બસ રોજ આટલું કરો , તે પછી ૧૦૦ વર્ષ જીવો

0
247

નિરોગી રહેવા આપણા વડીલોએ, અનુભવીઓએ બહુ સુંદર સુંદર જોડકણાં આપણને આપ્યાં છે એ વાંચી અમલ કરી નિરોગી બની સૌ સુખી થઈએ એવી અભ્યર્થના પેહલું સુખ તે જાતે નર્યા આ કહેવતની બધાને ખબર તો છે પણ શરીર સાચવવા બધા બેખબર રહે છે. શરીરમ્ આદ્યમ ખલુ ધર્મ સાધનમ્ આપણું શરીર જ ધર્મ સાધનાનું શ્રેષ્ઠ સાધન છે એવું શાસ્ત્રોમાં પણ કહ્યું છે પણ માને કોણ..?? ધર્મ હવે ધંધો થઈ ગયો છે ને ધંધામાં ધર્મ રહ્યો નથી. કોઈ ગોળાના ઢેફા ઉપર કીડીઓ આક્રમણ કરે એ રીતે જાહેર માર્ગો ઉપર પૂરી પકોડીની લારી ઉપર સ્વાદના રસિયા તૂટી પડે છે અને કમળાના રોગને જાહેર આમંત્રણ આપી દે છે. ધ્રુમપાન જીવલેણ છે એવું જાણવા છતાં એય ટેસથી કસ મારતા આજના યુવાનો કેન્સરને નોતરી આખાય પરિવારનું સુખ કેન્સલ કરી દે છે અને માવતરનું જીવન જીવલેણ કરી નાખે છે. મા બાપ ભલે મરે. આપણે જલસો કરો ને.. જાહેર સ્થળોએ પ્લાસ્ટિકમાં મસાલો ચોળતા માણસોને ક્યાં થૂંકવું એનું પણ ભાન નથી. મસાલા ખાઈ ખાઈ બેભાન થઈ જતા વ્યસનીઓને જોયા પછી પણ આવાઓને ભાન નથી આવતું. વિશ્વમાં ૫૦ % મૃત્યુનું કારણ તમાકુ છે. હવે તો જાગો..!!

