ઋતુ અનુસાર ફળ અને શાકભાજી ખાવાથી શરીરમાં કેટલાંક પ્રકારની બીમારીઓ દૂર થાય છે. જો શાકભાજીની વાત કરીએ તો શિયાળામાં વટાણા સૌથી વધારે ખાવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે લાભકારક છે. લીલા વટાણા ખાવાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા દૂર થાય છે. લીલા વટાણામાં કેલેરી, કાર્બહાઈડ્રેટ, ફાઈબર, પ્રોટીન, વિટામીન જેવા જરૂરી પોષક તત્ત્વો હોય છે, જે કેટલીકં બીમારીઓને દૂર રાખે છે.
1. યાદશક્તિ : લીલા વટાણા ખાવાથી યાદશક્તિ વધે છે. તે સિવાય મગજ સંબંધિત કેટલીંક નાની નાની સમસ્યા દૂર થાય છે. એટલા માટે તમારી ડાયટમાં વટાણા જરૂરથી સામેલ કરવા જોઈએ.
2. કોલેસ્ટ્રોલને ઓછુ કરે છે : વટાણા ખાવાથી શરીરમાં કોલસ્ટ્રેલનું લેવલ ઓછું રહે છે અને વજન વધવાની સમસ્યા પણ દૂર થાય છે. વટાણા શરીરમાંથી ટ્રાઈગ્લિસરાઈડસના સ્તરને ઓછુ કરીને કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે.
3. હૃદયની બીમારીઓ દૂર કરે છે : લીલા વટણા ખાવાથી હૃદય સંબંધિત બીમારીઓથી બચી શકાય છે અને હાર્ટ અટેક જેવી ગંભીર બીમારી પણ નથી થતી.
4. હાડકાને મજબૂત રાખે છે : વટાણામાં પ્રોટીન વધારે હોવાને કારણે ડાયટમાં વટાણા રાખવા જોઈએ કેમ કે તેનાથી હાડકા મજબૂત બને છે અને મસલ્સ પણ મજબૂત રહે છે.
5. વજન ઓછુ કરવા માટે :
વજન ઓછું કરવા માટે લોકો વર્કઆઉટ અને ડાયટની મદદ લેતા હોય છે પરંતુ તેનાથી પણ વજન ઓછુ નથી થતું. તેવામાં સૌથી સારો ઓપ્શન દરરોજ એક મુઠ્ઠી વટાણા ખાવા. તેમાં રહેલ ફાઈબર વજન ઓછુ કરે છે.
6. કેન્સર : વટાણામાં એન્ટીઓક્સિડેન્ટ અને વિટામીનની માત્રા વધારે હોય છે, જે કેન્સરની સમસ્યાને દૂર ભગાડે છે. એટલા માટે વટાણા કેન્સરના દર્દીઓ માટે બહુ લાભકારક છે.