લસણની ગોળી : ૧૦૦ ગ્રામ લસણ , શેકેલી હીંગ , લીંડીપીપર , જમો , કાળાં મરી , સુંઠ , સિંધવ , જીરુ , કલોંજી જીર અને દાડમનાં બી દરેક ૧૦-૧૦ ગ્રામ અને લોબાન ૨૦ ગ્રામ લઈ પ્રથમ લસણને લસોટી બાકીના દ્રવ્યોનું વસ્ત્રગાળ ચૂર્ણ મેળવી લીંબુના રસમાં ઘૂંટી ઘટ્ટ થાય ત્યારે વટાણા જેવડી ગોળી બનાવવી જમ્યા પછી બે થી ત્રણ ગોળી ગળવાથી કે ચૂસવાથી અરુચિ , અગ્નિમાંદ્ય , કબજિયાત , ગેસ , પેટનો દુ : ખાવો , આફરો , ગોળો , વધુ પડતા ઓડકાર , પેટમાં આંકડી આવવી , ઝાડા , મરડો , કૉલેરા , કૃમિ વગેરે મટે છે અને પાચન સુધરે છે .
લસણ, ડુંગળી: ધમની કાડિન્યમાં (Artery sdewdwsis)માં આધુનિકો Vasodilator ઔષધો આપે છે, The curative Properties of food Plants નામના પુસ્તકમાં લસણ વિષે જણાવે છે કે ધમની કાડિન્યવાળાઓ રોજ ૨ થી ૩ કળી લસણ ખાવું લસણ- Garlic anticoougalant એટલે કે અવરોધનાશક છે અને લોહીની નળીઓ પહોળી કરે છે,