શિયાળામાં હાથ-પગની આંગળીઓમાં આવી જાય છે સોજા તો કરો આ ઘરેલું ઉપાય

0
220

શિયાળાની ઋતુમાં ત્વચાથી સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ ઋતુમાં હાથ અને પગની આંગળીમાં સોજા આવવા સામાન્ય વાત છે. ઘણાં લોકોની આંગળીઓ લાલ, હાથ-પગમાં દુખાવો,ખંજવાળ, જલનની સાથે જ ચામડી પણ ઉતરવા લાગે છે. પરંતુ યોગ્ય સમયે આ સમસ્યાઓનો ઉકેલ ન કરવામાં આવે તો સ્કિન ઇંફેક્શનનો ખતરો વધી શકે છે. તો એવા કેટલાક ઘરેલું નુસ્ખાઓ અંગે જણાવીશું. જેનો ઉપયોગ કરીને તમે તમારા હાથ અને પગના સોજાથી છૂટકારો મેળવી શકો છો.

વટાણાને પાણીમાં ઉકાળી લો અને દિવસમાં 2 વખત આ પાણીથી હાથ તેમજ પગ ધોવા જોઇએ. રોજ આ રીતે વટાણાના ઉકાળેલા પાણીથી હાથ-પગ ધોવાથી ઝડપથી આંગળીઓમાં સોજા આવવાની સમસ્યાથી છૂટકારો મળી શકે છે. શિયાળાની ઋતુમાં પગની આંગળીઓમાં સોજા આવવા લાગે છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે 50 ગ્રામ સલગમ (ગાજર જેવું એક કંદ)ને 1 લીટર પાણીમાં ઉકાળી લો. ત્યાર બાદ આ પાણી ઠંડુ થાય પછી તેનાથી પગ ધોવાથી સુજનની સમસ્યાથી રાહત મળે છે.

પાણીમાં ફટકડી અને મીઠુ મિક્સ કરીને ઉકાળો. આ પાણીથી આંગળીઓ ધોવાથી સોજા ઓછા થવાની સાથે ઇંફેક્શન પણ નહી થાય રોજ રાતે સરસવના તેલથી માલિશ કરવાથી સોજા ઓછા થાય છે. જેના માટે 4 ચમચી સરસવના તેલમાં 1 ચમચી સિંધા લૂણ મિક્સ કરો. આ તેલને નવશેકુ ગરમ કરો. અને બાદમાં હાથ અને પગ પર માલિશ કરો. સતત બે અઠવાડિયા માલિશ કરવાથી સોજાની સમસ્યાથી રાહત મળશે. એક કપ નવશેકા લીંબુ પાણીમાં મધ મિક્સ કરીને પીવાથી પણ રાહત મળે છે. લીંબુ પાણી પીવાથી બોડીથી ટોક્સિંસ નીકળી જાય છે. જેનાથી હાથ અને પગમાં સોજા ઓછા થઇ જાય છે.

હળદર અને ઓલિવ ઓઇલને મિક્સ કરીને લગાવવાથી પણ આ સમસ્યાથી રાહત મળી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here