પાણીપુરી, પિત્ઝા, બર્ગર, ચવાણું, ભજિયાં, ભાજીપાઉ, વડાપાઉ, દાબેલી એવા અસંખ્ય બહારના ગંદકીથી ભરપુર નાસ્તા કરી કરી બધા દવાખાના ના રસ્તે નાસતા થઈ ગયા છે. શું ખાવું શું ન ખાવું એ માટે શું ટયૂશન વર્ગો ખોલવા પડશે કે..?? તીવ્ર હરિફાઈના યુગમાં માણસ જીવવાનું જ ભૂલી ગયો છે. એ કસરત કરતો નથી, ચોખ્ખાં ઘી દૂધ પચાવી શક્તો નથી, હાથ માંથી પલભર પણ મોબાઈલ નીચે મૂક્તો નથી, રાત્રે ટીવી છોડતો નથી, પૂરતું ઉંઘતો નથી, શાંતિથી જમતો નથી, સારાં પુસ્તકો વાંચતો નથી. પડોશી ને ઓળખતો નથી, ભગવાનમાં માનતો નથી અને પછી બૂમો પાડયા કરે છે. આ મારી સાથે જ આવું કેમ થાય છે..?? એ ભૂલી જાય છે કે કરેલાં તો અહીંને અહીં જ ભોગવવાં પડે છે…ચોમાસામાં જ શરીરને વધુ સાચવવું પડે છે એટલે જ આ ઋતુમાં ઉપવાસનું મહત્ત્વ ચાર ગણુ વધી જાય છે. ફળાહાર જરૃરી બની જાય છે પણ એક ગુટખાના પાંચ રૃપિયા ખર્ચી કાઢનારને સફરજન બહુ મોંઘાં પડે છે. સ્વચ્છતા, ખાનપાન, શુદ્ધતા, પવિત્રતા, ધ્યાન, આહારવિહાર વિવેક જ બચાવી શકે છે. નિયમ કરો આજથી જ બધા જંક ફૂડ બંધ. શાબાશ. સદા નિરોગી રહો. નિરોગી રહેવા આપણા વડીલોએ, અનુભવીઓએ બહુ સુંદર સુંદર જોડકણાં આપણને આપ્યાં છે એ વાંચી અમલ કરી નિરોગી બની સૌ સુખી થઈએ એવી અભ્યર્થના. સર્વે અહીં સુખી થાઓ સૌ નિરોગી બની રહો, સર્વે કલ્યાણને પામો, કોઇ દુઃખના પામશો. આરોગ્યને લગતાં પ્રસિદ્ધ જોડકાં વાંચો અને અમલ પણ કરો(૧) રાતે વહેલા જે સૂઈ, વહેલા ઊઠે વીર, બળ બુદ્ધિને ધન વધે,સુખમાં રહે શરીર.(૨) પાંચે ઉઠો, નવે શિરાવો, પાંચે વાળુ, નવે સૂૂૂવો બસ આટલું રોજ કરો,ને પછી સોવર્ષ જીવો(૩) બાજરીના રોટલા મૂળા, ડુંગળી લસણ જે ખાય, ઘરડા ઘરડા ય જોને, જવાન જવાન થઈ જાય.(૪) ભોય પથારી જે કરે. લોઢી ઢેબર ખાય, તુંબે પાણી જે પીએ તે ઘર વૈદ્ય ન જાય.(૫) મગ કહે હું લીલો દાણો, મારા માથે ચાંદુ, જો બે મહિના ખાય, તો માણસ ઊઠાઠું માંદુ.(૬) ગળો, ગોખરૃને આમળાં, સાકર ઘી થી ખાય. વૃદ્ધપણું વ્યાપે નહિ, રોગ સમૂળા જાય.(૭) ખાંડ, મીઠું ને સોડા, સફેદ ઝેર કહેવાય, વિવેકથી ખાજે, નહીંતર ના કહેવાય ના સહેવાય (૮) ઓકી દાતણ જે કરે, નરણા હરડે ખાય, દૂધે વાળું જે કરે, તે ઘેર વૈદ્ય ન જાય.(૯) સવારે પાણી, બપોરે છાશ, રાત્રે પીઓ દૂધ, વહેલા સૂઈ, વહેલા જાગો, ના રહે કોઈ દુઃખ.(૧૦) ચા, કોફી, કોકો, પડાવે બહુ પોકો, સમજીને રોકો ને જરૃર પડે તો ટોકો.(૧૧) પૈર ગરમ, પેટ નરમ ઔર સરકો રાખો ઠંડા, અગર દાકતર બાબુ આએ, તો ઉસકો મારા ડંડા.(૧૨) યાદ રાખજો એક નાની અમથી વાત, ચાવીને ખૂબ ખાજો, હોતા નથી પેટમાં દાંત.(૧૩) કૂણી કૂણી કાકડીને ભાદરવાની છાશ, તાવ સંદેશો મોકલે, આજ આવું કે કાલ..??(૧૪) મૂળા, મોગરી, ગાજર, ડુંગળીને ખાધું દહીં, રાત રાત ઉજાગરો કરો પછી ઉંઘવાનું નહીં.(૧૫) હરદિન પા શેર ડુંગરી, પાશેર ઘીની સાથ, સૈવન કરો જો સવારમાં, પુષ્ટિ પામે ઘાત.(૧૬) સર્વ રોગોના કષ્ટોમાં ઉત્તમ ઔષધ ઉપવાસ, જેનું પેટ નથી સાફ, પછી આપે બહુ ત્રાસ.(૧૭) જમણા સ્વરમાં ભોજન- ને ડાબા સ્વરમાં પાણી, ડાબો જમણો બંને સાથે, બંધ ભોજનને પાણી.(૧૮) હજાર કામ મૂકીને જમવું ને લાખ કામ મૂકી સૂવું, કરોડ કામને પડતાં મૂકી હાજતને જઈને રહેવું.,,

બસ આટલું રોજ કરો , તે પછી ૧૦૦ વર્ષ જીવોઃ આપણા પૌરાણિક અમર વાક્યો પાંચે ઊઠો , નવે શિરાવો પાંચે વાળુ , નવે સુવો , બસ આટલું રોજ કરો , તે પછી સો વર્ષ જીવો . ભોંય પથારી જે કરે , લોઢી ઢેબર ખાય , તાંબે પાણી જે | પીએ , તે ઘર વૈદ્ય ન જાય . ગળો , ગોખરૂ ને આમળા , સાકર ઘી થી ખાય , વૃદ્ધપણું | વ્યાપે નહીં , રોગ સમૂળા જાય . ખાંડ , મીઠું ને સોડા સફેદ ઝેર કહેવાય વિવેકથી T ખાજે નહિતર , ના કહેવાય કે ના સહેવાય . સવારે પાણી બપોરે છાશ સાંજે પીઓ દૂધ , વહેલા સૂઈ વહેલા જાગો , ન રહે કોઈ દુઃખ . સર્વ રોગના કષ્ટોમાં ઉત્તમ ! ઔષધ ઉપવાસે , જેનું પેટ નથી સાફ પછી આપે બહુ ત્રાસ . p જે – તે પધરાવશો મા , સાફ રાખજો આંત ,ચાવીને ખૂબ ખાજો , હોતા નથી પેટમાં દાંત હજાર કામ મૂકીને જમવું ને લાખ કામમૂકી સૂવું , કરોડ કામને પડતાં મૂકી હાજતે જઈને રહેવું . T

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here