ચામાં ગોળ નાખી પીવાના ફાયદા

સમય હતો કે ચા શબ્દ સાંભળતા જ દૂધ, ખાંડ અને ચાનું મિશ્રણ યાદ આવતું, પરંતુ હવે ચાનું નામ લો એટલે એક લાંબી યાદી સામે ધરવામાં આવે છે. આધુનિક સમયમાં ચામાં ઘણા વેરિએશન જોવા મળે છે અને તેની સાથે ટેસ્ટ અને હેલ્થ પણ ચામાં જ ભેળવાયા છે. આવી જ એક ચા એટલે ગુડ વાલી ચાય. Jaggery Tea. આ ચામાં હેલ્થ તો રહેલી જ છે સાથે સાથે ટેસ્ટ પણ ખૂબ જ સરસ મળે છે. ઇમ્યુનિટી બુસ્ટ કરતી ચા વેઈટ લોસ કરવામાં પણ ઘણી મદદ કરે છે.

ગોળ વાળી ચા બનાવવાની રીત

૩ ચમચી ગોળ

૨ ચમચી ચાની ભૂક્કી

૨ એલચી

૧ ચમચી વરીયાળી

૧ કપ પાણી

૨ કપ દૂધ

અડધી ચમચી મરી પાવડર

આદું એક નાનો ટુકડો

ગોળ વાળી ચા બનાવવાની રીત

ગોળ વાળી ચા બનાવવા માટે સૌથી પહેલા તપેલીમાં પાણી ગરમ કરો. ત્યારબાદ તેમાં એલચી, મરી પાવડર, આદું અને વરીયાળી અને ચાની ભૂક્કી નાખી ઉકાળો. બરાબર ઉકળી જાય ત્યાર પછી દુધ ઉમેરીને ઉકાળો. ત્યાર બાદ ગેસ બંધ કરીને ચામાં ગોળ નાંખો. ગોળને ઓગાળીને ગરમ ચાની ચુસ્કી ભરો. આ ચા બનાવતી વખતે એક બાબતનું ચોક્કસ ધ્યાન રાખવું કે ગેસ ચાલુ હોય ત્યારે ક્યારેય ગોળ ઉમેરવો જોઈએ નહી. કારણકે તેમ કરવાથી દૂધ બગડી જાય છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles