી રક્તપિત્તની સમસ્યા થઈ હોય તેમને માટે ગોખરુ અને શતાવરીનો ક્ષીરપાક ખૂબ ઉપયોગી છે.

બનાવવાની રીત: ગોખરું ત્રણ ગ્રામ, શતાવરી ત્રણ ગ્રામ, સાકર, દસ ગ્રામ, એક કપ દૂધ અને એક પાણી.ઉપર્યુક્ત તમામ ઔષધિઓને ધીમા તાપે ઉકાળવા મૂકવી, પાણી બળી જાય ત્યારે ગાળીને ઠંડુ પાડી દિવસમાં બે વાર પીવું. આ ક્ષીરપાકથી પેશાબ માર્ગે આવતું લોહી બંધ થાય છે. પથરી પણ ધીમે ધીમે તૂટીને બહાર નીકળવા માંડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here